________________
નવમે અધ્યાય
૬૦૩ છે. ઇંદ્રિયસંવીનતા આદિ ત્રણ સંસીનતા વિના વિવિક્તચય સંલીનતા નિરર્થક છે. એટલે અહીં વિવિક્ત શવ્યાસનના નિર્દેશથી ગર્ભિત રીતે ચાર પ્રકારની સંસીનતાને નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ વિવિક્ત શાસન, વિવિક્ત શવ્યાસનસંલીનતા કે સંલીનતા એ શબ્દો લગભગ સમાન , અર્થવાળા છે.
આ તપના સેવનથી સંયમની રક્ષા તથા વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્યભંગને ભય રહેતું નથી, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાને એકાગ્રતા પૂર્વક થાય છે.
૬) કાયક્લેશ—જેનાથી કાયાને કલેશ-કટ થાય તે કાયકેશ તપ. વીરાસન આદિ આસને, કાયેત્સર્ગ, લેચ, ઉગ્રવિહાર આદિ કાયલેશ તપ છે. આ તપના સેવનથી શરીર ઉપરને રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે, વીતરાયને તીવ્ર ક્ષેપશમ થાય છે, શાસનપ્રભાવના થાય છે.
૩. આ હકીકત આસ્તિક સર્વ દર્શનકારોને એક સરખા માન્ય છે. આથી ગીતા વગેરે ગ્રંથમાં આનો સપષ્ટ ઉલેખ કરવામાં આવ્યું છે.
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार स उच्यते ॥
ગીતા અ. ૩ શ્લોક ૬ જે મૂઢપુરૂષ કર્મેન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઇદ્રિના ભોગાનું. સ્મરણ કરે છે–ભોગોને ઇચ્છે છે તે મિથ્યાચારી-દંભી છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org