________________
[ ૧૮૪] હોય છે. એક જૈન કુટુંબનો યુવક જૈન-ધમ તરફ ગમે તેટલો અશ્રદ્ધાળુ બન્યો હોય, છતાં જે તે બેરીસ્ટર થાય, કે મેટો મીલ ઉદ્યોગપતિ બને, તે તેને “જૈનની ઉન્નતિ થઈ.” એમ માનતા હોય છે. સમૃદ્ધ જૈન માનતા-મનાવતા હોય છે. આમ પૂર્વ-પશ્ચિમનું જ અંતર આદર્શોમાં જ ગોઠવાયું છે. ત્યાં બનેયને મેળ શી રીતે બેસે ? છતાં તે મેળ બેસાડવાના પ્રયત્નો વિદેશીયોને છે.
- ૨ એમ કરીને તેઓ મૂળ વસ્તુઓને ઉડાડી દેવરાવવા ઈચ્છે છે. ત્યાં સુધી આવી સંસ્થાઓને પ્રતિષિત રીતે જીવાડીને ટકાવી રાખવાનું લક્ષ્ય પણ તેએાનું છે. પછી તે તે નવી સંસ્થાઓનું પણ વિસર્જન કરવાનું છે. આ તરફથી શ્રી સંધ અને શાસનમાંથી મૂળભૂત બાબતેને ટકાવનારા મજબૂત આગેવાને ઓછા થતા જાય, તથા નવા શિક્ષિતોની ભરતી સારી રીતે તેઓને સ્થાને થતી જાય, પછી તે સંસ્થાને પ્રતિનિધિ ગણી લઈ, તે સંસ્થાઓને રાજ્યસત્તાનો ટેકો આપી મૂળભૂત પરંપરાગત સંસ્થાના બધા તી. મંદિરે, ભંડારો વિગેરે મિલ્કતો આદર્શોઃ ભંડારોઃ વગેરે ઉપર સત્તા સ્થાપિત થઈ જાય. પછી તો સત્તાની બહાર કાંઈ જ ન રહે. કરોડો વર્ષનું આખું તંત્ર તેમાં જ સમાવેશ પામી જાય. ને નવી સંસ્થા વિદેશીય સત્તાઓ સાથે જોડાઈ જાય. યુને. વગેરે દ્વારા બ્રીટીશ પાર્લામેન્ટ અને ઈ. સ. ૧૪૯૨ ની ઘટના સાથે જોડાઈ જાય.* આમ લોકે જ નહીં, પણ આ સંસ્થા જૈન-ધમ અને ચાર પુરુષાર્થના સર્વ અંગોને લુપ્ત કરવા માટેનું વિદેશીયોનું અસાધારણ સાધન છે. આ બીજો હેતુ છે.
- ૩૧ આ વસ્તુઓ સંસ્થાના એકેએક ઠરાવમાંથી વ્યવસ્થિત રીતે વિચારતાં બરાબર મળી શકે છે. “ધર્મ પ્રમુખ ચારે પુરુષાર્થે સિદ્ધ કરવાને વિદ્યાદાન જેવા પુણ્યક્ષેત્રમાં પોતાના પૈસાને સદુપયોગ કરવાને ભાવિ ગૃહસ્થોને આ કોન્ફરન્સ ભલામણ કરે છે.” પરંતુ વિદ્યા કોને કહેવી? શું હાલની કેલવણું ચાર પુરુષાર્થની સંસ્કૃતિને પોષક છે? કે પછી નાશક છે? તેને જ કોઈએ વિચાર કર્યો નથી હોતો. જનશાસન તો જન-ધર્મના મુખ્ય ચારિત્ર ખાતર સમ્યગજ્ઞાનની આવશ્યકતા સ્વીકારે છે. ત્યારે જૈન એજ્યુકેશન બોર્ડ પઢમં નાણું તઓ દયા એ નયસાપેક્ષ વાકય આગળ કરીને જ્ઞાનને અને તેમાં પણ આધુનિક શિક્ષણને મુખ્ય સ્થાન આપે છે. ધાર્મિક બાબતોને હાથે કરીને આગળ રાખવાનો હેતુ તો માત્ર ધાર્મિકોને આકર્ષવા પૂરતો જ છે. કેમકે ધાર્મિક બાબતને આગળ રાખ્યા શિવાય મોટા ભાગના લકે એક પણ વાત સાંભળે તેવી હજી સ્થિતિ થઈ નથી.
એજ્યુકેશન બોર્ડ કેવા કેવા પાઠ્ય પુસ્તકે રાખી જૈન–શાસનને કેટલે બધે અન્યાય પહોંચાડ્યો છે? તે હકીકત તો શી રીતે એ સંસ્થાના ઇતિહાસકાર લખે ? આધુનિક કેળવણી ફેલાવવાનું લક્ષ્ય તો વિદેશીયોનું જ હતું. તેઓનું જ કામ જૈન કેન્ફરન્સ કરતી હતી ? કે બીજુ કાંઈ?' ધંધાદારી લોકેને બેકાર બનાવે, અને શિક્ષણ આપી પોતાના ધંધાઓમાં લઈ બીજાઓને બેકાર બનાવે. તે જાતનું શિક્ષણ અપાવવાને પ્રચાર જેન–૦ કરે. પિતાની સંસ્થા હોવાનું મનાવવાથી લેકે વિશ્વાસમાં પડી ઠગાય.
જિર્ણોદ્ધારને પ્રમ:-નવા મંદિરે કરવા સામે આજના પ્રગતિના પ્રેરક કટાક્ષ છે. તેને સ્થાન આપવા જિર્ણોદ્ધારના પ્રશ્નને આગળ કરવામાં આવેલ છે. જિણોદ્ધાર એ અત્યન્ત આવશ્યક છે. તેમાં બે મત નથી. કેમકે તેમાં કેટલાક સ્થાયિ પ્રાચીન મહત્ત્વના તીર્થોને પણ સમાવેશ થાય છે. પરંતુ નૂતન વિચારની આ સંસ્થા પિતાના હેતુને લક્ષીને એ પ્રશ્ન આગળ રાખે છે. નવીન શ્રી સંઘમંદિર સામે તેનો વિરોધ વ્યક્ત થતો જાય છે. મ્યુનિસિપાલીટી વિગેરે તેને માટે મોટા મોટા શહેરોમાં પરવાનગી પણ આપતી નથી. આમાં જમીનમાલિકીના હકક વિગેરેના પ્રશ્નો સંડોવાયેલા તો છે જ. પબ્લીક ટ્રસ્ટ એકટ દ્વારા ધાર્મિક મિકતો પણ હાથ કરવાની તક ઉભી થઈ છે.
* જ્યારે મૂળભૂત પરંપરાગત સંસ્થાઓનું જોડાણ શ્રી આદીશ્વર પ્રભુની મૂળભૂત રચના સાથે
જોડાયેલ છે. તે ૧૪૯૨ સાથે જોડાઈ કવેત પ્રજાની માલિકીની વસ્તુઓ બની જાય. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org