________________
[૧] ૫ તેવા આત્માઓને મેક્ષની પ્રાપ્તિ કરતાં પહેલાં તોના અર્થોને બેધ મેળવવો પડે છે. તે ! બોધ ટુંકામાં મેળવવાનું સાધન આ તવાર્થાધિગમ શાસ્ત્ર છે.
૬ અધિગમ એટલે બેધઃ બાહ્ય નિમિત્તઃ ઉપદેશઃ વાંચનઃ મનનઃ વગેરે તેના અર્થ થાય છે. આ અધિગમરૂપે પરિણમીને મોક્ષની સાધનામાં ઉપયોગી થાય, તે તસ્વાર્થધ કરાવે તે અધિગમ ! કહેવાય છે.
૭ ભલે તમામ તત્તનું અને તેના અર્થોનું જ્ઞાન થાય, પરંતુ તે જ્ઞાન અધિગમરૂપ ન બને ત્યાં સુધી મેક્ષ તરફ પ્રયાણ થઈ શકતું નથી, એથી આ સૂત્રના નામમાં આધગમ શબ્દ જોડવામાં ખાસ સંકેત છે.
૮ એટલે આ ગ્રન્થ તો અને અર્થોને બોધ કરાવે છે. તે થવા ઉપરાંત, અધિગમ પણ કરાવે છે. વિષિામાદ્રા ” ૧-૩. આ સૂત્રમાં મેક્ષમાં પ્રધાન બીજભૂત સમ્યગદર્શનની ઉત્પત્તિનું કારણ અધિગમ બતાવેલ છે.
૯ તે અધિગમ કરવાનું સામર્થ્ય આ ગ્રંથ ધરાવે છે. તે ભાવ બતાવવા માટે પણ આ ગ્રન્થના નામની સાથે અધિગમ શબ્દ ખાસ જોડવામાં આવેલ છે.
૧૦ તત્વજ્ઞાનના ગણાતા બીજા ઘણું ગ્રંથના નામમાં આ જાતની વિશિષ્ટ ખુબી હોતી નથી. ! તત્વજ્ઞાન: તવધ' વગેરે નામો હોય છે. પરંતુ “જ્ઞાનઃ કે બોધથી અધિગમ થાય જ એમ ચોક્કસ કહી ન શકાય.” અને અધિગમ વિના તેવા ગ્રંથની રચનાનું પ્રયોજન સિદ્ધ ન થાય.
૧૧ પરંતુ “આ ગ્રંથ એ પ્રયજનની સફળતા માટે રચવામાં આવેલ છે” તેથી તથા પ્રકારના જીવો માટે જેમ બને તેમ આબાદ રીતે પ્રયોજન કરી આપનાર છે. તે સૂચન કરવા માટે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ખાસ કરીને જોવામાં આવેલ છે.
૧૨ મહાઅધ્યાત્મશાસ્ત્ર અને સકળ વિશ્વજ્ઞાન દ્વાદશાંગીના સંક્ષિપ્ત પ્રતિબિમ્બ૩૫ હેવાથી આ ગ્રંથ પણ અધ્યાત્મ અને વિશ્વજ્ઞાનમય શાસ્ત્રનો ગ્રંથ છે. આ રીતે નામમાં ગોઠવાયેલા તત્વઃ અર્થ: અને અધિગમ ત્રણે શબ્દ સંપૂર્ણ રીતે સાર્થક છે.
[૧૪] અન્ય ધર્મો અને તેનાં ધર્મશાસ્ત્રો: ૧ આ ઉપરથી એ પણ સમજવાનું છે, કે-આ જગતમાં બીજા પણ છે જે એક યા બીજા શબ્દમાં મોક્ષ માનનારા અને એક યા બીજા શબ્દમાં આત્મા પદાર્થને અને તેના વિકાસને સ્વીકાર કરનારા ધર્મો–એટલે ધાર્મિક પરંપરાની સંસ્થાઓ છે, તેને માન્ય ધર્મશાસ્ત્રો પણ થોડેઘણે અંશેસ્પષ્ટરૂપે કે અસ્પષ્ટરૂપે–પણ તે તે ભૂમિકા ઉપર રહેલા આત્માઓના વિકાસમાં થોડેઘણે અંશે સહાયક થઇ મેક્ષના માર્ગ સુધી લાવવામાં સહાયક થતા હોય છે. અને પછી તે આત્મા પોતાની શક્તિથી બીજા સાધનની મદદથી મોક્ષ સુધી પહોંચી જાય છે. માટે તેઓના ધર્મશાસ્ત્રને પણ સમાવેશ સામાન્યરીતે અધ્યાત્મશાસ્ત્રમાં થતો હોય છે.
૨ તેથી–તે ધર્મશાસ્ત્રો ભલે મુખ્ય અધ્યાત્મ વિજ્ઞાનમય શાસ્ત્ર ન જણાય-એટલે કે ઓછે-વધત અંશે જણાય, કે મિશ્રરૂપે જણાય, છતાં તેને પણ મુખ્ય ઉદ્દેશ તે આત્માઓને આત્મવિકાસ તરફ દરવવાને હેય છે. અને એ રીતે દરેક ધર્મોમાં આ એક જાતની સમાનતા પણ હોય છે. છતાં ઘણી બાબતમાં જુદાપણું પણ હેય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org -