________________
૫૧ ૫. સ્થાવર જીવ–સુખ કે દુ:ખના સંજોગોમાં પોતાની મરજી પ્રમાણે ખસી ન શકે, એટલે કે જ્યાં હોય ત્યાં ને ત્યાં જ જેમને પડયા રહેવું પડે. તે જીને સ્થાવર સમજવા. પથરા, ઝાડ, પાણું વગેરે.
૬. પૃથવી જીવે અથવા પૃથ્વીકાય છેકીડીના શરીરમાં આત્મા રહેલા છે. જ્યાં સુધી કીડીના શરીરમાં આત્મા હોય ત્યાં સુધી તે-કીડીના શરીર સહિત આત્મા-કીડી જીવ કહેવાય છે. તેવી રીતે, પૃથ્વી=માટી, પત્થર વગેરે રૂપે જણાતા શરીરમાં રહેલ આત્માઓ પણ પૃથ્વી જીવ=માટી જવ, પત્થર છવ વગેરે કહેવાય છે. જેમ કીડી એક જાતનું પ્રાણી છે, તે જ પ્રમાણે માટી, પથ્થર વગેરે પણ એક જાતના પ્રાણી છે.
પૃથ્વીકાય શબ્દના બે અર્થ થઈ શકે છે.
૧. જે જીવની કાયા એટલે શરીર પૃથ્વીરૂપે છે. તે જીવનું નામ પૃથ્વીકાય જીવ કહેવાય છે અથવા
૨. કાય=એટલે સમૂહ, પૃથ્વીરૂપ શરીરમાં રહેલા પ્રાણુઓને–જીને સમૂહ, તે પૃથ્વીકાય. અથવા–
સર્વ જીવોના સમૂહના મુખ્ય છ સમૂહ પાડવામાં આવેલા છે. પૃથ્વીરૂપે સમૂહ. પાણરૂપે સમૂહ, અગ્નિરૂપે સમૂહ, વાયુરૂપે સમૂહ, વનસ્પતિરૂપે સમૂહ અને ત્રસરૂપે સમૂહ.
તેને પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય કહેવામાં આવે છે.
એ અપેક્ષાએ કાય શબ્દનો અર્થ સમૂહ કરીને છ કાયા ગણાવેલી છે. તે અપેક્ષાએ પણ પૃથ્વીકાય વગેરે શબ્દો સમજવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org