SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫] દાએ? વગેરે રહી શકત જ નહીં. માનના શાંતઃ નીતિયુકતઃ પરેપકારપ્રવેણુ આધ્યાત્મિક વિકાસયુક્ત જીવન બનત નહીં. એ સ્થિતિમાંથી ઉગારી લેવા ઉપકારી મહામાં પુરુષોનું એ કામ તેઓ સિવાય આવડી મોટી ગોઠવણ કરી કોણ કરી શકત? કેણ કરી શકે? ૪ જો કે આ સર્વ પ્રવૃત્તિઓમાં દેખાતી રીતે હિંસાઃ આરંભ-સમારંભઃ ઉથલ-પાથલ વગેરે જોડાયેલા છે જ. છતાં તે વ્યવસ્થા કર્યા વિના જે મહા અવ્યવસ્થાઃ મહહિંસાઃ ચોરીઃ મારામારી વ્યભિચાર, લુંટ વગેરે જેવી ભયંકર અવ્યવસ્થા હોત અને તેમાં જે મહાહિંસા: વગેરે પ્રવર્તત. તેની અપેક્ષાએ ઘણું જ ઓછી હિંસા અને ઓછા આરંભ–સમારંભઃ વગેરે આથી રહે છે. માટે એટલે અંશે ધર્મ થાય છે. એટલે અંશે નિવૃત્તિ છે, માટે નિવૃત્તિ-પ્રધાન એ પ્રવૃતિઓ છે. એ જ પ્રમાણે કુળાની વ્યવસ્થા ગ્રામ: નગર: વગેરેની વ્યવસ્થા વગેરે સ્થાપિત કરેલા છે. ચક્રવર્તિની રાજ્ય-વ્યવસ્થા તેમના પુત્ર ભરતચક્રી કરે છે. જેથી બીજા દેશોના આર્ય—અનાર્ય વગેરે લેકે પણ સંસ્કૃતિનું યથાશક્ય પાલન કરે, અને મર્યાદાઓને ભંગ ન કરી શકે. તથા સાંસ્કૃતિક જીવનનું વ્યાપક રીતે પાલન થતું રહે ને તેઓના જીવન પણ લાયક બને. આ કાર્ય તેઓનાં તીર્થકર તરીકેના કતવ્યમાં પણ સમાય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે–તેઓનું તીર્થંકર નામકર્મ આ રીતે સફળ થાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે ધર્મશાસન સ્થાપે છે, ત્યારે તે સર્વે માર્ગાનુસારી લૌકિક શાસને પણ તેના પટામાં સમાઈ જાય છે. ધર્મશાસનના અંગમાં સામાજિક શાસનઃ આર્થિક શાસનઃ રાજ્યશાસનઃ વગેરે સમાઈ જાય છે. અને તે સર્વે તીર્થકર નામકર્મના ઉદયના ફળ તરીકે થાય છે. આ શિવાય વ્યવસ્થા કરવાને બીજો ઉપાય જ ન હતા. આ ચાર પુરુષાર્થની વ્યવસ્થા જ સાંગોપાંગ સારામાં સારો ઉપાય હતો. એમ કરીને વિશ્વ ઉપર તેઓએ મહાનમાં મહાન અનન્ય ઉપકાર સદાને માટે કરેલો છે. તેમની રચના કૃત્રિમ નથી, કુદરત સાથે બંધ બેસતી છે. કષ, છેદ, તાપ, તાડન, સહન કરનારી છે. ૬ ત્યારપછીના ૨૩ તીર્થકરેએ પણ મહાધર્મશાસન સ્થાપવા સાથે જ આ ચાર પુરુષાર્થની સંસ્કૃતિને વ્યવસ્થિત થવામાં ને ચાલવામાં બળ પહોંચાડેલ હોય છે. કેમકે-ધર્મપુષાર્થ વ્યવસ્થિત થાય એટલે બીજ પષા સહજ રીતે જ વ્યવસ્થિત થાય. જેથી ન્યાયઃ નીતિઃ સદાચારઃ પ્રવર્તે છે. અહિં સત્ય વગેરે ગુણે પ્રવર્તે છે. હેતઃ પ્રેમ: આરોગ્ય: સંતેષઃ શાન્તિઃ પરોપકાર: વાત્સલ્યઃ દીધયુષ્યતાઃ સુલેહઃ સુવ્યવસ્થા વગેરે સહજ રીતે જ પ્રવર્તે છે. શ્રી તીર્થકરને પગલે ચાલીને સંખ્યાતીત ત્યાગી તપસ્વીઃ સંયમીઃ સ્ત્રી-પુરુષ મહાત્માઓઃ એ સર્વને ટકાવી રાખવામાં અંદગીભરના મનવચન-કાયાથી અસાધારણ ભેગો આપી પિતાના મહાપુરુષાર્થ પાથરે છે. તીર્થકરોની લેકોત્તર સાધનાના મહાફળનો અને સર્વ કલ્યાણકર ભાવ લોકપકારિતાનો વિનિયોગ આ રીતે વિશ્વભરમાં ફેલાય છે. તીર્થકરેએ બતાવેલા અર્થ: કામઃ પુરુષાર્થરૂપે છે, તે પ્રવૃત્તિઃ છતાં નિવૃત્તિના આધાર ઉપરની છે. ત્યારે આજની પ્રવૃત્તિઃ મહા આરંભ-સમારંભ હિંસારપ ભાવિ મહાપ્રવૃત્તિના આદર્શ ઉપર છે. આટલું આકાશપાતાળનું અંતર હોય છે. તેને ઉથલાવી પાડવાની યોજના તરીકે ઇ. સ. ૧૪૯૨ ના બુલમાંથી ૪૫૦ વર્ષથી પ્રગતિને નામે નવી જ રચના શરુ થઈ છે. જે આજના ઉન્માર્ગાનુસારી અશાંતિમય પ્રવૃત્તિનું મૂળ છે. જગત ઉપરના તે મહા અન્યાયનું ધર્મગુરુઓએ પરિમાર્જન કરવું જ પડશે. છે જે કે તીર્થકરના ધર્મોપદેશમાંથી એકાંત અને એકતરફી અનેક ધર્મો તથા સંપ્રદાયઃ નીકળ્યા છે. તેથી જે કે જગતને કંઇક નુકશાન થયું છે. પરંતુ તેની સાથે જ શાસનની મૂળ શુદ્ધ પરંપરાનું અસ્તિત્વઃ પણ તે સર્વની સાથે જ વિદ્યમાન છે. તેથી એ દોષ કંકાઈ જાય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainefbrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy