________________
[ ૧૫૯ ]
પરિવનાને નામે ક્રમે ક્રમે મન ફાવતુ. શક્ય પરિવર્તન કરી-કરાવી રહ્યા છે. અને તદ્દનુકૂળ કાયદા કરી-કરાવી તે દરેકને કાયદાસર હોવાનુ' ધરાવે છે. છતાં ધર્મ વિના તેઓને પણ ચાલતું નથી. નહીંતર, પ્રગતિ પણ શા માટે ફેલાવવી? માનવાના સુખ માટે! પણ એવા વિચાર પણુ ધર્મ વિના કાને અને શા માટે આવે? એમ શા માટે કરવું? · માનવા પાતે પેાતાના સ્વાર્થ માટે યાગ્ય વ્યવસ્થા સ્વીકારે તેમાં ધર્માંની જરૂરીયાત શી ? ’ આ પ્રશ્ન પણ ઉભા રહી શકતા નથી, કેમ કે—તેમાં પણ ક્રાઇ ને કાઇ માનવાને કાઈ ખીજા માનવા માટે ઉદારતા રાખવી પડતી હોય છે. ખીજાને માટે સહન કરવું પડતું હાય છે. પરાપકારને સ્થાન આપવુ પડતુ હોય છે. જેના તરફથી સ્વા સફળ થવાને ન હાય, તેને પણ સહાય કરવાની વૃત્તિ થાય છે. રાખવી પડે છે, એ વગેરેમાં ગમે ત્યાંથી પણ થાડે! ઘણું! ધમ પ્રવેશે જ છે. એમ હરેક રીતે વિચારી જોતાં આદિમ–પ્રભુની વ્યવસ્થા એ જ પ્રમાણભૂતઃ સર્વોપરિ: વ્યવસ્થિતઃ સાંગાપાંગઃ માર્ગાનુસારીઃ અને સદામ ગળમયઃ દુઃખ દૂર કરી સુખ આપનારી વ્યવસ્થા છે. તે શિવાય બીજી ક્રાઇ વ્યવસ્થા યોગ્ય અને શકય નથી જ. આ સૂક્ષ્મ રહસ્ય છે.
નિષ્કામ કર્મઃ હરિનામઃ પરમાત્માને સમર્પણ: રામનામ: આત્માપણું વગેરે આના જ નામાન્તરે છે.
ભારતના નવા બંધારણમાંથી ધર્મ અર્થ કામ અને મેક્ષ એ ચારેય પુરુષાર્થી ઉડાડી દઇને ભારતની મહાપ્રજા ઉપર સખ્તમાં સખ્ત વિદ્યુત્પાત કરવામાં લાડ વેવેલ, ઈંગ્લાંડની સરકાર, અમેરિકા અને એકંદર જગત્ની શ્વેત પ્રજા, યુ. એન. એ. વગેરે ભારે સમૂળ થયા છે અને તેથી રાષ્ટ્રવાદી કોંગ્રેસીએઃ સમાજવાદીએઃ સામ્યવાદીઓઃ સૌંદયવાદીએઃ વિશ્વશાંતિવાદીએઃ જાણતાં-અજાણુતાં રાજ રાજી થયા છે. કારણ કે તે દરેકમાં બે જાતના વર્ગો છે. આત્મવાદી આસ્તિકા અને અનાત્મવાદી આસ્તિકા. બીજા અર્થીમાં ધર્માંતે ન માનનારા માટે નાસ્તિક્રા. ધર્મને ન માનનારા તે જાણીને રાજી થયા છે. ધર્મને માનનારા અજ્ઞાનભાવથી વિદેશીય ઇંદ્રજાળની પ્રપંચમય માયાથી ગાઈને-અજાણપણાથી રાજી રાજી થઈ ગયા છે. સ્વરાજ્ય અને સ્વતંત્રતાના શબ્દથી લાભાઇ ગયા છે. એટલે આજના પ્રતિવાદી પાંચેય વાદના રસીયા બન્નેય પ્રકારના એક જ સૂરથી સ્વરાજ્ય મળવાથી નાચી-કુદી રહ્યા છે. માત્ર ચાર પુરુષાર્થની સંસ્કૃતિના પક્ષકારા આંખમાંથી આંસુ સારી રહ્યા છે. અને તેમાંના પણ અાણુ લેાકેામાંના કેટલાક ખાટુ' ખાટુ' હસીયે રહ્યા છે. તે કેટલાક મુંઝાઇ રહ્યા છે. આ આજની સ્થિતિ છે, ત્યારે પેાતાના ભલા માટેનું સ્વરાજ્ય ભારત જેવા દેશમાં સ્થાપી શકવા માટે જગતભરના શ્વેતપ્રજાજને પણ ખુશ ખુશ થઇ ગયા છે. અને ભારતની પ્રગતિના મુક્તકંઠે વખાણ કરતા ધરાતા નથી. અને તે પ્રગતિને રથ ચલાવનારા ભારતના વર્તમાનત ંત્રના સચાલક મેાવડીઓના યશોગાન ગાતા ધરાતા નથી.
પરંતુ ધર્મ વિના માનવી વ્યવસ્થાની સંભાવના જ નથી. એ સત્ય સદા સનાતન છે. ભલે આજે ભારતના ધર્મપ્રધાન પ્રજાના બાળુડાઓને શિક્ષણુ-ધધા–જાહેર પ્રચારદ્વારા આત્મવાદ અને તેનું જીવન ભૂલાવવામાં આવે, ભલે અનાત્મવાદનું પ્રાગતિક જીવન જીવવાની કેળવણી, જ્ઞાન અને તાલીમ આપવામાં આવે, અને દેશભરમાં તે જાતના વ્યવહારી, ધંધા સ્થાપવામાં આવે, ભલે ધર્માંના પાયા તાડવામાં આવે, પરંતુ અહીં નહિં તે છેવટે પોતાના દેશામાં અને પોતાની પ્રજામાં તેા ધર્મપ્રધાન ચાર પુરુષાને જીવંત રાખવાના પ્રયાસા શ્વેતપ્રજા છેાડી શકે તેમ નથી. નવા બંધારણમાં ભારત સંસ્કૃતિ માન્ય ધ ન્યાય—નીતિ–સદાચાર વગેરે શબ્દના અર્થો સ્વીકારાયા નથી. તેમજ કાઇ નવા અર્થા પણ કરવામાં આવ્યા નથી. આજે તે મેધમ રાખવામાં આવ્યા છે. પરંતુ તે પણ અશ્વેત પ્રજાની અવનતિને ચાકડે ચડી ગયા પછી, તેઓને મૂળ અર્થ જ પાછા બહાર લાવવા પડશે, નહીંતર શ્વેતપ્રજા પણ વિનાશના ખપ્પરમાં હોમાઇ ગયા વિના રહે જ નહીં.
કારણુ કે ધર્મ જ સદા રક્ષક છે. સત્ર વિજ્ઞાના અને પ્રયાસે તેમાં જ પરિણમે. તેા જ માનવજાતને
For Private & Personal Use Only
Jain Education International
*www.jainelibrary.org