________________
ગાથા-૯૦
૮૫
ભોક્તાપણાના વિકલ્પોમાં ન ઊલઝાતાં જીવે સાક્ષીભાવનો પુરુષાર્થ કરવો જોઈએ. જે કોઈ પ્રસંગ ઉદ્ભવે તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કર્યા વગર જ્ઞાયકભાવે રહેવું જોઈએ. આ પુરુષાર્થના પરિપાકરૂપે જીવને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સર્વ શુભાશુભ ભાવનો નાશ થતાં મોક્ષદશા પ્રગટે છે. જ્ઞાતાભાવના બળે શુભાશુભ ભાવ છેડાતાં જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી કાનજીસ્વામી કહે છે –
“દેહમાં એકક્ષેત્ર જ્ઞાનનો વ્યાપાર અને તે જ્ઞાનની ક્ષણે-ક્ષણે થતી અવસ્થા અને તે જ ક્ષણે, તે જ ક્ષેત્રે પૂર્વ કર્મથી શુભાશુભ અવસ્થાની પ્રગટદશા ઊપજે છે. તે રાગ, હર્ષ, શોક આદિ મલિન પરિણામ પ્રકૃતિનો ઔપાધિક ભાવ છે, તેમાં જે પ્રીતિથી અટકવું થાય છે તે ભૂલ છે; માટે તે ભૂલ ટાળી શુભાશુભ રાગથી ભિન્ન જ્ઞાતા-દ્રષ્ટા જીવ રહે તો તે સહેજે નિવૃત્ત થાય છે. ભૂલરૂપ દશા આ જીવે કરી છે તે ભૂલ નિર્મળ જ્ઞાતાપણે ટાળ, તો તારું સ્વરૂપ મોક્ષસ્વરૂપ જ છે. જ્ઞાતાપણામાં ટકી રહેવારૂપ પુરુષાર્થથી પ્રગટ મોક્ષદશા - પૂર્ણ પવિત્રતા થઈ શકે છે.”
આમ, શુભાશુભ ભાવો છેદતાં, આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અખંડપણે સ્થિર રહે છે અને એ જ મોક્ષદશા છે. મોક્ષદશા શુભ અને અશુભ બન્ને પ્રકારના ભાવો છેદાય ત્યારે જ પ્રગટે છે, કારણ કે તે બન્ને અશુદ્ધ ભાવ છે. અશુભ ભાવ તીવ્ર કષાય છે અને શુભ ભાવ મંદ કષાય છે, પણ બને કષાયની જાતિના જ છે. બન્નેથી કર્મબંધ થાય જ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બન્ને કષાય છે, તેથી ત્યાં કર્મબંધ છે અને તે સંસારનું કારણ છે.
જૈન દર્શન અનુસાર મોક્ષનો અર્થ છે - સમસ્ત કર્મોથી મુક્તિ. એમાં શુભ અને અશુભ બને પ્રકારનાં કર્મો આવે છે. જેવી રીતે બેડીઓ, પછી તે સોનાની હોય કે લોખંડની, મનુષ્યને બાંધી રાખે છે, તેવી જ રીતે જીવનાં શુભ અને અશુભ, બન્ને પ્રકારનાં કર્મો તેને બંધનમાં જકડી રાખે છે. સુવર્ણની બેડી અને લોખંડની બેડીની જેમ પુણ્ય અને પાપ બને આત્માની સ્વતંત્રતા હણવામાં સરખો ભાગ ભજવે છે. આત્માને પરાધીન કરવામાં પુણ્ય અને પાપ બને સમાન કારણ છે. ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૧૮ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૧૪૬
'सोवणियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं ।
बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।' સરખાવો : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, તત્ત્વાર્થસાર', અધિકાર ૪, શ્લોક ૧૦૪ 'संसारकारणत्वस्य
द्वयोरप्यविशेषतः । न नाम निश्चयेनास्ति विशेषः पुण्यपापयोः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org