________________
અત્યારે પણ વિદ્યમાન છે. આની અમે 1. સંજ્ઞા રાખી છે. આ રહસ્યવૃત્તિ મહેસાણાના જૈનશ્રેયસ્કર મંડળ તરફથી વિક્રમ સંવત્ ૨૦૦૭ માં પ્રકાશિત થયેલી છે. આની અમે M. સંજ્ઞા રાખી છે. આના સંપાદક સ્વ. પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ છે. પ્રસ્તાવનામાં ઘાણી જાણવા લાયક બાબતો તેમણે લખેલી છે. તેમણે આની પ્રસ્તાવનામાં (પૃ. ૨ માં) જણાવ્યું છે કે –
આચાર્ય મહારાજ શ્રીવિજ્યક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી એક લિખિત પ્રતિ મળી હતી. તેના ઉપરથી, તથા તે પ્રતિ જેના ઉપરથી ઉતારવામાં આવી હતી, તે બીજી મૂળ પ્રતિ શ્રી જૈનાનન્દ ગ્રંથ ભંડાર સુરતની હતી. બન્નેયને આધારે આ વૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. બન્નેય પ્રતો અશુદ્ધ હતી. છતાં લઘુવૃત્તિ તથા સિદ્ધહેમના આધારે સંશોધન કરવામાં હરકત પડે તેમ નહોતું. તેથી આ વૃત્તિનું સંશોધન કરવામાં લઘુવૃત્તિ વગેરેનો સારી રીતે આશ્રય લેવામાં આવ્યો
કેટલેક ઠેકાણે જરૂરી જણાયું ત્યાં સૂત્રો, વૃત્તિ, ઉદાહરણ, પ્રતિ ઉદાહરણ સાથે લઘુવૃત્તિ ઉપરથી અમે ઉમેરા પણ કર્યા છે.'
આ જૈનાનન્દ ગ્રંથ ભંડાર (જૈનાનંદ પુસ્તકાલય) - સુરતની પ્રતિ મેળવવા માટે અમે ઘણો ઘણો પરિશ્રમ કર્યો, છતાં હજુ સુધી અમને એ મળી શકી નથી. વળી બીજા અમારા પરિચિત પાટણ તથા ખંભાત આદિના ભંડારોમાં પણ આ પ્રતિ નથી. એટલે જેસલમેરની વિક્રમસંવત્ ૧૨૧૮માં તાલપત્ર ઉપર લખેલી એક માત્ર પ્રતિનો જ અમે ઉપયોગ કરેલો છે. M. માં છાપેલાં અનેક સૂત્રો J. માં નથી. J. પ્રતિમાં થોડીક અશુદ્ધિઓ લેખકદોષ આદિથી છે. છતાં J. પ્રતિ એકંદર શુદ્ધપ્રાય છે.
લઘુવૃત્તિના નામથી અત્યંત પ્રસિદ્ધ જે ગ્રંથ આજે પ્રકાશિત થઇ રહ્યો છે તેની પણ વિક્રમ સંવત્ ૧૨૦૬માં લખાયેલી પ્રતિ જેસલમેરના તાડપત્રીય ભંડારમાં છે, તેમજ વિક્રમ સંવત્ ૧૨૨૧માં લખાયેલી પ્રતિ પાટણના સંઘવીપાડાના તાડપત્રીય ભંડારમાં છે. અત્યારે આ ભંડાર પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં છે. એટલે આ બંને પ્રતિઓ પણ આચાર્યશ્રીના સમયમાં જ લખાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org