________________
ઉપશમ શ્રેણિ.
૩૭૭ સંયતને વિષે પણ મિથ્યાત્વ ઉપશાન પામીએ. હવે સંયમને વિષે વર્તમાન વેદક સમ્યગ્દષ્ટિને ત્રણ દર્શનમોહનીય ઉપશમાવતાં ત્રણ કરણને વિધિ પૂર્વલી પરે ત્યાં સુધી કહે, જ્યાં સુધી અનિવૃત્તિ કરણુકાળના સંખ્યાત ભાગ ગયે થકે અંતકરણ કરે. તે કરતો થકે સમ્યકત્વની પ્રથમ સ્થિતિ અંતમુહૂર્તા પ્રમાણ સ્થાપે અને મિથ્યાત્વ તથા મિશ્રની સ્થિતિ આવલિકા માત્ર સ્થાપે અને ઉકેરાતું દલિઉં ત્રણનું સમ્યકત્વની પ્રથમ સ્થિતિ માંહે નાંખે, મિથ્યાત્વ તથા મિશ્રની પ્રથમ-સ્થિતિનાં દલિયાં સમ્યવની પ્રથમ સ્થિતિનાં દલિયાં માંહે તિબુકસંક્રમે કરીને સંકમાવે. સમ્યકત્વની પ્રથમ-થિન વિપાકના અનુભવવા થકી અનુક્રમે ક્ષીણ થયે થે ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવ થાય, અને તે ત્રણે મિથ્યાત્વાદિકના ઉપરના દાશિયાની ઉપશમના અનંતાનુબંધીના ઉપરિતન દલિયાની પરે જાણવી. એજ પ્રકારે કરીને અનેરાની પણ ઉપશમના જણવી. એનો વિસ્તાર અંધાર થકી જાણવો, ૭૫ છે
* એ પ્રકારે ઉપશાંત કર્યા છે ત્રણ દર્શનમોહનીયને જેણે એ પુરૂષ ચારિત્રમોહનીયને ઉપશમાવવાને ઈ તો ફરી પણ યથાપ્રવૃતાદિ ત્રણ કરણ કરે છે. કરણેનું સ્વરૂપ અગાઉ કહ્યા મુજબ જાણવું, પણ અહીં યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાને, અપૂર્વકરણ પૂર્વકરણે અને અનિવૃત્તિ કરણ અનિવૃત્તિ બાદસપરા જાણવું. ત્યાં અપૂર્વકરણે સ્થિતિવાતાદિ પૂર્વની પેઠે પ્રવર્તે છે પણ એટલું વિશેષ છે કે–નહિ બંધાતી એવી સર્વ અશુભ પ્રકૃતિ ગુણસંક્રમ અહીં પ્રવર્તે છે, અપૂર્વકરણદ્ધાને સંભાતમે ભાગ ગમે તે નિદ્રા પ્રચલાનો બંધવ્યવછેદ થાય. તે પછી હજારો સ્થિતિખંડ ગયે છતે અપૂર્વકરણાના સંપાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે તેની વચ્ચે દેવગતિ, દેવાનુપૂર્વ, પંચેંદ્રિય તિ, વક્રિયદિક, આહારક કિક, તેજસ-કાશ્મણનામ, સમચતુરસ્ત્ર સંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ; ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક નામ, પ્રશસ્તવિહયોગતિ, સ્થિર નામ. શુભ નામ, સુભગ નામ, સુસ્વર નામ, આદેય નામ, નિર્માણ નામ અને તીર્થકર નામ એ ત્રીશ પ્રકૃતિનો બંધવ્યવચ્છેદ થાય. ત્યારપછી સ્થિતિ ખંડ પૃથક ગયે છતે અપૂર્વકણાદ્ધાના છેલે સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુ સાને બંધવ્યવછંદ થાય. હાસ્ય, રતિ અરતિ - શેક, ભય તથા જુગુપ્સાનો ઉદય વિચછેદ હોય અને સર્વ કર્મનાં દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org