________________
તેમાંના ભરત, ઐરાવત અને મહાવિદેહ એ ત્રણ કર્મભૂમિઓ છે બાકીનાં ચાર ક્ષેત્રે તથા મહાવિદેહમાં આવેલા દેવકર અને ઉત્તરકુરૂમાં મનુષ્ય રહે છે. એ છે ક્ષેત્ર અકમભૂમિ કહેવાય છે. તેમાંના મનુષ્ય પણ અમે ભૂમિજ કહેવાય છે.
હિમવંત અને શિખર પર્વતની બન્ને બાજુએ બબ્બે દાઢાઓ લવણસમુદ્રમાં ગયેલી છે. તે આઠ દાઢાઓ ઉપર સાત સાત અંતદ્વીપો છે. એટલે કુલ પ૬ અંતદ્વીપ (સમુદ્રની અંદર રહેલા દ્વીપ) માં રહેલા મનુષ્ય અંતદ્વિીપજ મનુષ્યો ગણાય છે.
કર્મભૂમિ ૬ અને ૧૨ અકર્મભૂમિએ ધાતકીખંડમાં, એમજ અધપુર દ્વીપમાં છે. એટલે-કુલ પાંચ ભરત, પાંચ રવત, પાંચ મહાવિદેહ, પાંચ હિમવંત ક્ષેત્ર, પાંચ હરિવર્ષ ક્ષેત્ર, પાંચ હિરણ્યવંત, પાંચ રમ્ય, પાંચ દેવકુર, પાંચ ઉત્તરકરૂ અને ૫૬ આંતદ્વીપના મનુષ્ય. કુલ ૧૦૧ ભેદ થયા.
તેના સંમૂછિમ અને ગર્ભજ. તેમાં ગર્ભજ પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૦૨. અને સંમૂર્છાિમના ૧૦૧ અપર્યાપ્ત, એટલે કુલ ૩૦૩ ભેદ થયા. - સંમૂર્ણિમ મનુષ્ય ગર્ભજ મનુના-વિષ્ટા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરૂ, લેહી, મૈથુનક્રિયા, વીર્ય, પિત્ત, મ, વીર્યના સૂકા પુદ્ગલ (ભીંજાય તે) નગરના ખાળ. મૃતકના કલેવર અને અશુચિ–સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org