________________
જીવવિચારઃ પદ્યાનુવાદ:
અનુવાદક – પૂ. મુનિ મહારાજ શ્રી દક્ષવિજયજી હિાલ– પૂ. આચાર્યશ્રી વિજ્યદક્ષસૂરિ]
હરગીત છંદ [ મંગલાચરણ અને ગ્રંથને વિષય વગેરે) ત્રણ ભુવનમાં દીપસમ શ્રી વીરને વંદન કરી, અબુધ જીવના બેધ માટે પૂર્વ સૂરિ અનુસરી; સ્વરૂપ જીવનું હું કહું, તે સાંભળે હેજે ધરી,
(જીવના મુખ્ય ભેદ) મુક્ત ને સંસારી છે, જીવભેદ બે મુખ્ય કરી. ૧. (સંસારી જીના સામાન્ય ભેદ અને સ્થાવરના ભેદ)
ત્રસ અને સ્થાવર મળી સંસારીના બે ભેદ છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિકાય છે. એ પાંચ ભેદ થિર રહે, તે સ્થાવરેના થાય છે,
(બાદર પથ્વીકાયના ભેદ) સ્ફટિક, મણિઓ, રત્ન, પરવાળાં, અને હિંગળક છે. ૨ હડતાલ ને મણસીલ, પાર, સ્વર્ણ આદિ ધાતુઓ, ખડી, લાલ ધેની માટી ને પાષાણ પારે જુએ અબરખ, તુરી, માટી અને પત્થરતણી ઘણી જાતિઓ, ખાર, સુરમો મીઠું આદિ ભેદ પૃથ્વીના જુઓ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org