________________
ગુણસ્થાને સ્થિતિ બન્યા. અબંધક થશે તે માટે અઘવ ૨, ઉત્કૃષ્ટ બંધ તો સંજ્ઞી પંચંદ્રિય મિથ્યાત્વી કરે, તે તો અંતમુહૂર્ત રહે પછી વળી અનુકૂદ કરે એમ આરોહણ (ચડવું) અવતરણે (ઉતરવું) કરીને એ બેને સાદિ અધવપણું હોય, શેપ ૧૦૨ પ્રકૃતિનો ચારે પ્રકારનો બંધ તે પણ એમજ સાદિ ૧, અધ્રુવ ૨, એ બે ભાંગે હય, તે કેમ? નિકાપંચક ૫, મિથ્યાત્વ ૬, બાર કષાય ૧૮, ભય ૧૦, જુગુસા ૨૦, તેજસ ૨૧, કાર્મણ ૨૨, વર્ણચતુષ્ક ૨૬, ઉપઘાત ૨૭, અગુરુલઘુ ૨૮ અને નિર્માણ ૨૯, એ ઓગણત્રીશ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ સર્વ વિશુદ્ધ બાદર એકેન્દ્રિય પર્યાસ્ત કરે. તે અંતમુહૂ પછી સંકલષ્ટ થઈને અજઘન્ય બંધ કરે, વળી તેજ ભવમાં અથવા ભવાંતરે શુદ્ધિ પામીને ફરી પણ જઘન્ય સ્થિતિબંધ કરે; એમ જઘન્ય અજઘન્યની પરવૃત્તિ (ફેરફાર) થાવે કરીને એ જઘન્ય અજઘન્ય બધ સાદિ અધ્રુવ હેય, અને એ રનો ઉત્કૃષ્ટ બંધ તો સર્વ સંકલિષ્ટ સં પંચેન્દ્રિય પર્યાયો જ કરીને વળી અંતમું ફરી અનુષ્ટ બંધ કરે, વળી કોઈ વારે ઉત્કૃષ્ટ કરે, એમ એ બે પણ સાદિ અઘુવ હેય અને શેષ ૭૩ પ્રકૃતિ તે તે અઘવબંધી છે તેના જઘન્ય ૧, અજઘન્ય ૨. અનુકૃષ્ટ ૩, અને ઉત્કૃષ્ટ ૪, એ ચારે બંધ તે અધવબંધી છે માટે સાદિ અને અવે એ બે ભેદે હાથ, પૂર્વોક્ત ૧૮ પ્રકૃતિના એકેડીના દશ દશ એવ ૧૮૦ ભાંગા થાય અને ૧૦૨ પ્રકૃતિના એકેકીના આઠ આઠ એવં ૮૧૬ભાંગા થાય, એ બે મળીને ૯૯૬ ઉત્તર પ્રકૃતિના ભાંગા થાય અને મૂળ પ્રકૃતિના ૭૮ ભાંગા. એ સર્વ મળીને એક હજાર ચુમોત્તેર [૧૦૭૪] સ્થિતિબંધના ભાંગ થાય, ૪૭
ગુણઠાણે સ્થિતિબંધ. साणाइअपुवंते, अयरंतो कोडिकोडिओ न हिगो। बंधो नहु हीणो न य, मिच्छे भविअरसन्निमि॥४८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org