________________
૧૫૨
૩. અગ્નિમાં જીવસિદ્ધિ
આગિયા, પતંગીયા વિગેરેમાં પ્રકાશ, તથા મનુષ્ય વિગેરેના શરીરમાં સહજ ગરમી, જેમ જીવ પ્રયોગ વિના અસંભવિત છે, તે જ પ્રમાણે અગ્નિના પ્રકાશ, અને સહજ ઉણતા જીવપ્રયોગથી જ સાધ્ય છે. વળી તે છેદ્ય, ભેદ્ય પણ છે. સૂર્યના ગરમી અને પ્રકાશમાં કોઈ વાંધો લેશે, પરંતુ જૈન શાસ્ત્રોની દષ્ટિથી તે પણ છવગથી જ છે. અગ્નિને લાકડાં વિગેરે ખોરાક મળતાં મનુષ્પાદિકના શરીરની પેઠે વધે છે. અગ્નિની વાળા નીચે ન પ્રસરતાં ઊંચે ચડે છે, અનુકુળ પવન હોય તે વધે છે, અથવા બુઝાઈને મરણ પામે છે. ઘર્ષણ વિગેરેથી જન્મ પામે છે. વિગેરે અગ્નિની સ્થિતિએ તેને સચેતન સાબિત કરવાને પૂરતી છે. ૪. પાણીમાં જીવસિદ્ધિ
હાથીને ગર્ભ પ્રથમ અંદર ગર્ભમાં પ્રવાહી (કલિ) રૂપે હોય છે. ઈડામાં પક્ષિ શરૂઆતમાં પાણીરૂપે હોય છે. તે પ્રવાહી છતાં જેમ તેમાં હાથી કે પક્ષિને જીવ છે. તેમ પાણી પણ પ્રવાહી છતાં સચેતન હોઈ શકે છે. મૂત્ર, પેશાબ, દૂધ વિગેરે અચેતન છે, તેમ દરેક પ્રાણું અચેતન નથી હોતા, પેશાબ, દૂધ વિગેરેનું પ્રવાહીપણું પણ છવપ્રયાગ વિના તો થતું જ નથી. પારાના પ્રવાહીપણુના વિલક્ષણપણુને લીધે અપ્લાય નથી, પરંતુ તે પૃથ્વીકાય છે. તેવી જ રીતે પેટેલ વિગેરે તેલ વિષે સમજવું.
હાથીનું કલલ જેમ શાસ્ત્રથી અનુપહત સજીવ દ્રવ્ય (પ્રવાહી) રૂ૫ દ્રવ્ય છે. તેમ પાણી પણ છે. માટે તે પણ સચેતન છે.
વાદળામાં સંજોગે મળતાં પાણીની ઉત્પત્તિ થાય છે. વખતે તેનું છેદન ભેદન થાય છે. તેનું શરીર ઠંડું હોય છે. વખતે તેમાં ઉષ્ણસ્પર્શ પણ હેય છે. માણસના શરીરમાં જ્યારે બહાર વાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org