________________
[૧૩] એકંદરે જોઈશું તો હજાર પાંચસો વર્ષો સુધી માનવી સમાજની પ્રવૃત્તિ સન્માર્ગે વાળી દે તેવા એક પણ ગ્રંથ નિર્માણ કરવાનું સામર્થ્ય આજના સમાજમાં રહ્યું નથી. પછી આ યુગ તરફ પક્ષપાત બતાવનાર કે ગમે તે કહે.
નૈતિક દૃષ્ટિએ જોતાં પણ એની એ જ સ્થિતિ દેખાય છે. મનુષ્ય નીતિકલ્પનાઓથી ભલે ક્ષણિક સુશોભિત દેખાય, પરંતુ મનુષ્ય સ્વભાવને વ્યાપી રહેલાં ત્રણ પાપ (૧) અન્ન અને દ્રવ્યપ્રાપ્તિ માટે ચોરી, (૨) કામશાંતિ માટે બળાત્કારે સંભોગ, અને (૩) પિતાના પ્રતિસ્પધિઓને માર્ગમાંથી દૂર કરવાનું આત્યંતિક (Extreme ) સ્વરૂપ-ખૂનઃ એ શું ઓછા થયા છે ?”
એકંદરે બીજાના દ્રવ્યને અપહાર કરવાની વૃત્તિ કાંઈ ઓછી થઈ નથી. સ્ત્રીલંપટ લોકે આગળ જે રીતે સ્ત્રી-વગ તરફ દૃષ્ટિ નાખતા હતા, તે જ પ્રવૃત્તિથી પ્રેરાઈ આજે તેવા જ લોકો * જી-સમાજ પોતાની નજર નીચે કેમ વિશેષ રહે ?” એને વિચાર કરી રહ્યા છે. “ જડભરત જેવા સમાજની વહુ-દીકરીઓને પિતાની દેખરેખ નીચે લાવવા માટે કોઈ રૂપાળો હેતુ બતાવવાની માત્ર જરૂર છે.” એટલે સુધારે ચોક્કસ ?”
“શું ગુન્હાનું પ્રમાણ ઓછું થયું છે ખરું ? માનવમનની ગુન્હાઓ કરવાની જે મુખ્ય પ્રવૃત્તિ છે, તેમાં જરા પણ ફેરફાર થયો નથી.”
છતાં જ મનુષ્યની નૈતિક સુધારણું થઈ છે,” એમ કહેવું એ કેવળ નિલભ્યતા છે. જુદા જુદા તત્વજ્ઞાનના નામાભિધાન હેઠળ આ ગુન્હાને “ગુને જ કહેવાનું માંડી વાળી લે તે પછી સહેજ સમા જમાંથી ગુના નિર્મળ થઈ જવાના અને પછી લેકેની પણ શી વાત કે તેઓ ગુનાઓ કરી શકે ?”
આવી રીતે “સમાજમાં ગુન્હાઓ ઓછા થાય છે.” એ વાત ઘણી જ સહેલાઈથી સિદ્ધ કરી શકાશે.
હવે “સુધરેલો મનુષ્ય આજ સુધી કેમ વર્યો?” તે જોઈએ –
જ્યારે જર્મન રાષ્ટ્રોએ કર અત્યાચાર કર્યા ત્યારે જર્મની વિરૂદ્ધ દેવ ઉત્પન્ન કરવાની બુદ્ધિથી થોડી અતિશયોક્તિ થવી સંભવિત હતી. પરંતુ લેડ પ્રાઈસના અધ્યક્ષપણું હેઠળ તપાસ કરવા માટે નીમેલા કમીશને અત્યન્ત વિચારપૂર્વક અભિપ્રાય આપ્યો છે, કે-“જર્મનીએ ફાંસને અને બેજીઅમમાં જે પ્રકારના અત્યાચારો કર્યા છે, તે પ્રકારના અત્યાચારો યુરોપમાં છેલ્લા ત્રણ વર્ષમાં બન્યા નહિ હોય?” “ જ્યાં જ્યાં સુધારણ શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં અને તે તે દશાર
શબ્દ વપરાય છે, ત્યાં ત્યાં અને તે તે દેશોમાં માનવ-વંશની અત્યંત અધોગતિ દેખાય છે.”
પ્રગતિ જેવી અર્થશન્ય કલ્પનાની પાછળ લાગી સમાજ અસ્થિર કરે એ માનવહિતની દષ્ટિએ સારૂં તો નથી જ. પછી તે નવમતવાદીઓ ગમે તે ડીગ લગાવે.”
હિંદુ સમાજરચના શાસ્ત્ર ગોવિંદ મહાદેવ જોશી એમ. એ. ના મરાઠી હિંદૂ રે સમાનરવના શાસ્ત્ર ના લીલાધર જીવરામ યાદવના ગુજરાતી ભાષાંતરમાંથી પૃ૦ ૪૦ થી ૫૯ સુધીમાંથી ખાસ અવતરણે.
* ભાષાંતરમાં પૃ૦ ૪૦ થી ૬૨ સુધીમાં ગ્રન્થકારે આધુનિક પ્રગતિનું ભ્રામકપણું ઘણા પ્રમાણે અને દાખલા-દલીલથી સચોટ રીતે વિસ્તારથી સમજાવેલું છે. વિસ્તાર ભયથી આસપાસ સૂચક અવત
રણે જ અત્રે લીધા છે. dein Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org