SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૩ ] આના ઉપર આંતરિક રહસ્યોની સમાલોચના કરતાં લંબાણ થાય તેમ છે. પરંતુ આ બધી રાજરમતની ભાષા છે. દરેક શબ્દો માટે ભાગે દ્વિઅર્થી અને લલચામણું હોય છે. તે તે દેશના શિક્ષિતોને “આધુનિક પ્રાગતિક આદર્શ પ્રમાણે પોતાના દેશની ઉન્નતિ કરવાનું” શીખવ્યું હોય છે. તેની માંગણીને આત્મનિર્ણય કહેવામાં આવે છે. અને દમન મારફત તેની સાથે બીજી સ્થાનિક પ્રજાને જોડી દીધી હોય છે. “તે.સૌ પિતાનો આત્મનિર્ણય કરે છે, માટે અમે આપીયે છીએ” એમ કરીને વર્તમાન પ્રાગતિક આદર્શોની સ્કીમ આપી દેવાય છે. અને યુનોના સભ્ય બનાવી લેવાય છે. પછી નાણાં વગેરેની મદદથી તેમાં આગળ વિકાસ કરાવાય છે. તાબાના રાજ્ય છોડીને યુને મારફત સાર્વભૌમત્વ જમાવવાની પ્રજાની નવી રચના આ રીતે અમલમાં લવાઈ છે. ભારતને પણ આ મુદ્દા ઉપર જ સ્વરાજ્ય અપાયું છે. તે મુદ્દો હવે તેઓ સ્પષ્ટ કરે છે, જે તે વખતે ગૂઢ રાખવામાં આવ્યો હતા. જેથી આપણને ભ્રમણામાં રાખી શકાય છે, કે-“આપણે અહિંસક લડતથી રાજ્ય લીધું છે. આપણું નેતાઓના પુરુષાર્થથી વિદેશીઓને ભાગી જવું પડ્યું છે.” એમ ભ્રમણામાં રાખીને જે સ્વરાજ્ય પિતાને આપવાનું હતું તેને યશ દેશનેતાઓને આપણી પાસે અપાવીને તેઓ નવી ભ્રમણા ઉભી રાખે છે. પરંતુ અહિ મુખ્ય મુદ્દા આપણે ગોવા વિષે છે. તેની સ્વતંત્રતાની હિમાયત પહેલા ઠરાવ ઘડીને સંસ્થાનવાદ કરતાં ગેવાનો પ્રશ્ન જુદો પાડે છે. અને ૧૪૯૨ ના મૂળ બુલથી જે જુદાપણું છે તેને યુનો જીવંત રાખે છે તેને સ્વતંત્રતા આપી દેવાની અને દમન ખેંચી લેવાની ભલામણું કરે છે. તેમાં બીનશરતી કે ઝડપી એવા શબ્દો વાપર્યા નથી. આ બીજ ઠરાવમાં ગોવા જેવા અને તાબાના દેશે એ બબ્બે મળીને ચાર શ દે ખાસ મહત્વના છે. ગાવાને તાબાના દેશ માને છે. સંસ્થાન તરીકે યુને સ્વીકાર કરતું નથી. આ તેના એકને બદલે બે ઠરાવ કરવામાં ખુબી છે. વગેરે ઘણું સમજવા જેવું છે. ગાવામાં રાજ્યદ્વારી કેદીઓની મુક્તિઃ પિોર્ટુગલમાં થયેલી મનાતી જાહેરાત મુંબઈ તા. ૨૮-૧૧-૬૦ અહીં મળતા સમાચાર મુજબ ગોવાના દૈનિક “ ડાયરી એડી. નાઈટ” માં છપાયેલા અહેવાલ પ્રમાણે જેમણે હિંસક કે ભાંગફોડની પ્રવૃત્તિમાં ભાગ ન લીધે હોય એવા ગોવાના તમામ રાજદ્વારી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત પોર્ટુગલમાં થઈ ગઈ છે.” આ મુક્તિનો અર્થ એ થશે કે જેલમાંથી છુટેલા રાજ્યદ્વારી કાર્યકરોને તેમના રાજ્યકીય હક્કો ફરી પ્રાપ્ત થશે. ભારતમાં રહેલા ગાવાના રાજ્યકીય કાર્યકરો તેમના વતન પાછા ફરી શકશે. કારણું જેમની સામે કેસ કરવાના છે તે પડતા મૂકવામાં આવશે અને જેમને કેસ ચાલે છે, તે રદ થશે. આ અહેવાલ જણાવે છે, કે-હવે ગાવાના રાજકીય કાર્યકરોને દાક્તરના અને વકીલાતના ધંધાઓ કરવા દેવાશે અને બંધારણીય રાજકારણમાં ભાગ લેવા દેવાશે. તેમને મતાધિકાર અને ચુંટણીમાં ઉમેદવારી કરવાની છુટ મળશે.” મુંબઈ સમાચાર તા. ૨૯-૧૧-૬૦ દમનને સ્ટેટ પુરો થયો હવે હીલચાલ કરનારાઓને સારા સ્થાનો-ઉંચા હોદ્દા અપાશે. ૧૮૫૭ના બળવા પછી રાણી વિકટોરીયાના ઢંઢેરામાં અને ભારતને સ્વરાજ્ય આપતી વખતની કેદીઓની મુક્તિની ભાષા અને મુદ્દા પણ આવાજ છે. કેમકે એ દમન માત્ર નવી રાજ્યનીતિના પલટાના સ્ટંટે જ હોય છે. એ હવે સ્પષ્ટ સમજાશે. આના ઉપર વિશેષ ટીકા કરવાની જરૂર નથી. ૫ “તા. ૩૦-૧૧-૬૦ લિબનમાં પોર્ટુગીઝના વડા પ્રધાન ડો. એન્ટોની ડી. એલીવરા સાલાઝારે પોર્ટુગલના આફ્રીકી પ્રદેશ માટે આત્મનિર્ણયના કોઈપણ જાતના ખ્યાલને અસ્વીકાર કર્યો હતો. આ નિવેદન મહત્ત્વનું છે. તેનું મથાળું-ગોવા જેવો નાનકડે પ્રદેશ ભારત માટે કશા મહત્ત્વને નથી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy