________________
૨૫૬
પંચસંગ્રહ દ્વાર પહેલાની ૨૭ મી ગાથામાં વિલંગણાને સંપત્તિ પર્યાખાનો એક જ જીવભેદ હોય એમ કહ્યું છે. તે અસંશિમાંથી આવેલ દેવતા નારકીને અપર્યાપ્ત અવસ્થાએ વિર્ભાગજ્ઞાન ન હોય તે અપેક્ષાએ જાણવું. આથી બીજી અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનમાં બે જીવ ભેદ પણ ઈષ્ટ જ છે, કારણ કે જે સંલિ જીવ મરીને દેવ અને નારકમાં ઉત્પન્ન થાય છે. એને અપર્યાપ્ત અવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોય છે. કેટલાક સમ્યગદષ્ટિ જીવો ત્રણ જ્ઞાન સહિત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં ઉપજે છે, માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને અવધિદર્શનને વિશે સંક્ષિ અપર્યાપ્યાનો ભેદ ગણ્યો છે. બદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ–સહિત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં અવતરે તે અપેક્ષાએ સંલિ અપર્યાપ્ત જીવભેદ લીધો છે. ક્ષાયોપથમિક સમ્યકત્વનું કારણ એ છે કે, ભાવી તીર્થકર વગેરે જીવો દેવગતિથી ચ્યવીને મનુષ્યજન્મ ગ્રહણ કરે છે. ત્યારે તે ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે.
હાં ઘણું વિચારવા એગ્ય છે” :-આ આખી ચર્ચા ઉપશમ સમ્યત્વે બે જીવભેદ માનવાના મતારની અપેક્ષાએ છે. તે આ પ્રમાણે– ઉપશમ સમ્યકત્વે સંજ્ઞિ અપર્યાપ્યો જીવ ભેદ કેમ હોય? કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તેવા પ્રકારની શુદ્ધિના અભાવ હોવાથી નવું સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. હવે જો પરભવનું ઉપશમ સમ્યકત્વ માનતા હો તો તે પણ યોગ્ય નથી. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે ત્રણ કરણ કરીને જે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામે છે તે મરતો પણ નથી. અને આયુ પણ બાંધતા નથી. આગમમાં કહ્યું છે કે अणबंधोदयमाउगबंध कालं च सासणो कुणई। उवसमसम्मदिट्ठी, चउपहमिक्क पिनो कुणई॥
સાસ્વાદન સમગદષ્ટિ અનંતાનુબધિને બંધ, અનંતાનુબંધીને ઉદય, આયુષ્યને બંધ અને કાલ આ ચાર વસ્તુઓ કરે છે. ઉપશમ સભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org