________________
38
નવતવપ્રકરણ સાથે
પર્યાપ્તના ભેદ-પ્રતિભેદની સ્થાપના
जीव
लन्धि अपर्याप्त
लब्धि पर्याप्त करण अपर्याप्त
करण अपर्याप्त करण पर्याप्त ઉત્તર દેહમાં ભિન્ન પર્યાપ્તિની રચના લધિવંત જીવે પિતાના જન્મના મૂળ શરીરની રચના સમયે જે ચાર અથવા છ પર્યાપ્તિઓ સમાપ્ત કરી છે, તે પર્યાપ્તિઓ વડે સંપૂર્ણ ભવ સુધી પર્યાપ્ત ગણાય છે. પરંતુ એજ (તથાવિધ લબ્ધિવાળે) જીવ
જ્યારે પર્યાપ્ત અવસ્થામાં બીજું નવું શરીર બનાવે છે, ત્યારે પુનઃ તે નવા શરીર સંબંધિ ચાર અથવા છ પર્યાપ્તિએ નવેસરથી રચે છે. પરંતુ પ્રથમની રચેલી જન્મ શરીર સંબંધિ પર્યાતિઓ ઉપયેગી થતી નથી. ત્યાં લબ્ધિપર્યાપ્ત બાદર વાયુકાયમાંના વૈકિયશરીર રચવાની શકિતવાળા કેટલાએક લબ્ધિ બાદર પર્યાપ્ત જે વાયુકાય જીવે છે, તે જીએ જન્મ સમયે ઔદારિક શરીર સંબંધિ ૪ પર્યાતિ રચી છે, તે પણ પુનઃ બીજું નવું શરીર (એટલે વૈક્રિયશરીર) રચતી વખતે નવીન વૈક્રિયશરીર સંબંધિ જુદી ૪ પર્યાતિઓ રચે છે. તથા આહારકલબ્ધિવંત ચૌદપૂર્વધર મુનિ મહાત્માએ જન્મ સમયે દારિક શરીરની ૬ પર્યાપ્તિઓ રચી છે, તે પણ આહારકશરીરની રચના પ્રસંગે આહારક દેહ સંબંધિ નવી જ પર્યાપ્તિએ રચે છે. એ પ્રમાણે લબ્ધિવંત મનુષ્યના પણ મૂળ દેહની ૬ પર્યાપ્તિ ભિન્ન અને ઉત્તર દેહની ૬ પર્યાપ્તિ ભિન્ન રચાય છે. પર્યાતિઓને પ્રારંભ સમકાળે અને સમાપ્તિ અનુક્રમે.
જીવ ઉત્પત્તિસ્થાને આવ્યા બાદ સ્વગ્ય સપર્યાપ્તિઓને પ્રારંભ સમકાળે કરે છે, પરંતુ સમાપ્તિ અનુક્રમે જ થાય છે, કારણ કે–તૈજસ કાર્મણ શરીરના બળવડે આત્માએ ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે શુક્ર રુધિરાદિ જે પુદ્ગલે ગ્રહણ કર્યા, તેજ પ્રથમ સમયે ગૃહીત પુદગલે દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org