________________
પ દ્મવર્તન ( ક્રિયા)
૯૧ મિથ્યા. ક્રિયા કહેવાય (આ કિયા સમ્યક્ત્વમેહનીય સિવાયની યથા યોગ્ય ર દર્શનમોહનીયના ઉદયથી છે. માટે ત્રીજા ગુણસ્થાન સુધી હોય છે.).
૧૦-હેય વસ્તુના પ્રત્યાખ્યાન (રત્યાગના નિયમ) વિના જે ક્રિયા લાગે તે પ્રત્યાહાની ક્રિયા બે પ્રકારે છે. ત્યાં સજીવનું પ્રત્યાખ્યાન ન હોય તે નક્કી કલ્યાયનિદી અને અજીવનું પ્રત્યા
ખ્યાન ન હોય તે જ પ્રત્યાનિ ક્રિયા જાણવી. અહિં જે પદાર્થ કઈ પણ વખતે ઉપયોગમાં આવે નહિ એવા પદાર્થનું પણ જે પ્રત્યાખ્યાન ન હોય તે તે સંબંધિ કર્મને આશ્રવ અવશ્ય હોય છે, અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મર્યભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વભવે છડેલા શરીરેથી થતી હિંસાને. પૂર્વ ભવે છેડેલાં શસ્ત્રોથી થતી હિંસાનો અને પૂર્વભવમાં સંગ્રહ કરેલા પરિગ્રહના મમત્વભાવને કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને આવે છે, માટે ઉપયેગવંત જીવે એક સમય પણ અપ્રત્યાખ્યાની ન રહેવું, અને મરણ સમયે પિતાના શરીરને, પરિગ્રહને અને હિંસાનાં સાધનોને વિધિપૂર્વક સિરાવવાં (ત્યાગ કરવાં). અહિં વિશેષ જાણવાનું એ છે કે પૂર્વભવના શરીરાદિકથી થતી હિંસાનો પાપઆશ્રવ જેમ આ ભવમાં પણ આવે છે, તેમ તે શરીરેથી થતી ધર્મકિયાને પુણ્યઆશ્રવ આ ભવમાં આવે નહિં. તેનું કારણ જીવને અનાદિ સ્વભાવ પાપ પ્રવૃત્તિવાળો છે, એજ છે. ( આ ક્રિયા અવિરત જીવોને હેવાથી + ૪થા ગુણસ્થાન સુધી છે )
૧૧–જીવ અથવા અજીવને રાગાદિકથી દેખતાં જે કિયા લાગે તે દિશી ત્રિજ્યા પણ વદર્શિી અને નવદિશ એમ ૨ પ્રકારે છે. (આ કિયા સકષાયી ચક્ષુ ઈન્દ્રિયવંતને હેવાથી ત્રીન્દ્રિય સુધીના ઇને ન હોય, અને પંચેન્દ્રિયને છટ્ઠા અથવા ૧૦ મા ગુણસ્થાન સુધી હોય છે.
+ જો કે પાંચમે ગુણસ્થાને પણ પૃથ્વીકાયાદિ સ્થાવરનું અપ્રત્યાખ્યાન છે. તે પણ સાપેક્ષ વૃત્તિયુક્ત અને અહિંસા પરિણામવાળા હોવાથી તે દયાને પરિણામ પ્રત્યાખ્યાન સર કહ્યો છે, માટે ૫ મે ગુણસ્થાને અપ્રત્યાખ્યાન ક્રિયાની વિવક્ષા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org