________________
[ ૬૯ ] તે વિગતવાર જાણી શકાય છે. તેઓએ કેવા કષ્ટ વેઠ્યા છે! કયાં ક્યાં કેવી કેવી બુદ્ધિને ઉપયોગ કર્યો છે? તેની પાછળ યુરોપના તે તે રાષ્ટ્ર તરફથી આર્થિક સહાય, સંરક્ષણ અને કાળજીભરી સંભાળ તથા બીજી સહાનુભૂતિઓ વગેરે કેવી રીતે મળતા હતા? તે પણ તે સાહિત્યમાંથી જાણું શકાય તેમ છે.
આ બધી જહેમત ઉઠાવવાને તેઓને એક જ હેતુ હતો કે “વેતપ્રજા ૧૪૯૨ થી આખી દુનિયા ઉપર પોતાની માલિકી માની ચૂકી હતી. તે માલિકીને પ્રત્યક્ષ આકાર આપવાના ભગીરથ પ્રયત્નોની એ પ્રાથમિક ભૂમિકા હતી. એ ભ્રમણ અને માહિતીસંગ્રહો સહેતુક અને સફળતા માટે હતા.
બીજા પ્રદેશોની વાત બાજુએ રાખીને આ પ્રયત્ન ભારતમાં કઈ રીતે શરૂ થઈને વિકાસ પામ્યા? તેને સંક્ષિપ્ત જરૂરી નિર્દેશ કરી દેવો જરૂરી છે. આ દેશનો વિકાસ આ દેશને પિતાની જ મિલકત માનીને આપણી પાસે જ કરાવે છે. પરંતુ પાંચ પાંચ વર્ષની વિકાસક જનાઓના મૂળ ખરડા તો પ્રજાના અગ્રેસર બ્રીટીશાએ જ તૈયાર રખાવેલા છે, તેને અમલ ઉત્તરાધિકારી પ્રાગતિક દેશીઓ પાસે કરાવાય છે. આ રહસ્ય સમજવાનું છે.
(૧) કોલંબસ અને વાસ્કેડી ગામા લગભગ ઈ. સ. ૧૪૯૨ માં આ કામે નિકળ્યા બાદ ઇ. સ. ૧૪૯૮ માં વાસ્કેડીગામા હિન્દના કિનારે ઉતર્યો. વાડીગામા હિન્દ આવતા પહેલા આફ્રિકામાં રોકાયો ને ત્યાં પોતાના મથકે સ્થાપ્યા.
(૨) ઈ. સ. ૧૬૦૦ સુધી માત્ર સામાન્ય વ્યાપારીઓ તરીકે સંસ્કારી દેશમાં તેઓએ ગુપચુપ કામ કરી પોતાના ઉપયોગની માહિતી એકઠી કરી. જેમાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક વિગેરે બાબતને સમાવેશ થાય છે. અકબર બાદશાહના મરણ પહેલા આ વખત છે.
(૩) ઇ. સ. ૧૬૦૦ માં રાણી એલીઝાબેથે ઈસ્ટઇન્ડિયાની કંપનીને દરિયાપારના દેશને પિતાના માનીને તેમાં વ્યાપાર કરવાના બહાના નીચે અધિકાર આપ્યા.
(૪) ઈ. સ. ૧૬૦૦ થી ૧૭૫૭ સુધીમાં વ્યાપાર કરવાની સાથે રાજ્યતંત્ર હાથ કરવાની પૂર્વ તૈયારીઓ ગૂઢ રીતે કરવાની હતી. તેથી તે સાલમાં પલાસીની લડાઈ થવા દીધી અને રાજ્યતંત્ર હાથ કરવાનો અમલ શરૂ કર્યો.
(૫) ઈ. સ. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધી ભારતીય નીતિરીતિ પ્રમાણે રાજ્યતંત્ર ચલાવ્યું, પરંતુ સાથે સાથે સમગ્ર પ્રાગતિક ફેરફારો કરવાની પૂર્વભૂમિકા પણ તૈયાર કરતાં રહ્યાં.
(૬) જેથી ૧૮૫૭ના ઘર્ષણ પછી પ્રાગતિક રચનાત્મક કાર્યક્રમોનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો. તેને લગતા સરકારી વિભાગો રચવામાં આવ્યા. માહિતીઓ એકઠી કરવામાં આવી. યુનીવર્સીટી સ્થાપી સ્વાનુકૂળ શિક્ષણ આપવામાં આવ્યું. કાર્યો, મ્યુનીસીપાલીટીઓ સ્થપાણી.
આજ્ઞાપ્રધાન તંત્રને બદલે ૧૮૮૦માં ચૂંટણીને કાયદો કરી લોકશાહીને પાયો નંખાયો, ધમગુરુ વિગેરેની મહાજનસંસ્થાની સામે એ પદ્ધતિની કેંગ્રેસ વિગેરે પિતાના આદર્શની સંસ્થાઓની સ્થાપનાને વેગ આપવામાં આવ્યો. એ રીતે તમામ બાબતોની પૂર્વ તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી. જેમાં ભવિષ્યમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તેને જ આગળ વધારવામાં આવે.
ભારતમાં ૪૫૦ વર્ષમાં બનેલા આ બનાવ ભારતના ઇતિહાસનું એક નવું અંગ બની રહે છે. તે ઘટનાઓ આકસ્મિક બની હોય તેવો ખોટે ભાસ વ્યાપ્ત કરવામાં આવ્યો છે. એ સર્વ ઘટનાઓ ભારતમાં અમલી બનાવતા પહેલા ધારેલાં પરિણામો લાવવા માટેની પૂર્વોજનાઓ ગુપ્ત રીતે તથા જાહેરમાં તૈયાર કરી. ભારતની તાત્કાલિન પરિસ્થિતિનો અભ્યાસ કરી તે વખતે ઘટતો અને સામાન્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org