________________
૩૦
નવતત્ત્વ પ્રકરણ સાથે
કારણ, બાહ્ય-અભ્યત્તર નિમિત્તે, દ્રવ્ય, ભાવ, વગેરે અપેક્ષાએ અનેક જાતની વ્યાખ્યાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે.
આહાર વગેરેને ચગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવામાં તથા આહારાદિ રૂપે પરિણામ પમાડવામાં કારણરૂપ એવી આત્માની શરીરમાં જીવનકિયા ચલાવવાની શક્તિ તે પ્તિ, (અથવા તે શક્તિના આલંબન-કારણરૂપ જે પુદ્ગલે તે પર્યાદિત, અથવા તે શક્તિ અને શક્તિના કારણરૂપ પુદગલ સમૂહની નિષ્પત્તિ તે પર્યાતિ, અથવા તે શક્તિની અને શક્તિના કારણ રૂપ પુગલસમૂહની પરિસમાપ્તિ તે પર્યાપ્તિ કહેવાય. એ પ્રમાણે પર્યાતિના અનેક અર્થ થાય છે. પણ પર્યાપ્તિ એટલે રક્ત એ મુખ્ય અર્થ છે.)
તે પર્યાપ્તિ એટલે આત્મશકિત, પુદ્ગલના અવલંબન વિના ઉત્પન્ન થતી નથી. તે કારણથી આત્મા જ્યારે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ઉત્પન્ન થતાની સાથે જ (કેયલામાં સ્પર્શેલા અગ્નિની માફક) પ્રતિસમય આહારના પુદ્ગલે ગ્રહણ કરતા જાય છે, અને તે અમુક અમુક પ્રમાણમાં જથ્થાબંધ જ્યારે ગ્રહણ થઈ જાય છે ત્યારે તે તે
૧ પર્યાપ્તિ એ શબ્દને ધાતુસિદ્ધ અર્થ સમાપ્તિ પણ થાય છે, તે પણ આહારગ્રહણાદિની શકિત વગેરે અર્થો સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે જાણવા, પુન: “સમાપ્તિ' એ અર્થ, પર્યાપ્તિઓને આગળ કહેવાતા અર્થમાંથી જ ડીક સમજાશે.
૨ ઉત્પત્તિના પ્રથમ સમયે જે પુદગલે ગ્રહણ થાય છે, તેમાં આત્માની શક્તિ તેજસ-કાશ્મણ શરીરના પુદ્ગલેના અવલંબન–સહાયથી છે. (કારણ કે સંસારી આત્મા પુગલેના અવલંબન–સહાય સિવાય કોઈ પણ જાતની ચેષ્ટા કરી શકતા નથી એ સામાન્ય નિયમ છે) અને ઉત્પત્તિ થયા બાદ જેટલી જેટલી યોગમાત્રા વૃદ્ધિ પામતી જાય (તે તદ્દભવ શરીર સંબંધિ યોગમાત્રા ગણવી, અને તે યોગમાત્રાઓ તત તત સમયે ગૃધ્રમાણ પુદ્ગલેના અવલંબન–સહાયવાળી જાણવી.) તેમ તેમ તે શક્તિ ખીલતી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org