________________
(૧૫૮] અને તેમાંની મેક્ષાનુકૂળ આગળના જીવનક્રમો પણ વિકાસ પામે, માટે મર્યાદાઓનું નામ માર્ગનુસારિતાદ વ્યવહારઃ શુદ્ધ વ્યવહારઃ સદ્વ્યવહારઃ સંસ્કૃતિ વગેરે છે.
૨ જેમ “આત્મા છે' ઈત્યાદિ સમ્યગ્દર્શનના છ સ્થાન છે. તે જ પ્રમાણે “આત્મા નથી' ઇત્યાદિ મિથ્યાદશનના છ સ્થાને છે. મિથ્યાદર્શનના છ સ્થાને ઉપર જણાવ્યા તેવા માર્ગાનુસારી કે માર્ગનિષ્ટ સદ્વ્યવહાર ઉત્પન્ન જ ન થવા દે. અથવા ઉત્પન્ન થયા હોય તો તેને નાશ કરે. પરંતુ જે તે છ સ્થાનો ઉપરના સવ્યવહારે જીવનમાં ચાલુ હોય, અજાણતાં પણ બાળકાદિમાં ચાલુ હોય તો પણ તે જીવોને મિથ્યાભાવના તે છ સ્થાનેથી દૂર રાખે છે. અથવા મિથ્યાદશનના છ સ્થાનને તેનાથી દુર રહે છે. અથવા તેને દબાવી રાખે છે. તેની ઝેરી હવા તે આત્માને સ્પર્શવા આવી શકતી નથી.
ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી મહારાજાએ શ્રી અધ્યાત્મસારના મિથ્યાદર્શન પ્રકરણમાં મિથ્યાત્વના છ સ્થાને વડે શુદ્ધ વ્યવહારોલંધન–સદ્વ્યવહારોલંધન–સદ્વ્યવહારોને નાશ જણાવેલ છે. અને સદ્વ્યવહારોના પાલનને મિથ્યાત્વવંસી-મિથ્યાત્વનો નાશ કરનારા જણાવેલા છે. શ્રી ટીકાકારે ત્યાં વ્યવહારને અર્થ: દેશવિરતિ સર્વવિરતિના વ્યવહાર ઉપરાંત માર્ગાનુસારી ખેતીઃ ન્યાયઃ વગેરે અને બીજા સદ્વ્યવહાર પણ જણાવેલા છે. અપેક્ષાએ તે બરાબર બંધ બેસે છે.
આજકાલ તો નવા બંધારણના આધારે ધમથી અનિયંત્રિત વ્યવહાર સ્થાપવામાં આવે છે. તેને આપણે તો વ્યવહાર જ કેમ કહી શકાય ? ઉન્માગ જ કહી શકાય. આજે તે નવા વ્યવહારનો આધાર મિથ્યાત્વના છ સ્થાન ઉપર સ્થાપિત કરવામાં આવે છે; પરંતુ ન્યાય, નીતિ, સદાચાર, પોપકાર, ગ્ય મર્યાદાઓ, વગેરેનું ધમ વિના અસ્તિત્વ જ સંભવતું નથી.
જે ધર્મ નથી, તે સુરાજ્ય, વ્યવસ્થા, સુસામાજિક વ્યવસ્થા, સુઆર્થિક વ્યવસ્થાને સ્થાન જ નથી. કેમ કે-ધમની આવશ્યક્તામાંથી જ તે સવ જન્મી શકે છે. તે વિના તેઓની સંભાવના જ નથી.
લે કે-સુલેહ, શાંતિ જાળવે, માટે રાજ્યની જરૂર છે.” પરંતુ “સુલેહ-શાંતિ, જાળવે તો દીક” એવો વિચાર જ શા માટે થાય? કોને થાય ? તે સ્થિતિમાં ચોરી; વ્યભિચાર, વગેરેનું અસ્તિત્વ જ ઊભું થતું નથી. અન્યાય, અનીતિ, લુંટ, વગેરેનું અસ્તિત્વ જ ઉભું થતું નથી, એક માણસ ખાતો હાય, તેના હાથમાંથી બીજો માણસ ઝુંટવી જાય તેને ચેરી; લુંટ; એવું નામ જ શા ધરણે આપી શકાય ? એમ એમ ઠીક લાગ્યું માટે એણે એમ કર્યું તેમાં ચારી શી ?' પરંતુ ચોરી અચેરીઃ
ટ: રક્ષણઃ મર્યાદા: વ્યભિચારઃ ન્યાય: અન્યાય: વગેરે બાબતો ને તેની સમજ જ ધર્મના અસ્તિત્વથી ઉદભવ પામેલી છે, ધર્મ જ તેને જગમાં બતાવી શકે છે, એટલે માનવી વ્યવસ્થા એક યા બીજા રૂપે ધર્મ વિના ઉદ્દભવી શકતી જ નથી.
પરત બીજી પ્રજાઓને નષ્ટ કરવાના ઉદ્દેશથી ધર્મથી અનિયંત્રિત સેક્યુલર-જીવન વ્યવસ્થા પ્રગતિને નામે ફેલાવવામાં આવે છે. અને તે શ્રી ઋષભદેવની વ્યવસ્થા સામેને, તેનાથી વિરૂદ્ધને મોટા પાયા ઉપરને એક સ્ટંટ જ છે. આ બહુ જ સમજવા જેવું રહસ્ય છે.
તેની પાછળ માત્ર ખ્રીસ્તી ગોરી પ્રજાના અંગત વિશાળ સ્વાર્થો ઈ.સ. ૧૪૯૨ ના બુલથી જેડાચેલા છે. તેને આધારે જગતના સર્વ પદાર્થો વેત પ્રજા પિતાની માલિકીના માની લઈને, કાયદા અને
१ एतैः षड्भिः स्थानर्भवेच्छुद्धव्यवहारविलधनम् । “આ છ સ્થાન (આત્મા નથી” વગેરે) શુદ્ધ વ્યવહાર તોડે છે.” २ अयमेव तद्ध्वंसी स्यात् सदुपदेशत ।
“સદુપદેશપૂર્વક આ શુદ્ધ વ્યવહાર તેને-મિથ્યાત્વને વંસીનાશ કરનાર થાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org