________________
૧૪૮
હ-સ્થાવરમાં ચૈતન્ય હેવ છે? કે કેમ? એ સામાન્ય બુદ્ધિવાળા જેને (જેમ દૂધમાં ઘી, તલમાં તેલ સીધી રીતે સમજાવી શકાતું નથી તેમ ) સમજાવવું મુશ્કેલ પડે છે. તેથી નીચેના અનુમાનેથી તેમાં પણ ચૈતન્ય છે. એમ કેટલેક અંશે સમજાશે.
કેટલીક ચીજે ચૈતન્ય સહિત હોય છે. તો તે સમજાતું નથી, અથવા ચેતન્ય ચાયું ગયું હોય છે, તે પણ તે પ્રાયઃ સમજાતું નથી. એટલે મોટે ભાગે જ્ઞાનીઓનાં વચન ઉપર તે આધાર રાખવો જ પડે છે.
પુલ પરમાણુ ઘણુ છે, તેને જ શરીરરૂપે થઈ, ઈન્દ્રિયગોચર થાય છે. તે જીવ વિના થઈ શકે નહીં. કેમકે-જીવ વિના કેઈ પણ શરીર બાંધી શકે નહીં, બાંધી શકાય નહીં, અને શરીર બાંધવા પરમાણુઓને ખેંચી શકે નહીં. જીવની મદદ વિના પરમાણુઓ ઈન્દ્રિયગોચર થઈ શકતા નથી. એટલે કે કોઈને કોઈ વખતે કોઈપણ જીવો પુદ્ગલ પરમાણુઓના સમૂહને શરીરરૂપે બનાવ્યા પછી જ તે ઈન્દ્રિયગોચર થઈ શકે છે. એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વિગેરેના શરીર પણ જીવે જ બનાવ્યા. હોય છે. ૧. વનસ્પતિમાં જીવસિદ્ધિ–
૧. પાંચ ઈન્દ્રિયોથી જેમ મનુષ્ય શબ્દાદિ જાણે છે, તેમ વનપતિકાય જીવો એક ઇન્દ્રિયવાળા છતાં પાંચેય ઇન્દ્રિયને વિષય અનુભવતા જણાય છે, કેમકે એકેન્દ્રિયોને બાહ્ય-ઇન્દ્રિય એક જ હેય છે, પરંતુ ભાવેન્દ્રિયે પાંચેય હેય છે.
૨. જામત દશા, રાગ–પ્રેમ, હર્ષ, લેભ, લજજા, ભય, મૈથુન, ક્રોધ, માન, માયા, આહાર, જન્મ, વૃદ્ધિ, મરણ, રોગ. ઓઘ વગેરે સંજ્ઞા પણ તેઓ મનુષ્યની માફક અનુભવે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org