SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૩] સાર એ નીકળે છે, કે–ભલે થોડા વર્ષો સુધી મોટી મોટી લાલચો અને સુખાભાસી સુખ પ્રજાને મળે, પરંતુ આધુનિક પ્રગતિની પાછળ દોડવું એટલે પરિણામે તે આપણી પ્રજાએ પોતાના જ આપઘાતના સાધનની પાછળ દોડવું એ અર્થ છે. પરંતુ બીજી પ્રજાના હિતમાં હવે આપણી પ્રજા આપઘાત કરે, તે ઈષ્ટ હોય, અને તેમ કરવાને જેને આદર્શ હોય, તે તેને સફળ કરવાનો ઉપાય આધુનિક પ્રગતિ છે. તેને આશ્રય લેવો જ. તેઓને માટે એ કર્તવ્ય કરે છે. નહીંતર તે ત્યાજ્ય છે. ૧૭ “આજની પ્રગતિ એક ભયંકર વસ્તુ છે. મહાહિંસાની પ્રયોજક છે ” એ વાત અમે એકલા જ કહીએ છીએ, એમ નથી. ઉપરનાં ગ્રંથકારે પણ બહુ જ સુંદર રીતે તે સમજાવેલ છે. ૧૮ આજની પ્રગતિ માનવા માટે કેવળ આધુનિક ભૌતિક વિજ્ઞાન અને યંત્રવાદના આધાર ઉપર તદ્દન નવી જ જીવનરચના નવેસરથી કરી રહેલી છે. પરંપરાગત જીવનમાં સુધારો નથી જ. “સુધારો શબ્દ તે શરૂઆતમાં વિશ્વાસ પમાડવા પૂરતો વપરાવ્યો છે. જો કે તે જીવનના પ્રચારના પ્રજને “માનના સુખ માટે છે.” એમ જણાવીને “પ્રગતિના પ્રચારમાં પણ હેતુ અહિંસા છે.” એમ જણાવે છે. તે એક જ પ્રજાના સુખ માટે પરિણમવાની હોવાથી બીજા માનની હેતુ-હિંસારૂપે બની રહે છે. જેમ બને તેમ સુલેહ: સંપઃ શાંતિઃ વ્યવસ્થા વિગેરે શબ્દો પ્રચાર દ્વારા એવી ખુબીથી તે હિંસા જળવાય છે, કે સ્વરૂપથી પણ અહિંસા દેખાય. એ સર્વ કામચલાઉ હોય છે, કેમ કે – તે દ્વારા જનતાને વિશ્વાસમાં લઈ, તેના પર કાબુ મેળવ્યા પછી, જે પલટા લાવવાના હોય છે. અને તેથી બાહ્ય સ્વરૂપમાં પણ જે હિંસા દેખાવની હોય છે તેની સાથે તુલના કરી જેમાં સ્વરૂપથી હિંસાના પ્રચાર માટે જ-સ્વરૂપથી અહિંસાનો દેખાવ માત્ર આજે કરાતો હોય છે. જેને પરિણામે માનવી–મહહિંસાની પણ સંભાવના તેમાં ગોઠવાયેલી હોવાથી, અનુબંધમાં પણ ઉન્નતિઃ સમૃદ્ધિઃ સગવડવાળું જીવન ધોરણ ઊંચું જીવનધેરણઃ વિગેરે શબદ દ્વારા ભવિષ્યની પણ ઊંચી લાલચો અપાતી હોવા છતાં, માત્ર એક જ પ્રજા સિવાય બીજી દરેક પ્રજાઓને હાનિ હોવાથી અનુબંધમાં પણ આધુનિક પ્રગતિ હિંસારૂપ છે. હિંસા-અહિંસાના સૂક્ષ્મ અભ્યાસીઓએ આ રહસ્ય બહુ જ સૂક્ષ્મ અભ્યાસથી સમજવું જોઈએ. તેથી આજની પ્રગતિના પિષક-ગ્રેસને રાષ્ટ્રવાદઃ સમાજવાદઃ સામ્યવાદઃ સર્વોદયવાદને આજનો વિશ્વશાંતિવાદઃ અનુક્રમે વધારે ને વધારે હિંસાના પિષક છે, અને વાસ્તવિક રીતે પરસ્પર એક બીજાના પૂરક છે. કેંગ્રેસ આગળ આગળના વાદના ફેલાવા માટેની પૂર્વ ભૂમિકા અને મજબૂત સંસ્થાનું બળ પૂરું પાડે છે. અને આગળ આગળના વેદો કેગ્રેસની પ્રગતિને વેગ આપવાને આદર્શ સફળ કરે છે. ૧૯ અર્થાત–એક તરફ હિંસાને છુટો દોર મળે તેવી ગોઠવણો મોટા પાયા ઉપર ચાલી રહી છે, ને વધતી જાય છે. ત્યારે બીજી તરફથી અહિંસા શબ્દનો પ્રચાર અને તેની પાછળ હિંસાને ટેકે આપનારા જીવનધોરણઃ કાયદાઃ જાહેર જીવનઃ ઘડવાના પ્રયાસો થાય છે. તેને “મહાહિંસા સિવાય બીજુ શું કહી શકીશું ? ૨૦ ટુંકમાં ૩ શ્રી આદિ તીર્થકર કહે કે બીજાની અપેક્ષાએ પ્રજાપતિ કહે, કે જે નામ આપવું હોય તે આપે, અને જે સમજવું હોય, તે સમજે. પરંતુ જેણે માનવોને જંગલી પણ તરફ ધસતા બચાવવા મરાઠી ભાષાના વધુ પરિચિત ભાષાંતરકારે મરાઠી ઉપરથી ગૂજરાતી ભાષાંતર કરેલું હોવાનું જણાય Jain Educatioછે વાચકન : કેટલાક ચિહ્નો અમેએ કર્યા છે. www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy