________________
જીવતત્વ (૧૦ પ્રાણનું સ્વરૂપ)
અન્વય સહિત પદછેદ पण दिय, त्ति बल, ऊसास, आऊ दस पाण । इग-दु-ति-चउरिंदीण असन्नि सन्नीण चउ छ सग अट्ट, नव य दस ॥
ગાથાથ :
પાંચ ઇન્દ્રિયે, ત્રણ બળ (એટલે એગ), શ્વાસોચ્છવાસ, અને આયુષ્ય એ દશ પ્રાણ છે તેમાંના એકેન્દ્રિયને, ઢીદ્રિયને, ત્રીન્દ્રિયને ચતુરિન્દ્રિયને, અસંક્ષિપંચેન્દ્રિયને અને સંપત્તિપંચેન્દ્રિયને ચાર, છ, સાત, આઠ, નવ અને દશ (પ્રાણ હેય) છે. ઘણા
વિશેષાર્થ:બાળતિ કવત્તિ અનેતિ = જેના વડે જીવે, તે પ્રાણ કહેવાય. અર્થાત્ આ જીવ છે, અથવા આ જીવે છે, એવી પ્રતીતિ જે બાહ્ય લક્ષણેથી થાય તે બાહ્ય લક્ષણેનું નામ અહિં , એટલે પ્રખ] કહેવાય છે. એ ૧૦ પ્રાણ જીવને જ હોય છે, અને જીવદ્રવ્ય સિવાય બીજા દ્રવ્યમાં એ પ્રાણ હેય નહિં, માટે એ ૧૦ દ્રવ્ય પ્રાણ તે જીવનું લક્ષણ (બાહ્ય લક્ષણ) છે.
પ્રાણ સંસારી જીવનું જીવન છે. જીવન વિના–માણે વિના કઈ પણ સંસારી જીવ જીવી ન શકે-દશ પ્રાણે રૂપ જીવનક્રિયા ચાલવી એજ સંસારી જીવનું જીવન છે. અને પર્યાપ્તિએ જીવનકિયા ચલાવવાની મદદકાર શક્તિ પ્રગટ થવાનાં સાધન છે.
જરૂચિકા –સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પ ઇન્દ્રિય છે. એટલે આત્મા, તેનું જે , લિંગચિહ્ન તે ફરિ કહેવાય. દેખાતી ત્વચાચામડી તે સ્પર્શનેન્દ્રિય નથી. પરંતુ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી, શરીરના બાહ્ય તથા અભ્યન્તર ભાગ જેવડા (અથવા શરીર પ્રમાણ અંદરથી અને બહારથી) વિસ્તારવાળી, શરીરના બાહ્ય તથા અભ્યત્તર ભાગમાં પથરાયેલી, અને ચક્ષુથી ન દેખી શકાય તેવી શરીરના આકારવાળી (અભ્યન્તર) નિવૃત્તિરૂપે એકજ ભેદવાળી સ્પર્શનેનિય છે. તથા અંગુલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org