________________
ર૪૭
આ સંબંધમાં ત્રણે પક્ષોની ઘણી દલીલો છે અને ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ત્રણેને શુદ્ધ જુસૂત્ર, વ્યવહાર અને સંગ્રહનયની અપેક્ષાએ સમન્વય કરી આપેલ છે. ગાથા ૬.
પ્રશ્ન –અહીં એકેન્દ્રિયને મતિ-અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે અજ્ઞાન માનેલ છે. તેમાં સ્પર્શ ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી ઉત્પન્ન થાય તે મતિ-ઉપયોગ એકેન્દ્રિયમાં હોય તે બરાબર છે. પણ ભાષાલબ્ધિ અને શ્રવણલબ્ધિ ન હોવાથી એમાં શુત ઉપયોગ કેમ માની શકાય? કારણ કે શાસ્ત્રમાં ભાષા તથા શ્રવણ લબ્ધિવાળાને જ શ્રુતજ્ઞાન માનેલ છે. भावसुयं भासासोयलद्धिणो जुज्जए न इयरस्स । भासाभिमुहस्स सुयं, सोऊण व जं हविज्जाहि ॥
( વિશેષ ૦ ૧૦૨) બલવાની અને સાંભળવાની શક્તિવાળાઓને ભાવશુત હોય છે. બીજાને નહીં. કારણ કે શ્રુતજ્ઞાન એને જ કહે છે કે જે બોલવાની ઇચ્છાવાળા અથવા વચન સાંભળવાવાળાને હોય,”
સમાધાન:-શાસ્ત્રમાં એકેદ્રિયાદિને આહારાદિ સંજ્ઞાઓ માનેલ છે. સંજ્ઞા અભિલાષરૂપ છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસુરીશ્વરજીએ આવશ્યકની મૂળ ટીકામાં કહ્યું છે કે
___ "आहारसंज्ञा आहाराभिलापः क्षुद्वदनीयोदयप्रभवः રવવામાજિળાવિશેષ: તિ” |
“આહાર સંજ્ઞા એટલે આહારનો અભિલાષ, સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાલો આત્માને પરિણામ વિશેષ.” આ અભિલાષા અને અમુક વસ્તુ મલે તો સારૂં; એ પ્રમાણે શબ્દ અને અર્થના વિકલ્પપૂર્વક હેય છે. વિકલ્પસહિત ઉત્પન્ન થતો અધ્યવસાય તેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org