________________
અજીવતવ (છ દ્રવ્ય વિચાર)
હોય તે કર્તા કહેવાય, અથવા અન્ય દ્રવ્યોનો ઉપભેગ કરનાર દ્રવ્ય કર્તા, અને ઉપભેગમાં આવનારાં દ્રવ્ય તે અકર્તા કહેવાય. તથા ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ ક્રિયા કરનાર તે કર્તા, અને ધર્મ, કર્મ, આદિ નહિ કરનાર, તે અકર્તા એમ પણ શાસ્ત્રમાં કહ્યું છે.
તથા છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય લોકાલોક પ્રમાણ સર્વવ્યાપ્ત હેવાથી સર્વવ્યાપી છે, અને શેષ પાંચ દ્રવ્ય લોકાકાશમાં જ હોવાથી શવ્યાપી છે. - તથા સર્વ દ્રવ્ય જે કે એક–બીજામાં પરસ્પર પ્રવેશ કરીને એક જ સ્થાનમાં રહ્યાં છે, તે પણ કોઈ દ્રવ્ય અન્યદ્રવ્ય રૂપે થતું નથી, એટલે ધર્માસ્તિકાય તે અધર્માસ્તિકાયાદિ થતું નથી, જીવ તે પુદગલ સ્વરૂપ થતું નથી, ઇત્યાદિ રીતે સર્વે દ્રવ્ય પિતા પોતાના સ્વરૂપે રહે છે, પણ અન્યદ્રવ્ય રૂપે થતાં નથી. તે કારણથી છએ દ્રવ્ય શશી છે, પરંતુ કેઈ દ્રવ્ય સપ્રવેશી નથી. અહિં પ્રવેશ એટલે અન્યદ્રવ્ય રૂપે થવું તે સમજવું.
એ પ્રમાણે ૬ દ્રવ્યનું પરિણામ આદિ વિશેષ સ્વરૂપ કહ્યું.
ધર્માસ્તિકાય જે ન હોય તે જીવ ને પુદ્ગલે ગતિ કરી શકે નહીં અથવા ગતિ કરી શકે એમ માનીએ તે, અલેકમાં પણ ગતિ કરી શકે, પરંતુ અલકમાં તે એક તણખલા જેટલું પણ જઈ ન શકાય.
અધર્માસ્તિકાય ન હોય તે જીવ અને પુદ્ગલે ગતિજ કર્યા કરે. સ્થિર ન રહી શકે, અને બનેય ન હોય તે લેક અને અલેકની વ્યવસ્થા ન રહે. લોકની વ્યવસ્થા કોઈને કોઈ રૂપમાં કરવી તે પડે જ.
આકાશાસ્તિકાય ન હોય તે, અનન્ત છે અને અનન્ત પરમાણુઓ અને તેઓના અંધે અમુક જગ્યામાં રહી ન શકે, એક તસુમાં એક લાકડું રહી શકે અને તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધારે ભારે છતાં રહી શકે છે. તે આકાશાસ્તિકાયને લીધે.
જીવાસ્તિકાય ન હોય તો, જે રીતે આ જગત દેખાય છે, તે રીતે ન દેખાતું હોય.
પુદગલાસ્તિકાય પણ, ન હોય તે, જે રીતે આ જગત દેખાય છે, તે રીતે ન દેખાતું હોત.
કાળ ન હોય તે, દરેક કામ એકી સાથે કરવો પડત, કે ન કરી શકાત ત્યારે કાળદ્રવ્ય ક્રમ કરાવી આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org