________________
ગાથા ૨૦
“પછી તો બહુશ્રુત કહે તે ખરૂ” અહીં ત્રણ અજ્ઞાનને વિષે બે અથવા ત્રણ ગુણઠાણાં માનવાં તે બાબતના મતાંતરનું દિગ્દર્શન કરેલ છે, કર્મગ્રંથકારે સાસ્વાદને અજ્ઞાનજ માને છે. પહેલા ગુણઠાણે મિથ્યાત્વ મેહનીયને ઉદય હોવાથી અજ્ઞાન હેય. હવે બાકી રહ્યું મિશ્ર. ત્યાં મોહનીયને ઉદય વર્તતે હોય છે. હવે જો કે ત્યાં યથાસ્થિત તત્વને બોધ ન હોવાથી કેટલાક આચાર્યો અજ્ઞાનરૂપે માને છે. કારણ કે પંચસંગ્રહમાં કહ્યું છે કે–“મિ િવ મિરા” મિશે શાનથી વ્યામિત્ર અજ્ઞાન જ હોય છે. શુદ્ધ જ્ઞાન હોતાં નથી, માટે અજ્ઞાન છે. અહીં શુદ્ધ સમ્યકત્વની અપેક્ષાએજ જ્ઞાન માનેલ છે. જે અશુદ્ધ સમ્યકત્વવાળાને જ્ઞાન માનીએ તો સાસ્વાદને પણ જ્ઞાન માનવું પડે. જે કર્મગ્રંથકારને ઇષ્ટ નથી. કારણ કે આજ કર્મગ્રંથમાં સાસ્વાદને અજ્ઞાન હોય એમ કહેલ છે. એ અપેક્ષાએ ત્રણ ગુણઠાણાં હોય. જ્યારે કેટલાક આચાર્યો મિશ્ર મેહનીયનાં પુદ્ગલોમાં મિથ્યાત્વ મિહનીયનાં પુદગલો અધિક હોય તે અજ્ઞાન વધારે અને જ્ઞાન થોડું તથા સમ્યકત્વ મેહનીયનાં પુદ્ગલો અધિક હોય તે જ્ઞાન વધારે અને અજ્ઞાન થોડું એમ માને છે. અને બન્ને રીતે જ્ઞાનનો લેશ મિશ્ર ગુણઠાણે માને છે. તેથી તે અપેક્ષાએ અજ્ઞાનત્રિકે પ્રથમનાં બેજ ગુણઠાણાં હોય. (આ વાત જિનવલ્લભીય ષડશીતિકા ટીકામાં આપેલ છે. આ રીતે બે અથવા ત્રણ ગુણઠાણાં કર્મગ્રંથકારોના અભિપ્રાય પ્રમાણે હોય છે. સિદ્ધાનામાં તો સાસ્વાદને જ્ઞાન માનેલ છે. એટલે અજ્ઞાનત્રિકે એક મિથ્યાત્વ ગુણસ્થાનકજ જણાવેલ છે. તવ કેવલિ અથવા વિશિષ્ટશ્રુતના જાણકારે જાણે. ગાથા ૨૧
“પરિહારવિશુદ્ધિએ” ૬-૭ બે ગુણસ્થાનક હેવાનું કારણ એ છે કે આ ચારિત્રવાળા બેમાંથી એક પણ શ્રેણી માંડતા નથી એટલે આગળનાં ગુણસ્થાનકે ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org