________________
૨૬ર
ગાથા ૨૧
એ ઋારને વિષે અવિરતાદિક નવ ગુણઠાણાં હોય”. મતિજ્ઞાનશ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પહેલાં ત્રણ ગુણઠાણે પણ હોય છે. પણ ત્યાં અજ્ઞાન માનેલ હોવાથી એ ત્રણ ગુણઠાણા રહિત ચોથાથી બાર ગુણઠાણાં હોય છે. અવધિદર્શનમાં કેટલાં ગુણસ્થાનક માનવાં તે બાબતમાં બે પક્ષ છે. (૧) કાર્મગ્રંથિક (૨) સૈદ્ધાતિક.
તેમાં કાર્મગ્રંથિક પક્ષમાં બે ભેદ છે. (૧) તેમાં પહેલો પક્ષ ચોથાથી બારમા લગી નવ ગુણસ્થાનક માને છે. આ વાત પ્રાચીન ચતુર્થ કર્મગ્રંથમાં પણ છે. તેના આધારે દેવેન્દ્રસૂરિએ પણ મૂલમાં અને ટીકામાં ચોથાથી બારમા લગીનાં નવ ગુણસ્થાનક માન્યાં છે. (૨) બીજો પક્ષ ત્રીજાથી બાર સુધીનાં દસ ગુણસ્થાનક માને છે. કારણ કે તે પક્ષ આગળ આપેલ દલિલો પ્રમાણે મિશ્રદષ્ટીએ જ્ઞાન માને છે. આ બન્ને કાર્મગ્રંથિક બહુશ્રુત અવધિજ્ઞાનથી અવધિદર્શનને ઉપયોગ અલગ માને છે. જયારે વિર્ભાગજ્ઞાન સાથે અવધિદર્શનને ઉપયોગ અલગ માનતા નથી. તેનું કારણ એ છે કે જેમ વિર્ભાગજ્ઞાનથી વિષયનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેમમિથ્યાત્વયુક્ત અવધિદર્શનથી પણ વિષયનું યથાર્થ જ્ઞાન થતું નથી, આ અભેદ વિવક્ષાને કારણે પહેલા મત પ્રમાણે ચોથાથી બાર લગી અને બીજા મત પ્રમાણે ત્રીજાથી બારમા લગી અવધિદર્શન માનેલ છે
સિદ્ધાન્ત પક્ષ અવધિજ્ઞાન અને અવધિદર્શનનું ભેદ વિવક્ષાથીજ વર્ણન કરે છે. એટલે અવધિજ્ઞાનીની જેમ વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન માને છે, જેને પાઠ ટબામાં આપેલ છે. જેનો અર્થ છે ભગવાન ! અવધિદર્શનરૂપ અનાકાર ઉપયોગવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની? હે ગૌતમ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર શાનવાળા છે. જે અજ્ઞાની છે તે મતિ અજ્ઞાની–મૃતઅજ્ઞાની અને વિભૂંગાની જાણવા. આ
જ
અવધિદર્શનથી
ન થતું નથી. આ
પહેલા મત પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org