________________
જબૂદ્વીપ સંગ્રહણી.
૫ કરિકૂટો-મહાવિદેહક્ષેત્રમાં મેરની તળેટીમાં ભદ્રશાળ
નામના વનમાં દિશાઓ અને વિદિશાઓની વચ્ચેના આઠ આંતરામાં આઠ હાથીના આકારનાં ભૂમિ ઉપર શિખરે છે, તે દિગ્ગજકૂટ, હસ્તિસ્કૂટ, કરિકૂટ કહેવાય છે. તેના ઉપર તે તે કૂટના નામે વાળાં આઠ દેવભવનો છે. આ આઠ ભૂમિકૂટો મેરુની પાસે ભદ્રશાળ વનમાં હોવાથી ગાથામાં મેરફૂટ કહ્યા છે, જબૂટ-મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા ઉત્તરારૂ ક્ષેત્રમાં જબૂત દ્વીપના અધિષ્ઠાતા અનાદત દેવને નિવાસ કરવા યોગ્ય નાના મય જ બૂવૃક્ષના પરિવારવાળું મહાન જ બૂવૃક્ષ છે, તેની આજુબાજુ ફરતાં ૧૦-૧૦૦ જન વિસ્તારના ત્રણ વને વીટાયેલા છે. તેમાંના પહેલા વનમાં આઠ વિદિશાઓમાં જાબૂનદ સુવર્ણમય કષભકૂટ જેવા ૮ ભૂમિકૂટ પર્વતો છે તે દરેક ઉપર ૧ ગાઉ લાંબા, ને ગાઉ વિસ્તારવાળા, અને કંઈક ન્યૂન ૧ ગાઉ ઉચા શાશ્વત સિદ્ધાયતને છે. ૭ શામલિટો ગરૂડવેગ દેવને નિવાસ કરવા યોગ્ય જ બૂવૃક્ષ
પ્રમાણે શામલિવૃક્ષ દેવકરૂમાં છે. તેના પહેલા વનમાં શામલિ કુટો રૂમય છે. તેનું સ્વરૂપ જબુકૂટો પ્રમાણે છે. દેવકુરૂમાં હોવાથી ગાથામાં દેવકર શબ્દ કહ્યો છે. હરિફૂટ અને હરિસ્સહકુટ–આ બે સહસ્ત્રાંક કૂટો અનુક્રમે વિદ્યપ્રભ અને માલ્યવંત ગજદંતના નવછૂટોમાં ગણાયેલા છે. તે બને ય કટો પર્વત ઉપર છે. પરંતુ બન્ને બાજુ ૨૫–૨૫૦
જન નિરાધાર સ્થિતિમાં છે. એટલે તેની પહોળાઈ પણ ૧૦૦૦ જિન છે.
૬ તીર્થો मागहवरदामपभास-तित्थ विजयेसु एरवयभरहे । चउतीसा तीहिं गुणिया, दुरुत्तरसयं तु तित्थाणं ।।१८।।
સંસ્કૃત અનુવાદ. मागधवरदामप्रभामतीर्थानि विजयेषु ऐगवतभरतयोः चतुस्त्रिशत् विभिगुणिता, व्युत्तरशतं तु तीर्थानाम् ॥ १८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org