________________
રબા ગ્રંથન
જે નામે
૧ દંડકપદોને મુખ્ય પણે ઉદેશીને રાખીને વિષયનું વિવેચન
કરેલું હોવાથી આ ગ્રંથનું એક નામ દંડક પ્રકરણ છે. ૨ દંડકપદોને મુખ્યપણે રાખીને વિવેચનપદ્ધતિ રાખેલી હવા
છતાં, તેના ઉપર જે જે તારાથી આગમાં વિચાર કરવામાં આવેલો છે, તે વિચાર પણ મહત્તવ હોવાથી તથા પ્રકરણની મૂળ ગાથાઓ ૩૬ હોવાથી બીજુ નામ વિચાર-ત્રિશિકા છે. ૩ આ પ્રકરણની રચના એવી કરવામાં આવી છે કેદંડકપ ઉપર વિચાર થતું જાય અને તીર્થકર ભગવંતોની વિનતિ રૂપે રસ્તુતિ થતી જાય. તેથી ત્રીજું નામ વિજ્ઞપ્તિષટુર્નાિશિકા પણ છે. ૮ અથવા વિચાર અને વિનતિને સાથે જોડીને વિચાર
અને વિજ્ઞપ્તિ એટલે વિચાર–સ્તવ એવું ચોથું નામ છે. બીજા પણ એવા ઘણા ગ્રંથ છે. કે જેમાં સ્તુતિ
અને અમુક કોઈ પણ એક વિષય સંકળાયેલા હોય છે. ૫ દંડકપદો ઉપર આગમગ્રંથોમાં ઘણા જ વિસ્તારથી
અનેક દ્વારનું વિવેચન મળે છે, ત્યારે આ ગ્રંથમાં બતાવેલાં કારોમાં માત્ર તેમાંથી ટુંકો–પ્રચલિત-વિશેષ ઉપયોગી–તથા મુખ્ય મુખ્ય સંગ્રહ છે. માટે લધુસંગ્રહણી એવું પાંચમું નામ પણ જોવામાં આવે છે. [ક છે, ૮ થી ૧૦ મી, ૧૬ મી૧૭ મી. ગાથાઓ તો સ્પષ્ટ રૂપે બીજા ગ્રંથોની જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org