________________
ઉપર એક જન પછી કેવળ અલોક જ આવે છે પૃથ્વીકાય વગેરે સૂમ છે એ ચૌદ રજજુલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે.
ચૌદ રાજલોકને આકાર-કેડે હાથ રાખી પગ પહોળા કરી, ઉભા રહેલા માણસ જે હોય છે, અથવા ચપટા તળીઆવાળા ઉંધા વાળેલા કુંડા ઉપર થાળી મુકી તેના ઉપર મૃદંગ (પખાવજ) વાજિંત્ર મુકીએ, અને તેના ઉપર માણસનુંમાથું મુકીએ, તેના જેવો આકાર થાય છે. (જુઓ પૃષ્ઠ ૭૯)
નીચેના કુંડા જેવા આકારમાં ૭ નારક પૃથ્વીએ છે ૧ લી નારક પૃથ્વી ૧ રજજુ લાંબી-પહોળી, ૨ જી બે રજજુ, ત્રીજી ત્રણ જજુ, ૪થી ચાર રજજુ, પમી પાંચ રજજુ. છઠ્ઠી છ રજજુ, ૭મી સાત રજજુ લાંબી-પહોળી છે.
તે દરેક પૃથ્વીની નીચે મોટા ભાગમાં આકાશદ્રવ્ય (ખાલી ભાગ જેવું) હોય છે, અમુક ભાગમાં તનુવાત, તેમાં ઘનવાત, તેમાં ઘનાદધિ અને તેમાં નારક પૃથ્વી હોય છે. તેમાં સીમતક વગેરે નારકના આવાસે હોય છે તેમાં નરક જ રહેતા હોય છે. અને દુઃખ ભેગવતા હોય છે. पापान नरान् पाप-फलोपभोगार्थ कायन्ति इति-नारकाः
સીમંતક-વગેરે નરકાવાસે છે, તેમાં રહેતા નારક છ નારકો કે નરયિકે કહેવાય છે.
એ ૭ નારક પૃથ્વીનાં નામ–ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા, અને માઘવતી છે. અને પૃથ્વીએનાં (ગેત્ર) અન્વયાર્થી નામ-રત્નપ્રભા, શર્કરામભા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org