________________
{ ૧૦ ] ઘણું જ ઘાતક છે. બહારના પ્રચાર માટે કોઈપણ બાબત ઉપડે એટલે તેને શાસ્ત્રના પ્રમાણેથી જેમ તેમ કરીને પિષણ આપવા બહાર પડવાની રીત કેટલી બધી ઘાતક છે ? તેને આજે જરાપણ વિચાર કરવા ભવાની રીત દેખાતી નથી.
૭. વળી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પણ શ્રી માર્ગદ્વાત્રિ શિકામાં કેટલાય બંધારણીય સૂચને આપેલા છે. તે પણ ધ્યાનમાં લેવા જેવા છે.
ભાવાર્થ:–“ જેને સર્વથા નિષેધ કે વિધિ આગમાં લેવામાં ન આવે ત્યારે લાભાર્થી વેપારીની જેમ લાભાલાભ જોઇને વર્તવું.” તથા “પ્રવાહથી ચાલ્યું આવતું હોય અને જેનો નિષેધ ન જણાતો હોય, તેથી જ ડાહ્યા સમજુ લે કે તેને પોતાની બુદ્ધિથી છેટું કરાવતા નથી.”
એટલે કે જેમાં શિષ્ટ પુરુષોની સમ્મતિ હોવાની શંકા હોય, તો પણ તેને દૂષિત કરવામાં અન્યાય છે. તે પછી તેને વિષે બટાપણાને નિશ્ચય કેમ કરી શકાય ?
એ માટે કહ્યું છે કે-(ભાવાર્થ) જે સૂત્રમાં વિહિત કર્યું ન હોય, તેમજ જેને નિષેધ ન કર્યો હેય ને લઠેમાં ઘણા વખતથી રૂઢ થઈને ચાલ્યું આવતું હોય, તેને પણ ગીતાર્થ પુરુષે પિતાની બુદ્ધિની કલ્પનાઓથી દૂષિત કરતા જ નથી.” આગળ જતાં ત્યાં જ જણાવ્યું છે કે –
મા–મેતુ : જિન-મરચા વિચ
स तु सुन्दर-बुद्धयाऽपि क्रियमाणो न सुन्दरः ॥ २६ ।। અર્થ:–“પિતાની બુદ્ધિથી જે કઈ ચાલ્યા આવતા માર્ગમાં જુદા પડવાની કલ્પના કરવામાં આવે છે તે સારી બુદ્ધિથી કરવામાં આવે તે પણ સારી ન માનવી.” | ભાવાર્થ –“માટે (પરંપરાગત વહેતા શાસનના પ્રવાહરૂ૫ ) માર્ગમાં (ચાલુ) આચાર અનુસરીને ચાલતી માર્ગદષ્ટિએ કરીને જ મેક્ષની સંપત્તિએ પામી શકાય.” ૩ર.
૮. માટે જેનશાસન એક બંધારણીય સંસ્થા છે. તેમાં જેમ બને તેમ અા જેને બુદ્ધિભેદ ન થાય. તેમ વર્તવાની પણ ઘણું કાળજી રાખવી પડે છે. અને આજે તે બુદ્ધિભેદ કરવાના ખંજરને વરસાદ વરસી રહ્યો છે. એમ કરીને આખું શાસન તંત્ર જ ઉડાવી દઈ વર્તમાન આંતરરાષ્ટ્રીય કાયદા અનુસારનું શાસન ધર્મક્ષેત્રમાં પણ ચાલુ કરી દેવાની મજબૂત ગોઠવણે ચાલુ રહી છે. ધાર્મિક ટ્રસ્ટને લગતા કાયદા સ્વરૂપના જ છે. તેને સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાથી બરાબર સ્પષ્ટ રીતે આ રહસ્ય સરળ રીતે જ સમજી શકાય તેમ છે. તેમાં જરાપણુ શંકા કરવાને કારણ નથી.
૯. તેમ છતાં આચરણામાં કોઈ ફેરફાર અનિવાર્ય રીતે કરવાની આવશ્યકતા હોય તે પણ જેમ બને તેમ તે ન કરતાં ચાલતું હોય તેમ ચાલવા દેવું. છતાં જરૂર પડે તે જૈનશાસનના બંધારણીય નિયમો અનુસાર અવિધિથી કરવું. તે વિરોધ શાસન સાપેક્ષ ગીતાર્થો કે પૂર્વના ગીતાર્થોના વફાદારને હેવો જોઇએ.
૧૦. સ્થાનક્વાસી, તેરાપંથ વગેરેએ શાસન પરંપરાથી જુદા પડીને અને નવા સંપ્રદાયો ઉભા કરવાથી મહાશાસનની કેટલી આશાતના થઈ છે ? તે જેમ જેમ વખત જતો જશે તેમ તેમ વધારે સ્પષ્ટ થતું જશે. પ્રથમ તો શાસનભેદ જ ન કરાય. નયસાપેક્ષપણે વર્તી શકાય, અને ત્યાગ: તપમાં સ્થિર રહેવામાં કે કોઈને ના પાડતું નથી. પરંતુ નવા નવા ભેદ ઉભા કરવા એ પ્રભુની પણ આશાતના .
આ આપણે સમજવું જોઈએ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org