________________
[ ૧૪૫ ]
અભયદેવસૂરિજીએ નેંધ કેમ ન લીધી હોય? તેની ઉપેક્ષા કરીને પરંપરાગત મળેલ અર્થ સ્પષ્ટ અને સચોટ રીતે કેમ ન કર્યો હોય ? કેમ કે આચાર્ય પરંપરા ઠેઠથી ચાલી આવે છે, અને ભગવતી સૂત્રને એ પ્રસંગ ઔષધગ્રહણના અર્થમાં ચાલ્યો આવતો હોય, તે બતાવ્યું. વ્યાખ્યાકાર કશાયે પ્રાચીન યોગ્ય પ્રમાણ વિના તે એ પ્રમાણેનો અર્થ ન જ કરે. એટલે તો એ પ્રામાણિક ટીકાકાર તો છે જ, છેવટે “તત્વ કેવળીગમ્ય” એમ તે લખે જ. તેમ છતાં ગોપાળદાસ પટેલે ટીકાકારને અર્થ પણ પ્રામાણિકતાની દૃષ્ટિથી પણ સાથે આપવાની જરુર તે હતી જ. જે આપેલ નથી. માત્ર પિત માને અર્થ આપી દીધો છે.
(૪) શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠનો અર્થ શ્રી ગોપાળદાસભાઈએ કરેલો બંધ બેસતો જ નથી. ઘણી રીતે તે વિસંવાદી કરે છે.
a “આવું શુદ્ધ દ્રવ્ય પ્રભુના ઉપગ માટે વહોરાવવા બદલ તે રેવતી ગાથાપતિનીને દેવકનું આયુષ્ય બંધાયાનું (તે -મુળે નાવ સેવાર નિવ) “ તે જ ઉદ્દેશામાં આગળ ઉપર મૂળ સૂત્રમાં
બતાવેલું છે. જૈન–શાસ્ત્રમાં માંસાહારને નારકના આયુષ્યના મુખ્ય કારણોમાં શ્રી સ્થાનાંગસૂત્ર વિગેરેમાં ગણાવેલ છે. અને મોટે ભાગે એમજ બને છે. ત્યારે અહીં “દેવનું આયુષ્ય બંધાયાનું ” લખ્યું છે, જો કે– નારકનું જ આયુષ્ય બંધાય.' એમ એકાંત નથી. કેમ કે-સાથે અધ્યવસાયમાં તરતમતા હોય, તે તે સિવાયના પણુ આયુષ્ય બંધાય.' એટલે તે વાત જવા દઈએ તે પણ
આ ગાથાપતિની તે સંપન્ન પત્ની વાશી માંસ શા માટે ખાય ? વળી, બિલાડીનું એવું શા માટે સંઘરી રાખે ? તેને જ્યારે જોઈએ ત્યારે પૈસા ખર્ચીને માંસ લાવી શકે તેમ છે. કેમ કે–સંપન્ન છે. ગાથા પતિની સ્ત્રી છે. ભગવાન માટે તે રાખી મૂકે જ નહીં, તેને રાખી મૂક્યું નથી. તેને માટે તે રાખ્યું હોત, તો ભગવાન તે લેવાનું કહેત જ નહીં. કેમ કે–પિતાને માટે રાખેલી વસ્તુ ન લેવાની તે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી છે.
ફુ તે શ્રાવિકા પ્રભુની ભક્તિા છે તેથી તો તેમને માટે પદાર્થ બનાવી રાખેલ છે. જે પ્રભુ માટે બનાવેલા પદાર્થને ન લાવવાની સર્વજ્ઞ પ્રભુ શ્રી સિંહ અણુગારને સૂચના કરે છે. આવી છ કાયના રક્ષક પ્રભુની ભક્તા શ્રાવિકા માંસાહારી હેય? એ કઈ રીતે સંભવિત હોઈ શકે? તેના જવાબમાં શ્રેણિક રાજાને દાખલો કદાચ કઈ આપી શકે તેમ છે પણ તે તો નરકે ગયા છે. ત્યારે આ શ્રાવિકા દેવલેકમાં જનાર છે. માટે તે દાખલે બંધ બેસત થતો નથી. છતાં તેને પણ હાલમાં બાજુએ રાખી આગળ વધીએ..
હું મન્નાદે-માર્ગારકૃત–શબ્દનો અર્થ “બિલાડીએ મારેલ” એ શી રીતે કરવો ? “મનાર નો અર્થ બિલાડીને બદલે બિલાડે કેમ ન થાય ? તૃત કે મારિત શબ્દ હોત તે હજી એ અર્થ કરી શકત. પરંતુ તેમને કોઇપણ શબ્દ ત્યાં નથી. જ તે હેત એટલે “કરેલું' એવો જ અર્થ થાય છે. તેને બદલે “મારેલું” અર્થ શા ઉપરથી કરી શકાય? તેથી “ એ અર્થ ખોટ કર્યો છે.' એમ સ્પષ્ટ રીતે જ દેખાઈ આવે છે.
તેની પહેલાના કાવતરવડે–વચ્છત-શબ્દનો અર્થ પણ રાંધેલું-પકાવેલું: એ શ્રી પટેલે કર્યો છે. તે પવવ-વિત એવો કોઈ શબ્દ હોત તો એ અર્થ કર ગ્યો હતો. પરંતુ અહીં તો ઉંઘતી શબ્દ છે. એટલે કે સંસ્કારિતા-સંસ્કાર કરે કે એવાં ભાવાર્થને અર્થ અહીં થઈ શકે તેમ છે.
તેને સંબધે જ પછીના કૃત શબ્દને પણ “ઉપસ્કૃત અર્થ જ કરો છે. યદ્યપિ ઉપસગેના સંબંધથી થતાં અર્થે એકલા ધાતુના પણ થઈ શકે છે. કેમ કે-ઉપસર્ગ તે નવો અર્થ ઉત્પન્ન
* “ભગવાન બુદ્ધ” પુસ્તકમાં પટેલને જ અર્થ છે. તે ઉપર જ અહીંની ને છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org