________________
ગાથા-૯૧
૧૦૯
લધુત્વ અને વેદનીય કર્મના વિલયથી ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખના અભાવરૂપ અવ્યાબાધત્વ - આ આઠ ગુણો સિદ્ધ ભગવાનને સંપૂર્ણપણે પ્રગટ હોય છે. કર્મનાં સર્વ આવરણો ખસી ગયાં હોવાથી આ આઠ ગુણો પૂર્ણશુદ્ધ સ્વરૂપમાં પ્રગટ હોય છે.
સિદ્ધાત્મામાં નથી રાગ કે નથી કેષ, તેમના જ્ઞાનાદિ ગુણો પૂર્ણતાને પામ્યા છે. તેઓ સર્વ ઇષ્ટ અર્થ પ્રાપ્ત થવાથી કૃતકૃત્ય થઈ ગયા છે. તેમનાં સર્વ કરવા યોગ્ય કાર્ય પૂર્ણ થયાં છે. હવે કોઈ પણ કાર્ય કરવાનું બાકી નથી. જેમના કેવળજ્ઞાનાદિ કાર્ય સંપૂર્ણ થયાં છે એવા સિદ્ધ જીવને કોઈ પણ પ્રવૃત્તિ કરવાની બાકી રહી નથી. સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થતાં હવે કંઈ થવા - બનવાનું શેષ રહ્યું નથી. જેને કદી પણ પ્રાપ્ત કર્યો ન હતો, તે નિજસ્વભાવને હવે મેળવી લીધો છે. જે કંઈ રહણ કરાયું હતું તે સઘળું અલોપ થઈ ગયું છે. હવે ન કંઈ ગ્રહણ કરવા જેવું બાકી રહ્યું છે કે ન કંઈ છોડવા જેવું બાકી છે. કર્મના સંગથી મુક્ત જીવ પૂર્ણશ્રેષ્ઠ અવસ્થામાં વસે છે. આ જ મોક્ષ છે. આ જ નિર્વાણ છે. આ જ પરમાત્મદશા છે. આ જ પ્રભુપદ છે.
જેઓ કર્મમળથી મુક્ત છે, નિરંજન છે, નિર્દોષ છે, નિત્ય છે, કૃતકૃત્ય છે, આઠ ગુણ સહિત છે; જેમણે સમસ્ત લોકના સર્વ પદાર્થોને જાણ્યા છે; જેઓ ત્રણ લોકના મસ્તકના શિખરસ્વરૂપ છે; જેઓ વજશિલાનિર્મિત અગ્નિ પ્રતિમા સમાન, અભેદ્ય આકારથી યુક્ત છે તેમને સિદ્ધ કહે છે. જેમણે આઠ કર્મોનાં બંધન નષ્ટ કર્યા છે, જેઓ આઠ મહાગુણોથી યુક્ત છે, જેઓ અનંત સુખ અને અનંત જ્ઞાનમાં લીન છે, જેઓ શરીરરહિત છે, જેઓ લોકાગ્રે સ્થિત છે, જેઓ પરમપ્રભુત્વને પ્રાપ્ત થયા છે એવા આત્મા સિદ્ધ છે, મુક્ત છે. શુદ્ધ ચેતના, કેવળજ્ઞાન-દર્શનોપયોગરૂપ લક્ષણોથી યુક્ત એવા જીવ સિદ્ધ છે, મુક્ત છે. બધા સિદ્ધ ભગવંત આત્મદશાની દૃષ્ટિએ સમાન છે, તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર નથી.
સિદ્ધાત્મા શબ્દરૂપ, વર્ણરૂપ, ગંધરૂપ, રસરૂપ અને સ્પર્શરૂપ નથી. તેઓ કાળા નથી, સફેદ નથી, લાલ નથી, પીળા નથી; ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી; સુગંધી નથી, દુર્ગધી નથી; કડવા નથી, તીખા નથી, ખાટા નથી, ગળ્યા નથી, ઠંડા નથી, ગરમ નથી, કઠોર નથી, કોમળ નથી, ભારે નથી, હલકા નથી, સ્નિગ્ધ નથી, રૂક્ષ નથી; સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. તેઓ નિર્મળ જ્ઞાનસ્વરૂપ છે. કર્મ અને કામનાથી મુક્ત થયેલી એ અવસ્થા છે. મુક્ત આત્મા સર્વ કર્મબંધથી છૂટેલા હોય છે. તેમને શરીર અને જન્મ, મૃત્યુ વગેરે શરીરજન્ય ક્રિયા કાંઈ જ હોતાં નથી.
કેવળજ્ઞાન-કેવળદર્શન જેમણે પ્રગટાવ્યું છે એવા, રાગ-દ્વેષાદિ આંતરિક શત્રુઓ જેમણે નષ્ટ કરી નાખ્યા છે એવા, જન્મ-જરા-મરણાદિ સર્વ પ્રકારનાં દુ:ખથી રહિત થયા છે એવા, દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ જેમણે કર્યો છે એવા મુક્ત જીવો અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org