________________
' [ ૧૪૭] સાબિતી આપે છે. વળી, “રક્તપિત્ત જેવા વિકારમાં માંસ વધારે નુકશાન કરે છે. ત્યારે દીપન-પાચન ઔષધ તરીકે બીજોરાપાક એકદમ સારે ફાયદો કરે.” એ વૈદ્યકદષ્ટિ પણ ધ્યાનમાં લેવાની છે.
વળી મૂળ સૂત્રમાં જ છે, કે-“મારે માટે બે કાપતશરીર ઉપકૃત છે, તેનું પ્રયોજન નથી.”
આના ઉપર પણ વિચાર કરવા જેવો છે જે ઉપસ્કૃત શબ્દનો અર્થ શ્રી પટેલે “રાંધેલું ” એ કરેલ છે. તે કઈ રીતે સંભવે તેમ નથી. કેમકે શ્રી ગાથાપતિની તે પત્ની રેવતી શ્રાવિકાને એવું કયું જ્ઞાન હતું, કે-જેને આધારે તે બાઈ તે જ દિવસે “ શ્રી સિંહ અણુગાર આજે પધારવ પ્રભુ મહાવીરદેવ માટે હું રાંધી રાખું.” એ વિચારથી રાંધી રાખે એ ઘટના સંભવતી જ નથી.
પરંતુ ખરી રીતે એ પણું કેહળાપાકરૂપે ઔષધ જ હતું. પ્રભુના રોગની શાંતિ માટે શ્રાવિકાએ ઔષધ બનાવી રાખ્યું હોવાનું સંભવિતછે-કે “જે ઔષધ તૈયાર હશે તે કયારે પણ આપી શકાશે.” માટે ત્યાં ઉપસ્કૃત શબ્દ પણ બરાબર બંધબેસતું જણાય છે. પરંતુ તે પોતાના માટે બનાવેલું હોવાથી પ્રભુ તે લાવવાને નિષેધ કરે છે. અને તેના કરતાં જુને ( વિવાદ) બીજેરાના ગરને પાક તે શ્રાવિકાના ઘરમાં છે, તે લાવવાની સૂચના આપે છે. માટે પણ ટીકાકારનો અર્થ ઠંડક કરનાર હોવાથી પારેવા જેવા ભૂરા રંગના બે કેહળાને પાક-ઔષધ પ્રભુ માટે બનાવરાવી કે બનાવી રાખવાનું સંભવિત હોવાથી વધારે સંગત અને યોગ્ય છે.
હૃ આથી, શ્રી પટેલે પાઠને અર્થ ઘણી રીતે બેટ કરે છે. અને શ્રી કૌશાંબીજીએ તે માત્ર તેનું અંધ અનુકરણ જ કરેલું છે. એ વસ્તુ તો એમણે જ સ્પષ્ટ કહેલી છે કે પટેલ ગોપાળદાસને કરેલ અર્થ ' પોતે મુક્યો છે. શ્રી કૌશાંબીજીને આવા પાઠો બતાવનારાઓ પાસે તો ભાગ્યે જ યોગ્ય દષ્ટિ હશે. નહીંતર, આટલી હદ સુધી તેઓ ન જવા દેત. - ૨ શ્રી કૌશાંબીજીએ જmોની હાજરીમાં વિચારણા કરવાની ઇચ્છા બતાવી હતી. પરંતુ,
એવી વાતમાં ન પડવાની અને રાષ્ટ્રીય હિલચાલના જડવાદમાં યોગ્ય પરિણામ ન આવે.” એમ ધારીને, તેમની એ વાતની ઉપેક્ષા શ્રી સંધ તરફથી થઈ હોવી જોઈએ. એ પ્રમાણે હજી પણ વિચારણું થઈ શકે છે; ભલે શ્રી કૌશાંબીજી હાજર નથી. પરંતુ પ્રથમ અર્થ કરનાર શ્રી પટેલ તે તમારા ખ્યાલ પ્રમાણે) વિદ્યમાન છે જ.
! આ રીતે શ્રી પટેલે ઘણુ રીતે પાઠને અર્થ છેટો કરેલો છે. ત્યારે આટલા વિચારને અંતે શ્રી ટીકાકાર મહારાજનો અર્થ કેટલે બધે સંગત છે ? તે કેઈપણ વિચારકને ભાસશે જ. આ અમો પક્ષપાતથી લખતા નથી. કેમ કે–મૂળ પાઠ એકાએક તો પટેલ ગોપાળદાસભાઈએ કરેલા અર્થ પ્રમાણે અર્થ કરવામાં કોઈપણનેય દેરવી જાય તેમ છે. તેમાં શંકા નથી. પરંતુ જ્યારે તેમની સામે ટીકાકારને
કરવા થોભવાની જરૂર હતી. દેરવાઈ જવાની જરૂર ન હતી. છે અમને દુઃખ તે એ વાતનું થાય છે, કે-શ્રી મહાવીરસ્વામિ જેવા તીર્થકર દેવ ઉપર લગાડેલા કલકનો ઉપયોગ કરીને આજની સત્તા, ભારતમાં માંસાહારના પ્રચારની વિદેશીની યોજનાને ટેકે આપી, વધારી રહેલી છે. અને તે ક્યાં પહોંચશે? તથા અમાંસાહારી લોકોને કે તેમનાં સંતાનોને પણ ભવિષ્યમાં માંસ, મચ્છી, ઇંડાના આહાર કરતા કરવાની ગોઠવણે છે, તેને વેગ અપાઈ રહેલો છે. આ બાબત ભારે દુઃખ ઉપજાવનાર છે. કેટલો અનર્થ? અમેરિકાએ ઘઉં સાથે આટો પણ મોકલવા માંડયો છે. તેમાં માછલીને આટો પણ કેમ ન મોકલે ? કેમ કે માછલીના આટાને તેઓએ ખોરાક બનાવરાવીને કેટલાક ભારતવાસીઓને ખવડાવી દેવાનો પ્રયોગ કરી લીધેલ છે.
* ભારતમાં અનાજની મોંધવારીઃ કલઃ રેશનીંગઃ કંઈક બનાવટી અછતઃ અનાજનો વેપાર હાથમાં લેવા વિગેરેના મૂળ કારણોમાં વિદેશીય દેરીસંચારના રહસ્યો હવે સમજાશે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org