________________
૧૦૪
નવતત્વપ્રકરણ સાથ:
૨૦ ધી પરિષદ-શૂન્ય ગૃહ, સ્મશાન, સર્પબિલ; સિંહગુફા ઈત્યાદિ સ્થાનમાં રહેવું અને ત્યાં પ્રાપ્ત થતા ઉપસર્ગોથી ચલાયમાન ન થવું, અથવા સ્ત્રી, પશુ, નપુંસક આદિ રહિત અને સંયમના નિર્વાહ
ગ્ય સ્થાનમાં રહેવું, તે નૈવિકી પરિવહ છે. પાપ અથવા ગમનાગમનને નિષેધ જેમાં છે, તે નૈથિજી એટલે સ્થાન કહેવાય. આનું બીજુ નામ નિ રિપટ્ટ અથવા સ્થાન પરિષદ પણ કહેવાય.
૨૨ રાચ્ચા પરિષ-ઉંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા મળવાથી ઉગ ન કરે તેમજ અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરે તે શય્યા પરિષહ.
૨૨ મુનિને કોઈ અજ્ઞાની મનુષ્ય તિરસ્કાર કરે તે મુનિ તે તિરસ્કાર કરનાર પ્રત્યે દ્વેષ ન કરે; પરંતુ તેને ઉપકારી માને તે આક્રોશ પરિષહ જી ગણાય.
૨૩ વય રિપદુ-સાધુને કેઈ અજ્ઞાની પુરુષ દંડ, ચાબુક આદિકથી આકરા પ્રહાર કરે, અથવા વધ પણ કરે, તો પણ સ્કંધકસૂરિના ઘાણીમાં પીલાતા ૫૦૦ શિષ્યની પેઠે વધ કરનાર ઉપર દ્વેષ ન કરતાં ઉલટો મોક્ષમાર્ગમાં મહા ઉપકારી છે, એમ માને, અને એવી ભાવના ભાવે, કે “કેઈ જીવ મને તમારા આત્માને હણ શકતું નથી, પુદગલરૂપ શરીરને હણે છે અને તે રીતે મારાથી ભિન્ન છે, શરીર તે હું નથી. અને હું તે શરીર નથી. તથા મને આ પુરુષ જે દુઃખ આપે છે, તે પણ પૂર્વે બાંધેલા કર્મને ઉદય છે, જે તેમ ન હોય તે એ પુરુષ માને છેડીને બીજાને કેમ હણત નથી? આ હણનાર તો કેવળ નિમિત્તમાત્ર છે, ખરું કારણ તે મારાં પૂર્વભવનાં કર્મ જ છે.” ઈત્યાદિ શુભ ભાવના ભાવે, તે વધુ પરિષહ જ કહેવાય.
ચારના વરિષદુ-સાધુ કઈ પણ વસ્તુ (તૃણ હેમુ ઇત્યાદિ પણ) માગ્યા વિના ગ્રહણ ન કરે, એ તેમને ધર્મ છે, તેથી હું રાજા છું, ધનાઢય છું, તે મારાથી બીજા પાસે કેમ માની શકાય ? ઈત્યાદિ માન અને લજજા ધારણ કર્યા વિના ઘેર ઘેર ભિક્ષા માગવી, તે યાચના પરિષહ જ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org