________________
૨૩ર
રૂ મનુષ્યતિ અહિં એધે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય છે. બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હે છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (અચરમ શરીરી) ચારિત્રહના ઉપશમકને તિર્યંચાયુષ, નરકાયુ, અનંતાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ નવ પ્રકૃતિએ વિના ૧૩૯ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. અને ચરમ શરીરી ચારિત્રહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને અનંતાનુબધિચતુષ્કની વિસંયોજના કર્યા બાદ રાણ આયુષ સિવાય એકસ એકતાલીશ પ્રકૃતિએ સત્તામાં હોય. ક્ષાપશમિકસમ્યગ્દષ્ટિ જે ભવિષ્યમાં ક્ષપકશ્રેણિને પ્રારંભ કરશે એવા ચરમશરીરીને નરકાયુષ, તિર્યંચાયુષ, અને દેવાયુષ–એ ત્રણે પ્રકૃતિ સિવાય એકસ પીસ્તાળીસની સત્તા હોય છે અને અનંતાનુબલ્પિચતુષ્ક તથા દર્શનમોહનીયત્રિક–એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી એકસો આડત્રીસ પ્રકૃતિની સત્તા હોય છે. ભવિષ્યમાં ઉપશમકોણિના પ્રારંભિક ઉપશમસમ્યગ્દષ્ટિ (અચરમ શરીરીને) નરક અને તિર્યંચાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને અનંતાનુબધિચતુષ્કની વિસંયોજના કર્યા પછી ૧૪૨ પ્રકૃતિઓની સત્તા હોય છે.
દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત– એ ત્રણ ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ અને ક્ષપકોણિને આશ્રયી ચેથા ગુણસ્થાનક પ્રમાણે સત્તા હોય
અપૂર્વકરણ ગુણસ્થાનકે ચારિત્રહના ઉપશમક, ઉપશમસમ્યદૃષ્ટિને આશ્રયી અનન્તાનુબન્ધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ– એ છ પ્રકૃતિ વિના એકસો બેંતાળીશ. પ્રકૃતિમાં સત્તામાં હોય. ચારિત્રમોહના ઉપશમક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આશ્રયી દર્શનસપ્તક, નરકાયુષ અને તિર્યંચાયુષ વિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. અને ક્ષપકશ્રેણિને આશ્રયી પૂર્વે કહ્યા પ્રમાણે એક આડત્રીશ પકૃતિઓની સતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org