SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૯ ] ૨૭ કેટલાક અનાજના અભાવમાં ગરીમેક માટે માંસાહારની હિમાયત કરે છે. તેની સામે વાંધા ભરેલી બાબત એ છે, કે–અનાજના અભાવ કુદરતી હવામાં પૂરતી શંકા છે. મેટે ભાગે કૃત્રિમ રીતની અનાજની અછત છે. તે સ્થિતિમાં માંસાહારના ઈરાદાપૂર્વકના પ્રચાર છે, તે અયેાગ્ય છે. તેમજ તેને જાહેર પ્રતિષ્ઠાનું સ્થાન આપવું: એ હિંસાને ટેકે આપવાને અવ્યક્ત રીતે રસ હોવાનું વ્યક્ત કરે છે. અથવા વસ્તુસ્થિતિનું અજ્ઞાન વ્યક્ત કરે છે. જે લોકા અમાંસાહારી છે, તેએ સખ્ત માંધવારીમાં પણ માંસાહાર વિના મરી પરવાર્યો નથી. બંગાળમાં લાખા માણસેા ભૂખમરાથી મરી ગયાને બનાવ અની ગયા છે. તેમાંને માટે ભાગ માંસાહારી હતા. અનાજની સહુજ અછત નહોતી. છતાં કેટલાંક કૃત્રિમ કારણેથી બિચારા મરણને શરણ થયાનું વાસ્તવિક માનવું પડશે. કેટલાક નવા નવા કાયદાએ કરી લેવા માટે આવી રીતે ગરીએાને આગળ કરવાની આજની દરેક બાબતમાં રૂઢી પડી છે. તેથી, તેમાં તે કાંઇ મહત્ત્વ નથી. 59 ૨૮ આજે અનેક પ્રકારે હિંસા વેગ પકડી રહી છે, અમદાવાદના પચાસ વર્ષના જીવનમાં અનેક પલટા આવ્યાના એક લેખકે જણાવ્યા છે. પરંતુ છેલ્લે જણાવ્યું છે કે-૮ પ્રજાનું આરોગ્ય ઘટયુ છે. અને એકથી અરધા ઈંચ સરેરાશ ઉંચાઇ પણ પ્રજાની ઘટી છે. આ જેવી તેવી હિંસા નથી. ત્યારે ઇંગ્લાંડની પ્રજા સાઁભવ છે, કે સરેરાશ ઊંચાઇમાં આયુષ્યમાંઃ આરેાગ્યમાં: તે નીતિ નિયમેામાં ઘેાડી પણ વધી હશે, કેમકે તેના આગેવાનેાના તે જાતના પ્રયાસેા ચાલુ છે. ૨૯ આ પ્રમાણે હિંસા—અહિંસાને ગહન વિચાર છે. તેમજ અસત્ય, ચોરી વગેરે દોષોઃ ક્ષમાઃ વગેરે ગુણે'ના પણ ગહન વિચાર। જૈનદર્શનમાં છે, તેથી તેનું શાસ્ત્ર સમજવું: બીજાને માટે અતિ ગઢન વસ્તુ છે. અને એટલા જ માટે જૈનદર્શનની સર્વોત્કૃષ્ટ મહત્તા છે. બધું સમજવું સહેલું છે, પરંતુ જૈનશાસ્ત્ર સમજવા ઘણા મુશ્કેલ છે. ૩. શ્રી ચંદ્રપ્રાપ્તિ ઉપાંગ વિષેના કેટલાક પાઠ વિષે પણ કેટલાક વિદ્વાને જૈન હિંસાઅહિંસા વિષે શંકાશીલ હોવાની હવા ઉડતી હેાય છે. પરતુ તેઓએ સમજવુ જોઇએ કે—જૈન શાસ્ત્રા સર્વ દ્રવ્યઃ ક્ષેત્ર: કાળઃ અને ભાવઃ ના સંગ્રાહક છે. તેમાં વિશ્વની અનેક ભાખતાને ધર્મોને સાધકઃ અને ખાધક: રીતે વિચાર આવે તે સ્વાભાવિક છે. તેમાં માનવ જીવનમાં ઉપયાગી અનેક લૌકિક: તે લેાકેાત્તરઃ શાસ્ત્રોની શાસ્ત્રીય પદ્ધત્તિની પણ બાબતા આવે, એ પણ સ્વાભાવિક છે. વૈદ્યક શાસ્ત્રકારોએ વિષયની અશૂન્યતા માટે કૂતરાના માંસના પણ ગુણદોષ જણાવ્યા છે. અને યાગશાસ્ત્રોમાં પર-કાય પ્રવેશાદિક પણ સમજાવેલ છે. છતાં ગ્રંથકારા દેાષિત ભાગેાના પ્રત્યાખ્યાન પણ કરે છે. એ પ્રમાણે પૂર્વીમાં નિમિત્ત શાસ્ત્રને લગતી વિશાળ વિચારણા આવેલી હોવાનું અસભવિત નથી. પૂર્વી વિચ્છિન્ન થયા છે છતાં તેના ક્રાઇ અંશે સચવાઇ પણ રહ્યા છે. કેમકે વાચના વખતે જેને જે યાદ હતું, તેના પણ સંગ્રહ કરી લેવામાં આવ્યા છે. એ સ્થિતિમાં એ જાતને કાઇ અ`શ કાષ્ઠ આચાર્યાદિકની યાદીમાંથી મળી આવ્યા હોય, અને એવા જે જે અંશે। મળી આવેલા, તેને તે તે રસ્થાને મૂકવામાં આવ્યાના દાખલા મળે છે. કારણ કે-આગમા માઢે કરવાની પદ્ધતિ તો હતી જ, તેથી આગમે તરીકેના અંશે એમ પૂર્વાચાર્યોંએ જોડી દીધા હોય. જેથી કેટલાક સંદભČની સંગતિ વિષે કેટલાક સ`શેાધકા વાંધા ઉઠાવે છે. તેથી તે બનવા જોગ છે. પરંતુ આ જાતની ઘટના બની હેાય, તે તે વાંધા ઉઠાવવાને પાત્ર નથી. કેમકે જે મળ્યું: અને સચવાયું: તેને ધટતી રીતે જોડી દઇ સાચવી રાખવા એ ઉદ્દેશ હતા. તે પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર એ ગણિતશાસ્ત્ર પણ હોવાથી, તેવા ક્રાફ્ટ નિમિત્ત શાસ્ત્રને લગતા અંશ નિમિત્તશાસ્ત્રરૂપ ચંદ્રપ્રજ્ઞપ્તિ સાથે જોડવામાં આવેલ હોય, તે તેમાં કાંઇ આશ્ચય પામવા કારણુ નથી. તેથી જૈન હિંસા-અહિંસાની વ્યવસ્થામાં શકિત થવું લેશમાત્ર યાગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy