________________
[ ૧૫૨ ]
“ધપુર વઢ” “ચારિત્ર ધર્મને વધારો.” તેમાં દેશ ને સર્વવિરતિ ચારિત્રને ધર્મ: શબ્દ લાગુ કરેલ છે.
આ પ્રમાણે -જૈનશાસ્ત્ર માં ને લેકામાં પણ એક અર્થમાં મુખ્યપણે વપરાતા શબ્દ બીજા ગૌણ અર્થો માટે પણ વપરાતા હોય છે. આથી શાસનઃ તીર્થ: ધર્મતીર્થ: ધમ—શાસનઃ સંધઃ પ્રવચનઃ જૈનશાસનઃ વગેરે શબ્દો બંધારણીય શાસન સંસ્થાના અર્થમાં પણ વપરાય છે. તેથી જૈનશાસનના અભ્યાસીઓએ વ્યામોહમાં પડવાની જરૂર નથી. શ્રી આગમમાં તીર્થ શબ્દ પ્રથમ ગણધર ભગવંતના: અને ચતુર્વિધ સંઘના: અર્થમાં વાપરવાનું પ્રસિદ્ધ છે. પરંતુ, તે પણ નયસાપેક્ષ વચનો છે. બીજે ઠેકાણે બંધારણીય શાસન અર્થમાં [તીર્થ પ્રવર્તત] વપરાતા તીર્થ: પ્રવચનઃ વગેરે સાથે વિરોધ નથી હેતો. એમ સમજી લેવું જોઈએ.
આ ઉપરાંત, બીજા ઘણા-ઘણું પ્રમાણ છે. દીક્ષા-વિધિ વગેરે વિધિઓમાં મૃતદેવી. અને શાસનદેવીના કાયોત્સર્ગો જુદા જુદા હોય છે. વગેરે ઘણા પ્રમાણે છે. તેથી, “ શાસનને અર્થ શાસ્ત્રો જ છે.” અને “ તીર્થનો અર્થ શ્રી સંઘ જ છે.” એમ એકાંતથી ન માની લેવું યોગ્ય છે. ઘણે ઠેકાણે જુદા જુદા પૂજ્ય સ્થાને ગણાવનારી ગાથાઓમાં શ્રત, સંઘ, પ્રવચન, ત્રણે ય શબદ વાપરેલા હોય છે. શ્રી તત્ત્વાર્થમાં “પ્રવચન વત્સલવ” માં પ્રવચન શબ્દ શાસન અર્થ માં છે વગેરે
૪. આ બાબત વિષે અમે અહીં આટલાબધા ભારપૂર્વક લક્ષ્ય એટલા માટે ખેંચીએ છીએ, કેવિશ્વાધારભૂત આ વસ્તુ આપણે લગભગ ભૂલી ગયા જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છીએ.
તેનાં બે કારણે છે–(1) તે અગમ્ય ભાવ વસ્તુ છે. તેથી નજરે ચડે તેવી વસ્તુ નથી | (૨) તે વિશ્વવ્યાપક હેવાથી તે વિષે સામાન્ય સમજના લોકે શે વિચાર કરી શકે ?
પરંતુ સૌથી મહત્ત્વનું કારણ તે એ છે કે, તેને ભૂલાવી દેવાના શિક્ષણ પ્રચારઃ વગેરે દ્વારા કેટલાક દશકાઓથી રીતસરના પ્રયત્નો થયા છે. કારણ કે-વર્તમાન વિદેશીય શાસન તંત્ર તળે આખા જગતને લાવવાના અસાધારણ પ્રયાસો થાય છે. તેથી તેની સગવડ વધતાં તેનાથી દેખાવ પૂરતાં બાહ્ય સુખ સગવડઃ વ્યવસ્થા અને શાન્તિઃ માં લેકે પસાર થતાં, તે શાસન અનાયાસે જ જનતાને પચતું જાય છે. અને મૂળ શાસન જનતા ભૂલતી જાય છે. તેનાથી દૂર થતી જાય છે. પરંતુ મૂળ શાસનના જવાબદાર અને જોખમદાર પણ લગભગ નવી પેઢીમાં વધુ ને વધુ ભૂલતા જાય છે. કેમકે-વર્તમાન શાસન તેઓને પણ પિતાના પ્રભાવથી કેટલેક અંશે આજે આંજે છે. પરંપરાગત શાસનનું અસ્તિત્વ જ તિરહિત કરવા કેવા કેવા પ્રયાસો શરૂ કરાવી ગતિમાં મૂકી, વિકસાવવામાં આવે છે? તે વિષે અગાઉ પ્રકાશ પાડ્યો છે, ને આગળ ઉપર પણ થોડા પ્રકાશ પાડીશું. પરંતુ –
૫ પરંપરાગત લેક લોકોત્તર સર્વ પ્રકારના નાના મોટા વ્યવસ્થા તંત્ર અને શાસન ને સમાવેશ મહાવિશ્વશાસનમાં થાય છે. અને તેને સંબંધ શ્રી તીર્થંકર દેવ સાથે હોય છે. ત્યારે હાલને તમામ સામાજિકઃ રાજ્યકીયઃ ધંધાદારી ધાર્મિક વિગેરે નાની-મોટી કે નવા ઢબની તમામ સંસ્થાઓનો સંબંધ બ્રીટીશ પાર્લામેન્ટ દ્વારા યુ. એન. એ. હેગ, અને ઈ. સ. ૧૪૯૨ ના બુલ સાથે જાય છે. આટલું બધું મોટું અંતર છે.
૬. “ધર્મશાસન પણ વર્તમાન શાસનમાં સમાવેશ પામેલા છે.” એમ માનીને એવો વર્તાવ આજે રાખવામાં આવે છે. સ્પષ્ટ સ્પષ્ટતા કર્યા વિના તેવા રીવાજો પણ પાડવામાં આવે છે. અને ગર્ભિત રીતે તેવો દફતરી દાખલા પણ ગોઠવી લેવામાં આવેલા છે, ને આવે છે. તેથી કરીને “દેવઃ ગુરુઃ ધમ:
ધામિકેઃ ધાર્મિક સંસ્થાઓ વગેરે ઉપર વર્તમાન શાસનનો અધિકાર સ્થાપિત થાય છે.” એમ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org