________________
[ ૧પ૩]
બતાવી શકાય છે. તે એટલેથી જ અટકતું નથી, પરંતુ વર્તમાન-આજના-શાસનને એમાંની કોઈ વસ્તુ ગમતી નથી. અથવા જગદગુરુ ભારતની આર્ય મહાપ્રજાનું ગુરુત્વ તોડી, પોતે જગદ્ગુરુ બનવાની તિની તરીકે પણ તેના ઉપર સત્તાથી કબજો મેળવી તેને તિરહિત કરવાની નીતિ છે. તે નીતિ સવથી અતિ ભયંકર છે.
તે સ્થિતિમાં આપણી ઉપેક્ષા આપણે તેના વ્યક્તિત્વ અને અસ્તિત્વને ભૂલી જઈએ એ આપણે માટે કેટલું બધું શોચનીય અને જગત માટે કેટલું ભયંકર ?
છે. આજે આપણે “ જેન–શાસનની જય” ઘણીવાર બોલાવીયે છીએ. શાસનની ઉન્નત્તિઃ પ્રભાવનાઃ વગેરે શબ્દો બોલીએ છીએ. “ શાસનની અપભ્રાજના જેવું કોઈ મહાપાપ નથી.” એમ પણ બોલીએ છીએ પરંતુ “તે વિશ્વવ્યાપક મહાશાસન તંત્ર છેઃ મહા સંસ્થા છેઃ ” તેનો આપણને ખ્યાલ પણ નથી. તેથી, તેની અપાજના કરનારા તત્વોને જાણતા-અજાણતા રસપૂર્વક હાદિક ટેકે આપતા હોઈએ છીએ. તેનું બીજું કારણ એ છે, કે-આજે શાસન શબ્દને સંઘ, શાસ્ત્ર, પ્રભુના ધર્મોપદેશઃ અર્થમાં ઘટાવી લઈ સંતોષ માની લઈએ છીએ. અને આજની ધાર્મિક સંસ્થાઓ પણ આજ્ઞાપ્રધાન બંધારણને બદલે બહુમતવાદ પ્રધાન વર્તમાન શાસનને રણે સ્થાપીને તેને ટકે આપીએ છીએ. જે બહુમતવાદની સંસ્થાઓ સ્થાપવાની બાબતને પ્રચાર જ “ આજ્ઞાપ્રધાન સંસ્થાઓના ઉછેર માટે” બહુ જ લાંબી સમજપૂર્વક કરવામાં આવેલ છે. ને તેને લગતા કાયદા કરવામાં આવેલા છે."
( શ્રી તીર્થકર ભગવંતે નમો તિચિહ્ય કહી શરૂઆતમાં જ જેને નમસ્કાર કરે છે તે વ્યક્તિગત સ્થાપક તીર્થકરોની અપેક્ષાએ અનાદિ અનંતકાલીન સદા શાશ્વત શાસનને તેઓ નમરકાર કરે છે. જેના આશ્રયથી પોતે પણ તીર્થંકર-પદ સુધી પહોંચી શક્યા છે. અને અનંત જીવો તેનાથી મોક્ષ પામ્યા છે ને પામશે. શાસ્ત્રરૂપી તીર્થ તે હજી હવે રચવાનું છે. અને શ્રી સંઘરૂ૫ તીર્થની સ્થાપના હવે પછી પિત કરવાના છે. તેથી તેને નમસ્કાર કેમ સંભવે ? યદ્યપિ ગૌણપણે તે નમસ્કાર સર્વ અંગોને સંભવે. શ્રી ગણધરે, આચાર્યો, ઉપાધ્યાય, અને તેના કર્તવ્ય તથા તેઓની આજ્ઞાઓની મર્યાદાઓ અને મહત્તાઓ આગમમાં વર્ણવાયેલી છે તે સર્વ બંધારણીય તત્વો છે. તેથી ધર્માચરણ અને શાસન-આજ્ઞાતંત્ર જુદા હોય છે. સાધુ મહારાજ ઉપવાસ કરે તે ધર્માચરણ છે. પરંતુ બીજા સાધુ મહારાજાઓ પિતાને માટે ગોચરી બહેરી લાવ્યા હેય, તે વધી પડે તે પરઠવવા કરતાં જે કોઈ તે વાપરી જાય તો વધારે ગ્ય માનવામાં ધર્મશાસ્ત્રકારની વ્યવસ્થા છે. તેથી ગુરુની આજ્ઞાથી ઉપવાસ કરનાર મુનિરાજ તે વાપરે, તે પણ તેમના ઉપવાસવ્રતને ભંગ થતું નથી. આ બંધારણુય આજ્ઞાતંત્ર ગણાય.
ઉપવાસ કરવો ” એ શાશ્વત ધર્મતંત્ર ગણાય. અને “આજ્ઞાથી વાપરી જવાય ને ઉપવાસ ન ભાંગે” તે શાસન તંત્ર ગણુય. આ રીતે આ ભેદ સમજવાથી નમો વિઘણ એ વાક્ય શરૂઆતમાં પ્રથમ સમવસરણમાં પ્રવેશ બાદ સિંહાસન ઉપર બિરાજમાન થતાં પહેલાં ચૈત્યવૃક્ષમાં શાસનની સ્થાપના માનીને અનાદિ અનંતકાલીન શાસનને જ નમસ્કાર કરે છે. એમ અનેક રીતે સમજવું યોગ્ય છે. શાસ્ત્રોમાં પણ આ વાત મળી આવવાની અમારી સમજ પ્રમાણે શક્યતા છે. કેમકે તે વિના બીજી રીતે યોગ્ય સંગતિ બેસતી નથી. છતાં આ બાબતમાં બહુમતપુરુષો કહે છે તે અમારે પણ માન્ય જ છે.
૯ શાસ્ત્રોમાં તિર્થ શબ્દનો અર્થ શ્રીસંઘે કરવામાં આવેલ છે, તે પણ અસંગત થતું નથી. કેમકે-સંવને અર્થ શાસન પણ થાય છે. ભેદભેદની વિવક્ષા ઘણી રીતે પ્રચલિત હોય છે. તે શાસ્ત્રમાન્ય છે. જેમકે-પ્રવચન એટલે શાસ્ત્રઃ તેને ધારક સંધઃ હોવાથી તેને પણ પ્રવચન કહેવામાં આવે છે. અને પ્રવચન એટલે શાસન સંસ્થા તરીકે અર્થ ઘટાવી શકાય તેવા પણ શાસ્ત્રોમાં સ્થળ છે.
૧૦ “શાસન સંસ્થા જેવી ચીજ જ અસ્તિત્વમાં ધરાવતી નથી.” એમ માનીએ તો “આ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org