________________
૨૨૦
૨૩-૨૪-૨૦ માન, મોચા અને જોમ, અહિં ઉદયસ્વામિત્વ પૂર્વવત્ કહેવું. પરંતુ માન અને માયાકષાયમાર્ગણાએ નવ ગુણસ્થાનક હોય છે. અને લોભમાણાએ દશ ગુણસ્થાનક હોય છે. તેમજ પોતાના - સિવાય અન્ય ત્રણ કષાયની બાર પ્રકૃતિ વર્જવી. જેમકે માનમાર્ગણાએ બાકીના ત્રણ કષાયના અનન્તાનુબધ્યાદિ બાર ભેદ અને જિનનામ એ તેર પ્રકૃતિ સિવાય ઓઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એવી રીતે બીજા કષાયો માટે પણ સમજવું. લોભમાર્ગણાએ દશમાં ગુણસ્થાનકે ત્રણ વેદ ન્યૂન કરતાં સાઠ પ્રકૃતિ હેય.
૨૬-૨૭ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. અહિં ચેથાથી બારમા સુધી નવ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, અનંતાનુબંધિચતુષ્ક, જિનનામ, મિથ્યાત્વ અને મિશ્ર એ સોળ પ્રકૃતિઓ વિના ઓ ૧૦૬ પ્રકૃતિ, આહારદ્ધિક સિવાય અવિરતિગુણસ્થાનકે ૧૦૪ અને દેશવિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદયાધિકાર પ્રમાણે ૮૭– ૮૧-૭૬-૭૨-૬૬-૬૦–પ૯ અને ૫૭ નું ઉદયસ્વામિત્વ જાણવું.
૨૮ વવધિજ્ઞાન ઉપર પ્રમાણે ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ એટલો વિશેષ છે કે પૂર્વોક્ત સોળ પ્રકૃતિ અને તિર્યંચાનુપૂર્વી સિવાય ઓઘે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનુસાર १ 'सर्वत्र च तिर्थक्षत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते, विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्' । यद्वक्ष्यति-'विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणुसा आहारगा, णो अणाहारगा" इति प्रज्ञा० ५० १८ ५० ३९१ ॥
અર્થ –વિર્ભાગજ્ઞાની તિર્યમાં અવિગ્રહ–અજુગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે વિગ્રહગતિમાં વિભંગનો તિર્યંચ અને મનુષ્યોમાં નિષેધ છે. સૂત્રમાં કહેવામાં આવશે કે “વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આહારક હોય છે. અનાહારી લેતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org