________________
સંબંધ આત્મા અને તેને નિત્યપણા ઉપરથી પુનર્જન્મ અને મોક્ષ કબુલ કર્યા પછી–અનન્ત આત્માઓના સ્વકર્માનુસાર જુદા જુદા સ્વરૂપે ઉત્પન્ન થવાના ક્ષેત્રોને વિચારે અનાયાસે જ જીજ્ઞાસુઓને થાય, એ સ્વાભાવિક છે.
એ વિચાર ઉપર આવતાં–લેકાલેક રૂપ અખિલ વિશ્વનું જ્ઞાન કરવું પડે છે. અનન્ટ અલેકમાં બિન્દુતુલ્ય લેક છે. તે લેક પણ અસંખ્ય એજનના વિસ્તારમાં છે. તેના મુખ્ય ત્રણ ભાગ પડે છે. તે ઊર્ધ્વ, અધે અને તિર્યફ એમ ત્રણલેક કહેવાય છે. એ ત્રણલેકના પણ કયા ભાગમાં પિતે છે? એ પ્રશ્ન જીજ્ઞાસુઓને થાય, એ સ્વાભાવિક છે.
અથવા, પિતે અત્યારે જે જગ્યાએ બેઠેલ, સુતેલ, કે ઉભે રહેલ છે (જો કે તે ક્ષેત્ર પિતાને તે વખતે પૂરતું તેટલું જ ઉપયોગી છે) તે પણ એટલું જ ક્ષેત્ર નથી, તેની આજુબાજુ કંઈક છે, તે શું છે? એમ વિચારતાં “જગતુ લેક છે. ત્યારે લેકની આજુબાજુ પણ શું છે ? “એક છે
આ રીતે આ ક્ષેત્ર વિચાર પણ આત્મવિકાસના સાધનોમાંનું એક આવશ્યક અંગ છે. જોકે તે વિષે સંપૂર્ણ જાણવાની આપણામાં સંપૂર્ણ શક્તિ નથી. ક્ષેત્ર છે ચક્કસ, પણ તેની વિશાળતા માપવાનું કામ આપણું શક્તિ ઉપરાંતનું છે. છતાં ક્ષેત્રોની પરિસ્થિતિ જાણવાનું આપણી પાસે, તે ક્ષેત્રોને કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ જાણનાર સર્વજ્ઞ પ્રભુના વચને સિવાય બીજું કશું સાધન નથી, તેથી સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ સમજાવ્યું છે, તે જાણવું જોઈએ. મેટા મેટા ગંભીર ગ્રંથમાંથી સામાન્ય બાળ ને સમજવું મુશ્કેલ પડે, માટે અનેક પ્રકરણ ગ્રંથ ઉપકારી પૂર્વાચાર્યોએ રચેલા છે. તેમાં પણ દરેક ક્ષેત્રોના મધ્યબિંદુ તરીકે ગણાતા, તથા આપણે જેમાં રહીએ છીએ, તે જમ્બુદ્વીપનું સંક્ષેપમાં સ્વરૂપ સમજાવવા માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ જમ્બુદ્વીપ સંગ્રહણી પ્રકરણ રચ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org