________________
૧૮૬
નવતરવપ્રકરણ સાથ
૪ તીર્થસિદ્ધ-પૂર્વે કહ્યા પ્રમાણે તીર્થની સ્થાપના થયા પહેલાં મેક્ષે જાય તે.
૬ ગૃદુસ્થષ્ઠિા સિદ્ધ-ગૃહસ્થના વેષમાં જ મોક્ષે જાય તે.
૧ આ બે ભેદને અંગે કેટલાક જ અજ્ઞાનથી એમ કહે છે કે “ગૃહસ્થના વેષમાં પણ મોક્ષ છે, અને તાપસ આદિના સાધુવેષમાં પણ મોક્ષ કહ્યો છે, માટે સંસાર છોડીને સાધુ બનવાથી જ મેક્ષ મળે એવો નિશ્ચય નથી, ઘરમાં રહ્યા છતાં મોક્ષ મળે” આ કહેવું સર્વથા અજ્ઞાનમૂલક છે, કારણકે એ રીતે ગૃહસ્થાદિ વેષવાળા મોક્ષે ન જાય, પરન્તુ કદાચિત ગૃહસ્થાદિને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયે કેવળજ્ઞાન પામ્યા બાદ મેક્ષે જવાન અલ્પ કાળ રહ્યો હોય તો તેઓ મુનિષ ધારણ કર્યા વિના મોક્ષે જાય, અને કાળ દીધું હોય તે અવશ્ય મુનિ વેષ ધારણ કરે છે, એ શાસ્ત્રપાઠ છે. માટે ગૃહસ્થ હોય અથવા તાપસાદિ હોય કે સાધુ હોય પરંતુ જિનેન્દ્ર ભગવંતનાં વચનને અનાદર કરીને કોઈપણ ક્ષે જઈ શકે જ નહિ, સાધુવેષનું શું પ્રયોજન છે ? એમ કહેનાર અને માનનારને સમ્યકત્વ પણ ન હોય તે મોક્ષની વાત જ શી ?
વળી અહિં બીજી વાત એ છે કે અન્યદર્શનીય બાવા તાપસ વગેરે દરેક દર્શનવાળાના વેષમાં એક્ષપ્રાપ્તિ કહી તેથી શ્રી જિનેન્દ્રધર્મનું નિષ્પક્ષપાતપણું અત્યંત સ્પષ્ટ થાય છે. શ્રી જિનેશ્વરોએ કેવળ જૈનદશના વેપવાળા સાધુઓને અથવા શ્રાવકને જ મેલ હોય એ પક્ષપાત આગ્રહ રાખ્યો નથી, પરંતુ
सेय बरो य आसबरो बुद्धो, य अहव अन्नो वा । समभावभाविअप्पा, लहइ मुक्ख न संदेहो ॥ १ ॥
અર્થ :–વેતામ્બર જન હોય અથવા આશાબર (દિગંબર) જૈન હોય, અથવા બૌદ્ધદર્શનને હેય અથવા બીજા કેઈપણ દર્શનવાળો ચાહે મુસલમાન, પારસી, ખ્રીસ્તી, યહુદી ઈત્યાદિમાંના કેઈ પણ હોય તે પણ સમભાવ (સમ્યગ દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ આત્મસ્વભાવ) વડે ભાવિત–વાસિતયુક્ત થયેલ આત્માજીવ મોક્ષ પામે એમાં કોઈપણ સંદેહ નથી, માટે એટલું તે અવશ્ય જાણવું જોઈએ કે મોક્ષમાર્ગ તો હંમેશા એક જ પ્રકારને હોય, પરંતુ હિંસા અને અહિંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org