________________
[ ૮૪] રહેવું ? તેનાએ નિયમ છે. વ્યક્તિઓને હિતકારી અભિપ્રાય આપવાનાયે નિયમો હોય છે. કોઈને મતાધિકાર નથી હોતો. નીચે નીચેથી પ્રતિનિધિત્વ નથી હોતું. કોઈને મરજી પ્રમાણે વર્તવાનો અધિકાર નથી હોતું. કોઈને પણ બહુમતથી કોઇનું અહિત કરવાનો અધિકાર નથી હોત. હિત કરવાની જ જવાબદારી અને જોખમદારી સૌને ઉપર વહાલી તરીકે હોય છે. સંજોગ વિશેષમાં કેમ વર્તવું ? તેને માટે ઉપર ઉપરના જવાબદારોની આજ્ઞા માન્ય કરવી હોય છે. આગળ વધીને છેવટે તે તે વિષયના નિષ્ણાતોની સલાહઃ તેના ઉપર ધર્મશાસ્ત્રાનુસારની આજ્ઞાઓના અનુભવીઓની સલાહ હોય છે. છેવટે ધર્માચાર્યોની આજ્ઞા મુખ્ય હેય છે.
તેઓને શાસ્ત્ર માર્ગદર્શન આપતા હોય છે. શાસ્ત્રો મહાત્યાગી અને બુદ્ધિશાળી પુએ અગાધ જ્ઞાન અને અનુભવથી રચેલા હોય છે. તેઓ પણ મહાજ્ઞાની તીર્થકર જેવા સર્વજ્ઞ તરફથી ઉપદેશ અને પ્રેરણા મેળવીને શાસ્ત્રો રચવામાં તત્પર થયા હોય છે. તેથી શાસ્ત્રો તેઓના સર્વજ્ઞપણાને આધીન હોય છે. સર્વજ્ઞ તીર્થકરોએ પોતાના અતિભવ્ય અને ઉદાત્ત ચરિત્રોઃ તથા સર્વકલ્યાણકારક વિશ્વવસલ ભાવનાથી સ્થાપ્યું હોય છે. ઉપદેશ આપ્યો હોય છે. માર્ગદર્શન આપ્યું હોય છે. માર્ગદર્શન કરાવ્યું હોય છે. અર્થાત્ સવજ્ઞની આજ્ઞામાં વિશ્વના સવ પ્રાણીઓના હિતે ગોઠવાયેલા હોય છે. તે દરેક આગેવાનો માલીક કે સત્તાધીશ હોતા નથી. પરંતુ વાલી-હિતચિંતકહિતકર, વાત્સલ્ય યુકત જ હોય છે. આ સ્થિતિમાં મતાધિકાર વગેરેની જરૂર પડતી નથી. એ તે વાસ્તવિક રીતે એક ઉલટો રસ્તો છે.
આ રીતે ભારતમાં સુવ્યવસ્થા તે આદર્શ પ્રમાણે બીજા દેશે અને તેની પ્રજાઓમાં પણ સુવ્યવસ્થાઃ ચાલુ રહેતી આવેલી છે. દરેક કાર્ય મર્યાદાથી જ ચાલતું હતું.
રાગદ્વેષમય સાંસારિક જીવનમાં કોઈ કોઈ તફાની તો ઉભા થઈ જતા, તો દરેકને કાબુમાં લેવાની વ્યવસ્થિત ગોઠવણ હોય છે. યુદ્ધો પણ નીતિપૂર્વક અને મર્યાદાપૂર્વક થતા હતા. દરેકની નીમણુંક કરવાના નિયમો અને વિધિઓ આચાર દિનકર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી જોઈ શકાય છે.
આ રીતે ધર્મ માનવાની ઉપર મહા ઉપકાર કર્યો છે; ને કરી રહેલ છે, તથા કરશે. જે કાંઈ તેમાં વચ્ચે કોઈ તરફથી ખરાબી થઈ હોય, તો તેમાં વ્યક્તિના કે વ્યક્તિઓના રાગદ્વેષ કારણભૂત હોય છે. ધર્મ તો નહીં જ. એ જડવાદને પોતાના સ્વાર્થી ખાતર આગળ લાવવા ધમ ઉપર ખોટા આરોપો મૂકાય છે. જે તદ્દન બેટી રીતે છે.
[ ] બહુમતની ચુંટણીની ઘાતક પ્રક્રિયા આજે એમ કહેવામાં આવે છે, કે-“બહુમતના આધાર ઉપર ચુંટણી એટલા માટે કરવામાં આવે છે, કે–આગેવાને શી રીતે પસંદ કરવા? અને તેઓના અધિકારી શી રીતે નકકી કરવા? માનો રાગદ્વેષથી ભરેલા છે. પક્ષાપક્ષથી ભરેલા છે. તેથી હિતાહિતને નિર્ણય કરવાનું બીજું કોઈ સાધન જ નથી. આ સંજોગોમાં બહુમતઃ અને નીચેથી ચુંટણીઃ એ સિવાય બીજો ઉપાય જ નથી. રાગદ્વેષ રહિત સર્વ હોય, તે આવી ચુંટણી વગેરેની જરૂર ન રહે. પરંતુ તે નથી. માટે તે સિવાય બીજો ઉપાય નથી.”
આ દલીલ બેટી છે. કેમકે-સર્વજ્ઞ વીતરાગોની વ્યવસ્થા જ સર્વ મંગળમય છે. જગતભરમાં એ જ ફેલાયેલી છે. પરંતુ જગતની ગોરીપ્રજાએ બીજી પ્રજાઓ કરતાં જુદા પડીને ઈ. સ. ૧૪૯૨ થી જ્યારે પિતાના જ વિશિષ્ટ સ્વાર્થી માટેની યોજનાઓ અમલમાં લાવવાની ગોઠવણ કરવા માંડી ત્યારથી પિતાને ત્યાં તે આંતરિક રીતે આજ્ઞાપ્રધાન પરંપરા ચાલુ રાખવા સાથે, બીજી પ્રજાઓમાંથી આજ્ઞાપ્રધાન વ્યવસ્થાને નકામી કરી નાંખી ઉડાડી દેવા માટે બહુમતઃ અને ચુંટણી નો પ્રચાર કર્યો છે. તે પહેલાં પોતાને ત્યાં મ્હારથી દેખાવ પૂરતા ને કામચલાઉ બહુમતઃ અને ચુંટણી પ્રધાન વ્યવસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org