________________
[૧૭૭] માથું મારવાનું કે તે વિષે કાંઈ પણ બોલવાનેઃ તે વિષે સારું કે મારું કરવાનો પણ અધિકાર છે હોઈ શકે ? ન જ હોઈ શકે. નથી જ. તે જ પ્રમાણે પરંપરાગત સંસ્થાઓને નવીન સંસ્થાઓ વિષે કશો કે અધિકાર ન હોઈ શકે.
છે આ સરળતાથી સમજાય તેમ છે. કાયદાની દૃષ્ટિથી પણ સમજાય તેમ છે. સમાજવાદીઓની સંસ્થાની મિલ્કત બાબત સામ્યવાદી સંસ્થાને કોઈપણ બોલવાનો અધિકાર છે હોઈ શકે? રેલ્વે કંપનીની મિલ્કત વિષે એર-ઇન્ડિયા કંપનીને બોલવાને પણ અધિકાર છે હઇ શકે?
આમ છતાં, અન્યાયી પાયા ઉપર એ નવી સંસ્થાઓઃ સત્તાના અન્યાયી પીઠબળથી પરંપરાગત સંસ્થાઓમાં ગર્ભિત રીતે ખંડનાત્મક છતાં બાહ્ય રીતે રચનાત્મક દેખાતી ભાષામાં કરાયેલા ઠરાઠારા ઘુસણખોરી કરતી હોય છે. એ સ્પષ્ટ રીતે જ અન્યાયી અને ન્યાયી કાયદા નિરપેક્ષ તો હોય છે. ઉપરાંત અત્યારના કાયદા પ્રમાણે પણ બિનકાયદેસર હોય છે. એમ કેઈપણ સામાન્ય કાયદા જાણનાર વકીલ પણ કબુલ કરે તેમ હોય છે; છતાં આ વસ્તુ ચાલે છે. છડેચોક ચાલે છે. બડી ધૂમથી ચાલે છે. તે નવી સંસ્થાઓના આગેવાને સંચાલક અને સભ્યઃ વગેરે તે તે ધર્મના અનુયાયિઓ હોય છે. તેના નામ અને તેના ઉપરના વિશ્વાસથી તે સંસ્થાઓ ઘુસણખોરી કરી શકતી હોય છે. નામ તથા
સામ્યથી ભૂલાવામાં પડીને કેટલાંક સરળ આગેવાને કાયદેસર વાંધો ન લેતા હોવાથી એ ઘુસણખોરી ચાલતી પણ હોય છે. કેટલાંકને કાયદેસરપણાને કે અકાયદેસરપણાનો ખ્યાલ જ હોતો નથી. આથી આ જાતની જોહુકમી અને અંધાધુંધી ચાલી શકતી હોય છે. વર્તમાન સત્તા ૫ણ “ તે નવી સંસ્થાને પરંપરાગત સંસ્થાઓમાં પણ પ્રતિષ્ઠા મળે” તેવી રીતે તે નવી સંસ્થાઓના સંપર્કમાં રહેતી હોય છે. તે સંસ્થા મારફત ધાર્મિક કાર્યો પણ કઈ કઈ કરી આપતું હોય છે. જેથી કેટલાંક ધાર્મિક લોકો તેથી લલચાઈને તેને વળગતા રહેતા હોય છે. આમ પણ ગોલમાલ ચાલતી હોય છે.
૮ તે નવી સંસ્થાના આગેવાનો કે સો; પરંપરાગત સંસ્થામાં અનુયાયિ તરીકેના અને હિતકરનાર તરીકેના અધિકારથી આવી શકે છે, બેસી શકે છે, અને આજ્ઞાનુકૂળ પિતાનો અભિપ્રાય પણ આપી શકે છે, માત્ર તે નવી સંસ્થાના કાર્યવાહકે; કે સભ્ય તરીકેના અધિકારથી પરંપરાગત સંસ્થામાં આવી પણ શકતા નથી. ને બેસી પણ શકતા નથી. તેમજ કાંઈ પણ બોલવાને અધિકાર પણું ધરાવી શકતા નથી. આ કાયદેસર સ્થિતિ છે.
૯ જેમ નવી સંસ્થામાં એઓ કામ કરનારા હોય છે, તે પ્રમાણે પરંપરાગત સંસ્થાઓમાં પણ તેઓ યે કામ કરી શકે છે, છતાં જુદી સંસ્થા ઉભી કરી શ્રી સંધમાં બે ભેદ શા માટે પાડવા? અને શા માટે વિદેશીયોની ભેદનીતિના શિકાર બનવું? પરંતુ આપણા ધણું શિક્ષિત ગણાતા ભાઈઓનું પણ આ વિષે ગાઢ અજ્ઞાન હોય જ છે. છતાં કેઈ આ સત્ય અને તેનું રહસ્ય સમજાવે, તે પણ તે સમજવાની કે સાંભળવાની પણ તૈયારી ન બતાવતાં કેઈ કે તે નકામી–વગર સમજણની તકરાર કરવા તૈયાર થઈ જાય છે. અને “જૂનવાણી રૂઢીચુસ્તપણું ” અથવા “પ્રાગતિકઃ” “એકતા” “જમાનાને અનુસરીને ” એવા એવા અર્થ–શૂન્ય પણ શબ્દ ઘણા અર્થથી ભરેલા હોય તેમ સમજીને વગર સમયે બોલવા લાગી જાય છે, કારણ કે આ નવી સંસ્થાઓ શા માટે? કેવા દૂરંદેશીપણાથી ? ઉભી કરવામાં આવી છે? તેનો પણ તેને ખ્યાલ કે જ્ઞાન હોતું નથી. તેઓ પણ બીજી તેવી મોટી નવી નવી સંસ્થાઓનું આંધળું અનુકરણ કરતા હોય છે, અને તે મોટી સંસ્થાઓ પણ એ જ રીતે ઊભી કરવામાં આવેલી હોય છે. આમ આંધળે બહેરું કૂટાતું હોય છે. અને વિદેશીઓ નવા નવા સ્ટ2 ઉભા કરીને. નવા નવા વિચારોઃ નવા નવા કાર્યક્રમઃ નવા નવા વાદઃ નવા નવા આદર્શાઃ લાવતા હોય
છે.ને આવી સંસ્થાઓ તે સર્વને બ્લેટીંગ પેપરની જેમ ઓચછે વધતે અંશે ચૂસી લેતી હોય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org