________________
( ૧૮૨] અને ધાર્મિક સંપત્તિઓ એ પાંચ ધમ પુરુષાર્થના અંગની દૃષ્ટિથી અને જેન-શાસન છે, એ દષ્ટિથી તુલના કરવા જતાં એ પુસ્તક ઘણું-ઘણું જુઠાણું અને ખોટા ખ્યાલોથી તેમજ લોકોને ખોટી દોરવણી આપવાના વિધાનોથી ભરચક ભરેલું છે, તેના ઉપર સમાલોચના કરવા જતાં એક બહુ મોટું પુસ્તક થઈ જાય તેમ છે. તેથી તેવી સમાલોચના કરવાનું આ એગ્ય સ્થળ નથી. તેથી આધુનિક પ્રાગતિક આદર્શોને પ્રચાર કરનારી નવીન ઢબની સંસ્થાઓમાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ જુની સંસ્થા છે, જે દરેક નવી સંસ્થાઓ મંડળોઃ સભાઓઃ સાઈટીઓઃ મૂળભૂત સંધ શબ્દનો દુરુપયોગ કરનારી નવીન પ્રકારના બહુમતવાદના આધાર ઉપરના સંધ નામની સંસ્થાઓ વગેરેની પ્રેરક તથા પિષક છે, દૂરદૂરથી ઈસ. ૧૪૯૨ સાથે જેને સંબંધ જાય છે.
જે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી: અને એસેસીએશન-ઓફ ઈન્ડિયા જેવી જુની સંસ્થાઓ પણ તેના ચેપથી બચી શકી નથી. તે સંસ્થાઓ ભલે પ્રાચીન કવરમાં પણ નવીન ઢબના ચેપથી ભરેલી અને લગભગ તેને દૂર દૂરથી સહાય કરનારી છે. આ અતિ ગૂઢ રહસ્ય છે. સૌરાષ્ટ્ર વિ૦ ના રાજ્યોના સેટલમેન્ટ અને એજન્સી પડવાના વખતથી તેને ઉપયોગ વિદેશીયાએ
યદામાં કરેલો છે. એટલે કે એટલા જ માટે એ સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. એમ કહીએ તો તે પણ યોગ્ય છે.
બીજી રીતે રાજ્ય સત્તાને આધીન ધાર્મિક ગૃહસ્થ વર્ગોને ધાર્મિક રીતે પણ અધિકાર નીચે લઈ, તેમની મારફત ભાવિ પરિવર્તન કરવાની સગવડ રહે.” માટે શાસનના સંચાલનમાંથી પૂજ્યશ્રમણવર્ગને જેમ બને તેમ દૂર રાખવાની ગોઠવણ કરી લેવા અને શ્રી જૈનશાસનના સંચાલનમાં ગૃહસ્થ વગરને દાખલ કરવા એ સંસ્થાઓ ઉભી કરાવી હતી.
શ્રીપૂ વગેરે ભલે આચારમાં શિથિલ હશે. પરંતુ શાસનના મૂળભૂત તના રક્ષણના પ્રશ્નો મુદ્દાઓ અને વહીવટ સીધા તેમના જ હાથમાં હતા. એટલે આખા વર્ગને તે ક્ષેત્રમાંથી ખસેડી દેવાની જરુર તે વિદેશીયોના વિચાર ક્ષેત્રમાં હતી જ. તેથી તેઓની શિથિલતાને આગળ કરીને ધાર્મિકવગના વિરોધને ઉત્તેજવો જરૂરી હતું
એ રીતે માત્ર કેટલાંક વર્ષો સુધી ત્યાગીઃ ક્રિયાશીલ મુનિવર્ગને આગળ લાવવાનીયે જરૂર હતી. તે વિના ચારેય તરફ ફેલાયેલ અને લાગવગ ધરાવતા તથા પરંપરાગત જવાબદાર અને જોખમદાર યતિવર્ગને ખસેડી શકાય તેમ ન હતો.
રહે એ હેતુઓથી એ બે કાંઈક નવી ઢબની સંસ્થાઓ ઉભી કરી. જુની તરીકે ઉત્તેજવામાં આવી હતી. તથા જગતશેઠના સત્તા અને સંચાલનને દૂર કરવા મુંબઈ અને તે મારફત ગુજરાતના શેઠે અને નગરશેઠોને તથા મહાજનોને આગળ કરવાની પણ તેઓને જરૂર હતી. આપણે આપણું નાના-મોટા હતુઓથી પરસ્પરમાં સંઘર્ષમાં ઉડતા” જણાતાં હતાં, અને સિદ્ધાંત ખાતર સંધર્ષના હેતુઓયે આગળ કરવામાં આવતા હતા. પરંતુ વિદેશી પિતાના ઉદ્દેશની દૃષ્ટિથી દૂર દૂર દોરીસંચાર કરીને, પક્ષો ઉભા કરીને એ પરિસ્થિતિ જન્માવી દેતા હતા.
૩૦ ત્યારબાદ કેન્ફરન્સને વારો આવે છે, તે સંસ્થા સામે મુખ્ય વાંધા બે છે–
૧) તે સંસ્થા આધુનિક આંતરરાષ્ટ્રીય અનાત્મવાદી પ્રાગતિક આદર્શોને જેમાં પ્રચાર કરી તેના હતુઓને બર લાવવા માટે વિદેશીઓએ બીજી અનેક સંસ્થાઓની માફક ઉભી કરાવેલી છે, એટલે વ્યક્તિઓના ગમે તે સારા અને ઉત્તમ ધાર્મિક હેતુઓ હોય, છતાં સંસ્થાના તે હેતુઓ બરાબર બર
આવતા જાય છે. તે નીચેના અવતરણ ઉપરથી બરાબર જણાઈ આવે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org