________________
[૩૭] [ ] આત્મા અને તેની હલચાલે ૧ “અમુક સચેતન પદાર્થ છે પ્રાણ' એમ આપણે તેની સચેતન તરીકેની હિલચાલ ઉપરથી ઓળખી શકીએ છીએ. સચેતન-શરીર ચેતન વિના-આત્મા વિના બંધાઈ જ ન શકે. આત્માએ પિતાની ઘણું ચેતનાઓને શરીર બાંધવામાં ઉપયોગ કર્યો હોય છે. તે ઉપરથી “તે શરીર પદાર્થ સચેતન છે. એટલે કે તેમાં આત્મા છે.” એમ જાણી શકાય છે. જે તે આત્મા પિતાની શક્તિઓને ઉપયોગ ન • કરે, તે આપણાથી શરીરમાં આત્માની જુદી જુદી થતી હીલચાલે ઉપરથી જુદા આત્માને તે રીતે જાણી શકાય જ નહિં.
૨ તેમજ, બીજાને જાણનાર આપણે પણ, આપણામાં રહેલી ચેતનાને-લાગણીઓને ઉપયોગ ન કરીએ, તે આપણે પણ શું છીએ તે બીજા પણ કોઈ ન જ જાણી શકે. ન જ જાણી શકાય.
૩ એટલે કે ચેતન ઓળખવાની નિશાની પોતાની ચેતનાને તેણે (આત્માએ કરેલું ઉપયોગ જ છે. અને જાણનાર પણ પિતાની ચેતનાને ઉપયોગ બીજાને જાણવા માટે કરે છે. તેથી તે દ્વારા જ જાણી શકે છે. અર્થાત પિતાની ચેતનાને જાણવા માટે ઉપયોગ કરનાર-જાણનાર પણ સચેતન છે, અને જણનારા સચેતને પણ પોતાની ચેતનાને ઉપયોગ કરતા હોય છે. ત્યારે જ જણાતા હોય છે, જાણી શકાતા હોય છે. એટલે કે આપણે જાણનારા તેને જાણી શકીએ છીએ. માટે ચેતનાને ઉપયોગ એ ચેતનને આત્માની એળખવાની મુખ્ય નિશાની છે.
૪ ચેતના-લાગણીઓ ઘણી જાતની હોય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે. માટે જ્ઞાનનો ઉપયોગ એ ચેતનને ઓળખવાનું મુખ્ય સાધન છે. જ્ઞાન ભલે સામાન્ય કે વિશેષ એમ બે પ્રકારમાં વહેંચાયેલું હેય. તે બન્ને પ્રકારનું આત્માને ઓળખવાનું સાધન છે. “ચેતનાને ઉપયોગ કરતાં આત્માને ચેતનાને ઉપયોગ કરતે ઓળખી શકે છે.” આમ સામાન્ય સમજની ભાષામાં કહી શકાય.
[ ૭ ] આત્મામાં થતા વિકાસ: ૧ દરેક પ્રાણીઓના-ખાસ કરીને માનના યોગ્ય કે અગ્ય કર્તવ્યને પણ વિચાર કરી લેતાં આપણને ઘણું સચોટ બેધ મળી જાય તેમ છે.
૨ કારણ કે-ઈન્દ્રિયાદિકના વિકાસની સાથે પ્રાણીઓના શરીરમાં રહેલા આત્માઓમાં થતાં આધ્યાત્મિક વિકાસ કે હાસ પણ થતા હવાનું દેખાઈ આવે છે.
૩ જેમ-ઘાતકી પ્રાણીઓ કે માણસોઃ જોવામાં આવે છે, તે પ્રમાણે-નિદભ કે સ્વાર્થવૃત્તિ વિનાના પણ બીજા કોઈની તરફથી પ્રાપ્ત થતા કષ્ટો સહન કરનારા લેકે પણ મળી આવે છે. કષ્ટ આપનારા કે અપકાર કરનારા તરફ પણ ક્રોધ ન કરતાં-દ્વેષ ન રાખતાં-ઊલટો તેના ઉપર ઉપકાર કરનારા મળી આવે છે. એટલું જ નહિ, પરંતુ બીજાઓ ઉપર ઉપકાર કરવા માટે ઈરાદાપૂર્વક પિતાની જાત ઊપર કષ્ટો વેઠનારાયે મળી આવે છે. જો કે તેવા માનો કે પ્રાણીઓઃ બહુ જ વિરલા હોય છે.
૪ માદા પ્રાણી-માતારૂપે, બાળક-બચ્ચા-નામના બીજા પ્રાણી ખાતર કષ્ટો વેઠતી હોય છે. તેના હિતને માટે-તેના રક્ષણ માટે અનેક ભેગે આપીને પ્રયત્ન કરતી હોય છે. અરેઘણી વખત તે તેને માટે પ્રાણ પણ આપી દેતી હોય છે. આ તે લગભગ ઘણાની જાણમાં છે, તે સામાન્ય બાબત છે. પરંતુ તેથી પણ આગળ વધીને કેટલાક માનવો નિઃસ્વાર્થપણે કષ્ટો ઊઠાવીને પણ પરેપકાર કરતાં જેવામાં આવે છે. અને નિઃસ્વાર્થપણે પ્રાણાર્પણ કરી દેતા હોય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org