________________
ગાથા-૯૦
૮૧ માત્ર ચૈતન્યસ્વભાવમાં જ છે. શરીર અને શુભાશુભ વિકાર વિનાનો જે ત્રિકાળી ચૈતન્યરૂપ આત્મસ્વભાવ છે; તેની સમજણ, તેની પ્રતીતિ અને તેમાં સ્થિરતા કરતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ ધર્મ પ્રગટ થાય છે. એ સિવાય બીજી કોઈ રીતે ધર્મ થતો નથી.
આત્મધર્મ પામવો હોય તો પોતાની સ્વભાવગત ક્રિયા સાથે એકરૂપતા સાધવી જોઈએ. દેહ અને મનની સર્વ ક્રિયાઓ ઉપરથી લક્ષ હટાવી આત્માની જાણ નક્રિયા સાથે તાદામ્ય સાધવું જોઈએ. આ તથ્યને બરાબર સમજીએ. ક્રિયાનો અર્થ પરિણતિ છે. દરેક દ્રવ્યની ક્રિયા હોય છે. દ્રવ્યની પર્યાય જ તેની ક્રિયા છે. દ્રવ્યની પર્યાયનું બદલાવું તે ક્રિયા છે. દરેક દ્રવ્યની પર્યાય સમયે સમયે બદલાયા જ કરે છે. દરેક દ્રવ્યની પર્યાય તેના પોતામાં જ થાય છે. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યમાં થતી નથી, તેથી એક દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યમાં હોતી નથી, તેમજ એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરી શકતું પણ નથી.
આ જગતમાં જડ અને ચેતન એમ બે પ્રકારનાં દ્રવ્યો છે. દ્રવ્યની પર્યાય તે જ ક્રિયા હોવાથી ક્રિયા પણ જડ અને ચેતન એમ બે પ્રકારની છે. જડની પરિણતિ તે જડની ક્રિયા અને ચેતનની પરિણતિ તે ચેતનની ક્રિયા છે. ચેતનની ક્રિયાના બે પ્રકાર છે - (૧) શુભાશુભ ભાવરૂપ વિકારી ક્રિયા અને (૨) જાણવારૂપ અવિકારી ક્રિયા. આમ, કુલ ત્રણ પ્રકારની ક્રિયા છે - (૧) જડની ક્રિયા, (૨) ચેતનની વિકારી ક્રિયા, (૩) ચેતનની જાણવારૂપ ક્રિયા.
શરીરની બધી અવસ્થાઓને જાણવાની ક્રિયા સતત ચાલે છે. શરીર રોગી છે તો ત્યાં રોગ થવાની ક્રિયા અને રોગ થયો છે તેને જાણવાની ક્રિયા - એમ બને ક્રિયા સાથે ચાલે છે. રોગ થવો અને રોગને જાણવો; નીરોગી થવું અને નીરોગિતાને જાણવી; હાથ ઊઠવો અને હાથના ઊઠવાને જાણવું; શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે અને જાણવાવાળો તે બધી અવસ્થાને જાણે છે. શરીર રોગિષ્ઠ થયું, તેને તે જાણે છે. શરીર ઘરડું થયું, તેને પણ તે જાણે છે. પરંતુ જે જાણે છે તે રોગિષ્ઠ થયો નથી - થતો નથી, તે ઘરડો થયો નથી - થતો નથી.
એ જ પ્રમાણે શુભાશુભ વિકારી ક્રિયા તે આત્માની વર્તમાન દશા છે અને જાણવાની ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. પરિણામોનું બદલાવું અને તેને જાણવાનું કાર્ય એકસાથે થાય છે. જેમ કે ક્રોધ થયો તે એક ક્રિયા થઈ અને તે થયો તેને જાણવું તે બીજી ક્રિયા થઈ. ક્રોધાદિ ઓછાવત્તા થતા રહે છે. એક કષાયમાંથી બીજા કષાયમાં જવાનું પણ બને છે. પરંતુ જે જે પરિણમનો થતાં રહે છે, તે બધાને જાણવાવાળો તો સતત અને એવો ને એવો રહી તે બધાને જાણે છે - જાણતો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org