SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના મુનિશ્રી જીવજયજી મહારાજ શ્રી રચિત ટબા સાથેના શ્રી દેવેન્દ્રસરીશ્વરજી મહારાજ રચિત પાંચ નવ્ય કર્મ ગ્રંથ તથા પૂર્વાચાર્ય રચિત સંમતિકા નામના છઠ્ઠા કર્મગ્રન્થની આ સંસ્થા તરફથી આવૃત્તિઓ અગાઉ છપાઈ ચૂકી હતી, પાંચમાં–છા કર્મન્થની ત્રીજી આવૃત્તિ પણ બહાર પડી ચૂકી છે, અગઉ કર્મગ્રન્થ ભાગ ૧ લામાં ૧ થી ૪ કર્મ ગ્રન્થ છપાવવામાં આવ્યા હતા. આ આવૃત્તિમાં પણ ૧ થી ૪ કર્મ ગ્રન્થ સાથે છપાવવા વિચાર હતો. પરંતુ પ્રેસ તથા કાગળોની મુશ્કેલી અંગે સં. ૨૦૦૨ ની સાલમાં ૧ લે તથા ૨ જો કર્મ ગ્રન્થ બહાર પાડવામાં આવ્યો હતો. હવે બાકી રહેલ બંધસ્વામિત્વનામા વતીય કર્મ ગ્રન્થ તથા પડશીતિ નામા ચતુર્થ કર્મ ગ્રન્થ બહાર પાડવામાં આવે છે. પ્રથમ તથા દ્રિતીય કર્મગ્રન્થ માફક આ આવૃત્તિમાં પણ અભ્યાસીઓની સગવડતા ખાતર ટબાની છપાઈ મેટા ટાઈપમાં લેવામાં આવી છે તથા સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક ભાઇ કુંવરજી મૂળચંદે તૈયાર કરેલ ટિપ્પણ સૌથી પાછળ લેવામાં અાવેલ છે. આ ગ્રન્થના રચયિતા શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સુધર્માસ્વામિથી ૪૫ મી પાટે થયા છે તેઓશ્રીએ અનેક ગ્રંથો રચેલ છે, જેની નોંધ આ સંસ્થા તરફથી બહાર પડેલ “ભાષ્યત્રયમ્'ની પ્રસ્તાવનામાંથી જોઇ શકાશે. ટબાકાર શ્રી જીવવિજયજી મહારાજશ્રીએ આ ગ્રન્થ ઉપર ટો સં. ૧૮૦૩ ના વિજયાદશમીના દિવસે રચેલ છે, આ આવૃત્તિમાં દષ્ટિદોષ તથા પ્રેસદોષથી અશુદ્ધિઓ રહી જવા પામેલ છે. રહેલ અશુદ્ધિઓનું શુદ્ધિપત્રક સાથે આપવામાં આવેલ છે, તો તે પ્રમાણે સુધારીને અભ્યાસીઓને વાંચવા ભલામણ છે. અંતમાં આ ત્રીજો–ચોથો કર્મ ગ્રંથ પ્રગટ થવાથી હવે અભ્યાસીઓને અભ્યાસમાં પડતી કાટિ દૂર થશે એવી આશા સાથે વિરમીએ છીએ. મહેસાણા લિ. સં. ૨૦૧૦ આ સુદિ ૧ વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી. બાબુલાલ જેસિંગલાલ મહેતા . સેકેટરીઓ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy