________________
૨૮
દંડક-પ્રકરણ (૨૧મું સાકાર)
વિશેષાર્થ :હવે ર૧ મા વંદિર માં ચારે નિકાયના દેવના ૧૦ દંડક, ગર્ભજ તિયચને ૧ દંડક, અને સાત નારકનો ૧ દંડક, એ ૧૫ દંડકના જોમાં ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા કહી છે. કારણ કે – એ જીવોને મન:પર્યાપ્ત હોવાથી વિશિષ્ટ મનોવિજ્ઞાનના બળ વડે “ભૂતકાળમાં આ કાર્યનું પરિણામ શું આવ્યું હતું ? ભાવીકાળમાં શું આવશે?” ઇત્યાદિ દીર્ઘકાળનો વિચાર કરવા રૂપ વિશિષ્ટ જ્ઞાન-સંજ્ઞા હોય છે, તથા મન:પર્યાપ્તિના અભાવે વિકસેન્દ્રિય તો વર્તમાન સમયના જ સુખ-દુ:ખનો વિચાર કરવાની જ્ઞાનસંજ્ઞાવાળા હેવાથી તેઓને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે, અને સ્થાવર તો અવ્યક્ત ચૈતન્ય વાળા હેવાથી તે સર્વેને સંજ્ઞા રહિત જ કહ્યા છે. કારણ કે આ ત્રણ સંજ્ઞાઓ સ્પષ્ટ ચેતન્યવાળી છે.
પ્રશ્ન –એકેન્દ્રિોને આહારાદિસંજ્ઞા આદિ ૧૦ સંજ્ઞાઓ પૂર્વે કહી છે, તથા વિલેન્દ્રિયોને તે ૧૦ ઉપરાંત અહ૫-સ્પષ્ટ ચતન્ય લાગણીવાળી હેતુવાદસંજ્ઞા પણ છે, તો એકેન્દ્રિો અને વિકલેન્દ્રિય તે તે સંજ્ઞાઓવાળા હેવાથી સંગ્નિ કેમ ન ગણાય ?
ઉત્તર – કે એકેન્દ્રિાદિકને આહારાદિ સંજ્ઞા છે, તો પણ અસ્પષ્ટ ચિતન્યવાળી છે, માટે તે સંજ્ઞાથી અહિં સંક્ષિપણું ઇષ્ટ નથી, અને વિકસેન્દ્રિયાદિકને જે કે હેતુવાદપ૦ સંશા છે, પરન્તુ અલ્પ
સ્પષ્ટ રીતન્ય વાળી હોવાથી તેની સંજ્ઞા વડે) સંજ્ઞિ ગણાય નહિ, કારણ કે અ૫ ધન વડે ધનવાન કહેવાય નહિં, અને અહ૫ રૂ૫વડે રૂપવાન પણ ગણાય નહિં. પરન્તુ ઘણા ધનવડે ધનવાનું અને ઘણા રૂપવડે રૂપવાનું ગણાય, એ વ્યવહારને અનુસરીને યિાદિ અસંઝિ ગણાય છે,
પ્રશ્ન:-ત્રણેય કાળની વિચાર સંજ્ઞાવાળા દેવાદિક દંડકમાં ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા કહી, તે તેઓને વર્તમાનકાળના વિષયવાળી હેતુ સંજ્ઞા પણ પ્રાપ્ત થઇ, તે બે સંજ્ઞા કેમ ન કહી.
ઉત્તર–જેમ ક્રોડપતિ શાહુકાર પાસે લાખ રૂપિઆ છે, તે પણ લખપતિ ન કહેવાય, તેમ દીર્ઘo સંજ્ઞાવાળાને હેતુવારપ૦ સંજ્ઞા અંતર્ગત હોવાથી જુદી ન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org